Sunday, May 30, 2021

સર્જનયાત્રાનું મંથન-૫



    માનવ ઇતિહાસમાં આવી ગયેલી ફ્લૂ જેવી મહામારીઓ અને કોરોનાની મહામારીમાં એક ફરક વૈજ્ઞાનિક જાણકારી અને ટેકનોલોજીની મદદનો તો છે જ, જેના કારણે આપણે બહુ ઝડપથી વાઇરસને ઓળખી શકવા અને તેની રસી વિકસાવવા સક્ષમ છીએ,બીજો ફરક એ પણ છે કે આ વખતે આપણે અંધારામાં નથી રહ્યા. 

    અંધારામાં નથી રહ્યા'નો અર્થ આખી દુનિયા ઈન્ટરનેટના માધ્યમથી જોડાયેલી રહી છે. 1918માં પ્લેગ આવ્યો ત્યારે અડધી દુનિયા અંધારામાં હતી અને માહિતી ગોકળ ગતિએ એક ખૂણેથી બીજા ખૂણે જતી હતી. તે વખતે આપણે ભૌતિક દુનિયામાં જીવતા હતા. કોરોનાકાળમાં આપણે વર્ચ્યુઅલ દુનિયામાં પણ જીવીએ છીએ, એટલે ભૌતિક દુનિયા લોકડાઉન થઈ ગઈ, તો આપણે વર્ચ્યુઅલ દુનિયામાં સક્રિય રહ્યા. વર્ચ્યુઅલ વર્લ્ડ અસલી દુનિયાનો વિકલ્પ નથી, પરંતુ વિધાર્થીઓ ઓનલાઈન ભણે, લોકો ઓનલાઈન સમાચારો-માહિતીઓ મેળવે, ઝૂમ પર મિટિંગ થાય તે 1918માં અસંભવ હતું. 2020માં ઈન્ટરનેટ અડીખમ ઉભું રહ્યું એ મોટી સિદ્ધિ છે.

    આવા સમયે આવી વાતોને સ્વીકારીને જીવનને નવા જ ઉમંગ અને ઉત્સાહ સાથે જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પોતાને ગમતા કામ શીખવા અને એમાં જ જીવનને માણવાનો આનંદ ઉઠાવવો એ જ હકારાત્મક વાત આ બીમારીના મહોલમાંથી સમજવા જેવી લાગે છે. 

(વોટ્સએપ પરથી.. )

Friday, May 28, 2021

આજની શૌર્યકથા-આલેક કરપડો

        મોરબીના દરબારગઢમાં જીવોજી ઠાકોર અને ચારણ ચોપાટ રમે છે. આવજે આલેક સીસાણા!’ એમ બોલીને ચારણ ગોઠણીયાભેર થઇને પાસા ફેંકે છે. આવજે આલેક સીસાણા એમ કહીને ચારણ પાસાના ઘા કરે તેમ તેમ એવા દાવ આવે કે ઉપરાઉપરી ઠાકોઇની ચોગઠીયું ઢિબાતી જાય છે. સીંચાણો બાજ જેમ પંખી ઉપર ઝપટ કરે એમ આજે ચારણના દાવ ઠાકોરની સોગઠી ઉપર આવવા લાગ્યા ત્યારે ખિજાઇને ઠાકોર બોલ્યા: “ ગઢવા, એ તારો આલેક સીસાણો વળી કોણ છે? ”

 ચારણ કહે: “ દરબાર ઇ સીસાણો તો સરલા ગામનો આલેક કરપડો- રાણા કરપડાનો દીકરો.”

 " આલગ વાઘા ઉપડયે, ઝાકયો કણરો ન જાય,

 મેંગળ મૂઠીમાંય. રે કી ધખિયો રાણાઓત "

        અરે રંગ રે ગઢવા એક નાની એવી ગામડીનો ધણી બાપડો કાઠી તારો સીસાણો ! ખડખડ હસીને ઠાકોર બોલ્યા.

