Sunday, August 1, 2021

સર્જનયાત્રાનું મંથન-૧૪

                                                                 આત્મસન્માનનાં 10 લક્ષણો.

1. ના પાડતાં આવડતું હોય. શું સ્વીકાર્ય છે અને શું અસ્વીકાર્ય છે, તેની સ્પષ્ટતા હોય. 

2. એવા લોકોને જ નજીક આવવા દીધા હોય, જેમને ઘનિષ્ઠતા, નિખાલસતા અને સમયની કદર હોય.

3. પોતાની મર્યાદાઓ તેમજ ત્રુટીઓની સમજણ હોય. 

4. પોતાની ક્ષમતાઓની સ્પષ્ટ સમજ હોય, અને તેની સરખામણી કોઈની સાથે કરવાની ટેવ ન હોય. 

5. ઓથેન્ટિસિટી પ્રત્યે વફાદારી હોય, અને બીજા શું વિચારશે તે પ્રમાણે એમાં ફેરફાર કરતા ન હોઈએ. 

6. પોતાની જરૂરિયાતો પ્રાથમિકતામાં હોય.

7. વ્યક્તિઓ સાથે તંદુરસ્ત લક્ષ્મણ રેખા ખેંચી હોય.

8. આચાર અને વિચારની સંપૂર્ણ જવાબદારી હોય. 

9. લોકોથી દૂર, એકાંતમાં ખુદના અહેસાસ સાથે સમય પસાર કરવાનું ગમતું હોય. 

10. ખુદને બહેતર બનાવવાની દિશામાં સક્રિયતા હોય.

No comments:

Post a Comment