Monday, January 22, 2024

વાચનયાત્રામાં આહુતિ-૦૧

       " મને લાગે છે કે આપણે એવા જ પુસ્તકો વાંચવા જોઈએ જે આપણને ઘાયલ કરે, આરપાર વીંધી નાખે. આપણે વાંચતાં હોઈએ તે પુસ્તક મસ્તક પર ધડ દઈને ફટકો મારીને આપણને જાગ્રત ન કરી દેતું હોય તો આપણે તે શીદને વાંચીએ છીએ ભલા? આપણને તો એવા જ પુસ્તકોની જરૂર છે કે જે કોઈ મોટી હોનારત જેવી અસર આપના પર કરે, ઊંડી વેદનામાં આપણને ડૂબાડી દે, જેને આપણે આપણી જાત કરતા વધારે ચાહ્યું હોય તેવા કોઈ પ્રિયજનના મૃત્યુની જેમ માનવી માત્રથી દૂર દૂરના જંગલોમાં આપણને ડૂબાડી દે, પુસ્તક તો આપણી અંદરના થીજી ગયેલા હિમસાગરને કાપનાર કુહાડો હોવું જોઈએ. "

        મૂળે તો વર્તમાનના પ્રાગ શહેરમાં જન્મેલા ઉત્તમ નવલકથાકાર કાફકા એ લખેલા અને આપણા મહેન્દ્રભાઈ મેઘાણી અનુવાદિત અને પોતાના સંપાદિત પુસ્તક અરધી સદીની વાચનયાત્રા ભાગ-૧ માં સમાવિષ્ટ આ કૃતિ જાતે જ પુસ્તકોનો વૈભવ અને પુસ્તકોની તાકાતનું વર્ણન આપણી સમક્ષ કરે છે. ગુજરાતી ભાષામાં ઉત્તમ કક્ષા અને વૈવિધ્ય ધરાવતા પુસ્તકો લખાયા છે અને ગુજરાતી વાચકો એને હોંશે હોંશે વધાવે પણ છે ત્યારે આપણી આ સર્જનાત્મકતાનું કુરુક્ષેત્ર નામની સર્જનભૂમિ પર વર્ષ-૨૦૨૩ થી એક નવી યાત્રા સ્વરૂપે દર મહિનાની ૨૩ તારીખે ઉત્તમ રસદાર અને પાણીદાર એવા અલગ અલગ ભાષાઓના વિવિધતાસભર ૨૩ પુસ્તકોની યાદી મૂકવામાં આવશે. આ યાદીમાં ભૂતકાળ અને વર્તમાન સમયના શ્રેષ્ઠ લેખકોના પુસ્તકો પસંદ કરીને એની યાદી મૂકવામાં આવશે. અમારો આ પ્રયાસ આપને ગમશે એવી જ અભિલાષા. આપની વાચનયાત્રા આપને આનંદ આપનારી બની રહે એવી શુભેચ્છાઓ સાથે પ્રસ્તુત છે પ્રથમ મણકો.


૧.સૌરાષ્ટ્રની રસધાર-ઝવેરચંદ મેઘાણી

૨.ઝેર તો પીધા છે જાણી જાણી -મનુભાઈ પંચોળી

૩.મોતીચારો શ્રેણી(ભાગ ૧ થી ૯ )-ડો.આઈ.કે.વીજળીવાળા

૪.કાર્ડિયોગ્રામ-ડો.ગુણવંત શાહ

૫.રણમાં ખીલ્યું ગુલાબ-ડો.શરદ ઠાકર

૬.વિશ્વમાનવ-જીતેશ દોંગા

૭.જય હો-જય વસાવડા

૮.કૃષ્ણાયન-કાજલ ઓઝા વૈદ્ય

૯.ઓફ બીટ-અંકિત ત્રિવેદી

૧૦.અનહદબાની-સુભાષ ભટ્ટ

૧૧.પરમ સમીપે-કુન્દનિકા કાપડિયા 

૧૨.સાંઈ-ઈશા અંતરંગ પત્રોનું સંપાદન-મીનું ભટ્ટ અને વિમલ. વ. દવે 

૧૩.હાઉ ટુ ટોક ટુ એની વન-લાયલ લાઉડસ 

૧૪.અર્લી ઇન્ડિયન્સ-ટોની જોસેફ 

૧૫.એ વાત મને મંજૂર નથી-નાઝીર દેખૈયા 

૧૬.ગ્રીન લાઇટ્સ-મેથ્યુ મેકોનહે 

૧૭.ડાયલોગથી દેવભાષા-જય ઓઝા 

૧૮.મુસ્લિમસ અગેઈન્સ્ટ પાર્ટીશન ઓફ ઈન્ડિયા-શમસુલ ઈસ્લામ 

૧૯.ગુજરાતનું રાજકારણ મારી નજરે-અરવિંદ પટેલ 

૨૦.આંધળો યુગ-અનિરુદ્ધસિંહ ગોહિલ 

૨૧.રામાયણની અંતરયાત્રા-સ્વ. નગીનદસ સંઘવી 

૨૨.નવા વિચારો-સ્વામી સચ્ચિદાનંદ 

૨૩.આ ગર્લ હુ એટ બુક્સ-નીલાંજના રોય્ 

તા. ક : મૂળમાં તો આ વિચાર મારા પ્રિય લેખક જયભાઈ વસાવડાએ લખેલા પુસ્તક વેકેશન સ્ટેશન અને એમની ગુજરાત સમાચારમાં નિયમિત પ્રકાશિત થતી કોલમ અનાવૃત અને કેલિડોસ્કોપના આર્ટિકલો વાંચવાથી સૂજ્યો છે. એટલે જ જયભાઈએ ડિસેમ્બર માસની ૧૮ તારીખે પોતાના લેખમાં આપેલી યાદીમાં માંથી પણ કેટલાક પુસ્તકો અહીં સમાવ્યા છે. અમુક આગળની યાદીઓમાં સમાવિષ્ટ કરવામાં આવશે. આમ તો આ શ્રેણી ૨૦૨૨ માં ખૂબ જ ઉત્સાહ સાથે શરુ કરી હતી પણ વ્યસ્તતાઓ વચ્ચે એક કે બે જ મણકાઓ શક્ય થવાથી આ વર્ષે ફરીવાર નવા ઉમંગ અને ઉત્સાહ સાથે તેમજ નવા જ શીર્ષક સાથે શરૂઆત કરી છે. અહિયાં માત્ર પુસ્તકોની યાદી જ મૂકવાનો ઉપક્રમ છે. આ પુસ્તકોની વિશેષતાઓ માટે તો જયભાઈની કોલમ, ફેસબુક પર પણ અમુક સાહિત્યના શોખીન મિત્રો પુસ્તક રિવ્યુ લખે છે ત્યાંથી, કોઈ બ્લોગ પરથી અને સૌથી ઉત્તમ રસ્તો છે, સીધા જ જઈને આ પુસ્તકનો જ સથવારો કરવો પડશે. તો જાણો. માણો અવનવા પુસ્તકો વિશે અને ખોવાઈ જાવ એક મજાનાં વિશ્વલોકમાં જ્યાં મળશે અનહદ અને અઢળક આનંદ જ આનંદ !!!!!! 

નવી યાદી તારીખ....૨૩-૦૨-૨૦૨૪  ને શુક્રવારે..

( પુસ્તક ફોટો સોર્સ : ગૂગલ )