     તો કરો પારખું, પણ ચેતીને જજો હો, બાપુ ! આલેકડો આખી ફોજમાંથી કેવળ મોવડીને જ વીણી લે છે; બીજા ઉપર એનો ઘા નો હોય !

     ગઢવીએ આવીને સરલામાં આલેક કરપડાને ખબર દીધા કે જીવોજી ઠાકોર ત્રાટકશે. સ્ાલેકે જવાબ દીધો: ભણે ગઢવા ! ઠાકોરને કે જો કે તમે જયારે પણ આવશો ત્યારે હું આલેક એકલો મારા આ સરલાને પાદર પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ અને એના સામૈયા કરીશ. બીજું તો અમારું શું ગજું ?

     થોડા દિવસ પછી મોરબીના ઠાકોરે સરલા ગામ પર સવારી કરી. સાંજ ટાણે ગામની સીમમાં સેના દાખલ થઇ. ભરાબર એ જ ટાણેે એક વેલડું એ ફોજની આગળ સરલાને મારગ ચાલ્યું જતું હતું. ઢાકોરે પડકાર કર્યો કે કોણ છે આ વેલડામાં ?

 વોળાવિયાએ એટલું જ કહ્યું કે સરલાવાળા આલેક કરપડાની માં છે.

 જીવાજી ઠાકોરને એટલી જ જરુર હતી. મોરબીનો મેલીકાર બે ભાગમાં વહેંચાઇ ગયો. વચ્ચે બરાબર વેલડું રાખ્યું. એમ આખી સવારી ચાલી આવે છે.

         રાણા કરપડાએ સરલાના કોઠા ઉપરથી નજર કરી, વેલડું ઓળખ્યુ. એણે કહ્યું : ઝટ આલેકને બોલાવો બા ! આલેક એ સમયે સૂતો હતો અને એની આંખોમાં ભરણ ભરેલા હતા. મોં ધોઇને દુખતી આંખે એ આવ્યો ત્યારે રાણાએ આંગળી ચીંધાડીને કહ્યું કે બાપ આલક ! જો તો ખરો, તારી માની જાન હાલી આવતી છે. આવે ટાણે આલેક જેવો દીકરો ભારે રૂડો લાગતો હશે હો ! આલેકને જ•યોય પરમાણ !

         આલેકને તો આટલાય મહેંણાની જરુર નહોતી. એ હથિયાર લઇને ચડયો. ધાર ઉપર ચડીને જોયું તો ઠાકોરની સેના ઊભેલી. મોરબીનાં પાંચસો ભાલાં સૂરજનાં છેલ્લા કિરણોની સાંથે દાંડિયારાસ રમતા હતા. એક ઘોડી સૌથી એક મૂઠ આગળ મોખરે ઊભી હતી. ઉપર બેઠેલ અસવારના હાથમાં સોનાની કુંભળે ભાલું હતું. માથા ઉપર કનેરીબંધ નવઘરું હતું.

         એ જ ઠાકોર ! એમ બોલીને આલેકે ઘોડીને છુટ્ટી મૂકી દીધી. બંદૂકની ગોળી જેમ નિશાન પર જાય એમ એ ગયો. સામેથી સામટી બંદૂકોનો તાશેરો થયો. વીંધાતે શરીરે આલેકે મોવડી ઘોડેસવારને ઘોડી ભેટાડી દીધી. નવઘરાંનો પહેરનારો આલેકને પહેલે જ ભાલે પડયો. એક જ ભાલાના ઘા થી મોવડીને વીંધી નાખ્યો.

         પણ અહીં હકીકત એ છે કે એ નવઘરાવાળો અસવાર મોરબીનો ઠાકોર નહીં પણ કોઇ ખવાસ હતો, મતલબ કે મોરબીના ઠાકોરનો કોઇ હમશકલ હતો. ઠાકોર તો પોતે જ ચારણનું વહેણ પડયું ત્યારથી જ ચેતી ગયેલા. આલેકના આવતા પહેલા જ એણે પોતાનો પોશાક પેલા ખવાસને પહેરાવી દીધો હતો એટલે મરાયો હતો ખવાસ. ખવાસ પડયો. ઠાકોરે આલેકનું પારખું કરી લીધું. એને તો બસ આટલું જ કામ હતું. ફોજ લઇને એણે મોરબીના માર્ગે ઘોડા વહેતાં કર્યા.

         બીજી તરફ આલેકને અહીં પાંત્રીસ ઘા થયેલા. સરલાના કાઠીઓએ આલેકને ઝોળીમાં નાખવાની કોશિશ કરી ત્યારે આલેકે કહ્યું કે “ અરે ફટ, આલેક કયારેય પણ ઝોળીએ હોય નહીં, હું રાણા કરપડાનો દીકરો આલેક છું, આલેકને ઝોળી ના હોય !

       એમ કહીને આલેકે પોતાની જે ભેટ હતી એને પેટ પર કસકસાવીને બાંધી દીધી અને આલેકને ઘેર લાવવામાં આવ્યો. ઘરે આવીને બાપુને પગે લાગીને આલેકે કહ્યું કે : બાપુ હવે રામરામ કરું, મને હવે જવાની રજા આપો ! હવે બહું વસમું લાગે છે. ઝટ જમીન લીંપો.

     બાપુએ કહ્યું કે અરે દીકરા ઘરનો ડાયરો ઘરે નથી; આપણા સગાંવહાલાં હજું આવ્યા નથી, અને આલેક જેવો મારો દીકરો એમ મળ્યા વિનાનો થોડો કાંઇ જાય?

     આલેકે કહે : ભલે બાપુ.

     એની પડા વધતી જતી હતી, પણ એ ચૂંકારો પણ કરતો નથી. બાપુને કહે : બાપુ હવે ઝટ કરો, હવે તો કાળી આગ લાગી છે, હો!

     “ તો આપણે કસુંબો કાઢીએ, એમ કહીને એક બાપ આજે પોતાના શૂરવીર દીકરાને પોતાના હાથથી જ કસૂંબો લેવરાવે છે. કણબાવ્ય, ધોળિયું, આપળિયું, વેળાવદર વગેરે જેવા આજુબાજુનાં ગામડેથી સૌ સગાંવહાલાઓ આવી પહોચ્યાં. આલેકે સૌને રામરામ કર્યા અને કહ્યું કે : લ્યો બાપુ ત્યારે હવે આ ભેટ છોડી નાખું? આપશો રજા?

     અરે મારા બાપ ! આલેક મહેમાનોને વાળું કરાવ્યાં વિનાનો રાખશે મારો આલેક. માણસો વાતું કરશે કે આલેકડાએ સહુને ભૂખ્યા-તરસ્યા મસાણમાં ઢસડયા. મારો આલગો એમ ગામતરું કરે ને, પરોણા વાળું કર્યા વિનાના રહે?

     “ ઠીક છે બાપુ ! કહીને મરણને ખાળતો આલેક બેઠો રહ્યો. મહેમાનોએ વાળું કર્યા અને હોકા પીધા. પછી આલેકે સહુની સાથે હસીને વાતો કરી. ફરી બોલ્યો : “ હવે બાપુ મારે ને જમને તો વાદ થાય છે, હો !

     “ અરે આલગા, મારો આલેક આમ કાંઇ અધરાતે થોડો જાય? ગા ના ગાળા તો છુટવા દે, બાપ. હ્યવે વાર નથી.

   બાપ દીકરો વાતો કરે છે અને દાંત કાઢે છે, એમ કરતા કરતા પ્રાગડ વાસી. ગાયો વછુટી. આલેકે કહ્યું : બાપુ, હવે તો લાજ જશે હો, મારા પ્રાણ છુટે છે !

 મારો આલેક, તું તો કાઠીયાણીનો દીકરો. કાઠીયાણીના ધાવણ નો લાજે મારા બાપ! કાઠીયાણીનો દીકરો મારો આલેક ડાયરાને કદી કસુંબાની અંતરાય પાડે? હમણા ડાયરાને કસુંબો લેવરાવીને પછી છાશું પાણી કરએ. પછી સહુ હાલીએ, નહીંતર આ ડાયરો સ્મશાનમાં બગાહા ખાશે અને વગોવશે કે આલગાના મરણમાં દુ:ખી બહું થયા.

 કસુંબોને શિરામણ ઉકલી ગયા અને આલેકે કહ્યું: હવે બાપુ ?

“ બસ હવે ખુશીથી જા મારા બાપ ! પણ બેટા મારા આલેકડાને કાંઇ પાલખી ના હોય. મારો આલેક તો અસ્મેર ના ડગલા જ ભરે અને હાલીને જ સુરાપરીમાં જાય ને !

 આલેકે કહ્યું કે : બાપુ હવે તમે બહુ ગજબ કરો છો !

 બાપુ બોલ્યા : હોય બાપ હોય ! શૂરવીરના દીકરાને તો જીવતાય ગજબ ને મરે ત્યારેય ગજબ જ હોય.

         આલેક ઊઠયો, એને હાથમાં તલવાર લેવરાવવામાં આવી. ભેટ બાંધવામાં આવી. નવા કપડા અને પગમાં નવી મોજડીઓ પહેરાવવામાં આવી. કપાળે કેસર-ચંદનનું તિલક કરવામાં આવ્યું. ગળામાં હાર નાખ્યો. વાજતે ગાજતે આજ આલેક હાલી નીકળ્યો. સૌ ડાયરાની મોઢા આગળ આલેક હાલ્યો જાય છે. બહાર નીકળતા જ પોતાની જનેતા કાઠિયાણીને પણ આલેકે વંદન કર્યા છે. અટારી માથે ઊભા ઊભા જ માં એ આર્શીવાદ આપ્યા : ઘણું જીવો મારા પેટ, ધન્ય! મારા કુંવરને. તારા જેવો દીકરો દર વખતે મારા પેટ અવતરે એવા આર્શીવાદ સાથે માં રડે છે અને દીકરાને વિદાય કરે છે. આલેક માં ને અંતિમ વાર નિહાળીને હાલી નીલળ્યો. સ્મશાને આવી પહોચ્યો. ચેહ ખડકાઇ અને આલેક ચિત્તામાં બેઠો. શહુએ રામરામ કર્યા.

 બાપુએ પૂછયું કે : દીકરા આલેક કાંઇ કહેવુ છે?

         હા, બાપુ ! મારો કોલ છે કે મારા વંશનો કોઇ પણ હશે તેને ધીંગાણામાં કોઇ દીવસ ઉન્ાત્ય(ઉલટી) નહીં આવે. એટલું બોલીને એણે ઉત્તર દિશાનું ઓશીકું કર્યુ, ભેટ છોડી અને પ્રાણ પંખેરું ઊડી ગયું. એનું વરદાન આજે પણ સાચું પડે છે.

 “ આલેકડો આકાશ, વાળો વઢવાડયું કરે,

 કાઠી કાયા પાસ, રાડય ન મેલે રાણાઓત્ ”

Tuesday, May 25, 2021

સર્જનની સરવાણી-૩૯

 ઋષિબાળક-આરૂણી

        એકવાર પુરાણા સમયમાં એક વનમાં આરૂણ નામના ઋષિ રહેતા હતા. આ આરૂણ નામના ઋષિના ઘરે આરૂણી નામનો પુત્ર જન્મયો હતો કે જે ઘણો જ સંસ્કારી અને આજ્ઞાકારી હતો. પરંપરા પ્રમાણે આરૂણીના યજ્ઞોપવિત સંસ્કાર થયા અને તેને આચાર્ય ધ્યોમ્યનાં આશ્રમમાં ભણવા માટે મોકલવામાં આવ્યો. તે ખુબ જ ઝડપથી અને પુરા આદર સાથે વિદ્યા ગ્રહણ કરવા લાગ્યો. ત્યારના સમયમાં તો બાળકાનેે ભણવાની સાથે બીજા ઘણા બધા કામ કરવાનું કહેવામાં આવતું અને શીખવવામાં પણ આવતું હતું. જેના લીધે બાળકોમાં જીવન મૂલ્યોનું ઘડતર થતું હતું. આ આશ્રમોમાં ગરીબ-ધનવાન અને રાજા કે રંકના બાળકો સાથે મળીને જ વિદ્યા અભ્યાસ કરતા હતા.

        આચાર્યએ આરૂણીને આશ્રમના ખેતરો સંભાળવાનું કામ આપેલું હતું, જે તે પુરી નિષ્ઠા સાથે નિભાવતો હતો. એકવાર તે ખેતરમાં કામ કરતો હતો ત્યારે પાણી વાળવાના સમયે એકાએક નદીમાંથી આવતા પાણીનો પ્રવાહ વધવા લાગ્યો, અને ખેતરનો પાળો પણ તુટી ગયો જે કોઇ રીતે બંધાતો નહોતો.

         ઋષિએ કહેણ મોકલ્યું કે આડો બંધ કરવામાં આવે, તેમ છતાં પણ પાણીનો પ્રવાહ રોકાયો નહીં. આવા કટોકટીનાં સમયમાં આરૂણી મનોમન જ કોઇ નિશ્રય કરીને પોતે જ આ પાળાની આડો પોતાનું શરીર ટેકવીને સૂઇ ગયો. આમને આમ ઘણો સમય પસાર થઇ ગયો ને સાંજ પડી ગઈ. સાંજ થવા આવી છતાંં આરૂણી આવ્યો નહીં તો આચાર્યને ચિંતા થઇ અને પોતે કેટલાક શિષ્યોને લઇને તેની શોધ ખોળ કરવા નીકળ્યા. તેમણે જયારે આરૂણીને ખેતરની પાળાની આડો સૂતલો જોયો ત્યારે તેના આવા સર્મપણભાવ બદલ ખુબ જ પ્રસન્ન થયા અને તેને ખુબ ખુબ આર્શીવાદ આપ્યા. બીજા શિષ્યોને પણ એની પાસેથી પ્રેરણા લેવા માટે કહ્યું.

        અંતમાં, આરૂણી એક ઉત્તમ અને આજ્ઞાકારી શિષ્ય તરીકે નામના મેેળવીને ખુબ ખુબ આર્શીવાદ પ્રાપ્ત કરીને પોતાના ઘરે આવે છે. માતા પિતાની સેવા કરે અને પોતાના ગૃહસ્થ જીવનમાં પગલા પાડે છે. એક ઉત્તમ પુત્રની સાથે સર્વોત્તમ આજ્ઞાકારી શિષ્ય તરીકે હંમેશા માટે અમર થઇ જાય છે. તો બાળ મિત્રો તમે પણ આરૂણી જેવા બનશો ને ?

Sunday, May 23, 2021

સર્જનયાત્રાનું મંથન-૪

એક સભ્યતા તરીકે આપણું પતન કોઈ દુશ્મનના હાથે નહીં થાય. આપણું પતન આપણે ત્યાં આવનારી પેઢીને જે અજ્ઞાન અને નોનસેન્સ ભણાવવામાં આવે છે તેના કારણે થશે. જેમ માણસની બૌદ્ધિક ક્ષમતાને ઓછી આંકવા જેવી નથી, તેવી રીતે આપણી બેવકૂફીની તાકાતને પણ કમ આંકવા જેવી નથી. ઘણીવાર આપણે એટલી સ્પીડમાં પાછળ જતા હોઈએ છીએ કે આપણને એવો ભ્રમ થઈ જાય કે આપણે બધા કરતાં ઝડપથી ક્યાંક જઈ રહ્યા છીએ. જો કોઈ બેવકૂફ સૌથી વધુ જોખમી હોય, તો તે ભણેલો બેવકૂફ છે. ભણેલા બેવકૂફો સમાજમાં તેના જેવા બેવકૂકોને પ્રેરણા આપે છે એટલું જ નહીં, તેને એવી શંકાય નથી પડતી કે એ જે બોલે કે કરે છે તે નકરી બેવકૂફી છે.

21મી સદીમાં મોટાભાગની વિકસિત દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ જઈ રહી છે, ત્યારે આપણે બધા આર્ટિફિશિયલ સ્ટ્યૂપિડિટીનું સર્જન કરી રહ્યા છીએ. આ આધુનિકતાની દોડમાં માનવ પ્રગતિ ઘણી કરશે એવું લાગે છે પરંતુ એક સજ્જન માણસ તરીકે ઘણો પછાત રહી જશે, કે જેનામાં માનવીય સંવેદનાઓ મરી પરવારી હશે પછી ગમે તેવા રોબોટ પણ કામ નહિ આવે.

Saturday, May 22, 2021

આરોગ્ય સંહિતા

            વર્તમાન સમયમાં આપ સર્વનું આરોગ્ય સુખમય રહે અને આપ નિરોગી સ્વાસ્થ ભોગવો તેવી જ ઇશ્વરના  ચરણોમાં અભ્યર્થના સાથે આપના માટે પ્રસ્તૃત છે એક સરસ મજાનો આરોગ્ય વિષયક કલમ કે જેના નિયમિત પઠન અને આચરણ થકી તમે એક આનંદમય અને તાજગીસભર જીવન જીવશો. તો ચાલો કરીએ શરૂ...

·         ક - કસરત દરરોજ કરવી અને કોન્ફીડન્સ સાથે વાતો કરવી. કંકાસ કરવો નહીં.

·         ખ - ખોરાક ખાવામાં ખોટી ઉતાવળ ન કરવી અને ખોરાકનો બગાડ પણ કરવો નહીં.

·         ગ - ગુજરાતી વ્યંજનો જ ખાવો અને ગર્વ ન કરવો. ગુસ્સાવાળો સ્વભાવ ન રાખવો.

·         ઘ - ઘરમાં શાંતિમય વાતાવરણ જાળવો. ઘી-તેલનો વપરાશ ઓછો રાખવો.

·         ચ - ચિંતા ન કરવી અને સદાય ચિંતન-મનન કરવું. છાલતા રહેવાથી સ્વાસ્થય સુધરે.

·         છ - છળ-કપટ કરવા નહીં.

·         જ - જીવનશૈલીને નિયમિત રાખો. ઊત્તમ અને આરોગ્યપ્ર ખાઓ. જીવાબદાર બનો.

·         ઝ - ઝઘડા-કલેશથી સો- સો જોજન દુર રહેજો.

·         ટ - ટટ્ટાર બેસો અને કોઇની પણ ટીકા કે નિંદા ન કરવી.

·         ઠ - ઠાવકાઇ ન કરો. ઠગતાપૂર્ણ વ્યવહાર ન કરવો.

·         ડ - ડરને ભગાવો અને દરેક ડગલા કાળજીપૂર્વક ભરજો.

·         ઢ - ઢોંગ ન કરવો. ઢોલ સમાન કઠણ કાળજાવાળા બનવું.

·         ણ - વાંકા વેણ ન બોલવા. વાણીને પાણી સમાન અમૂલ્ય સમજવી.

·         ત - તુકારો ન કરવો અને તેલનો ખોરાકમાં મર્યાદિત ઉપયોગ કરવો.

·         થ - થડકો નહી. થાકો નહીં. થંભો પણ નહીં. અવિરત આગળ વધતા રહો.

·         દ - દયાળુ બનો. દાનવીર બનો અને દીલાવર પણ બનજો.

·         ધ - ધ્યાન કરો. ધર્મ કરો પણ ધર્માંધ ન બનશો. ધીરજ ધરજો.

·         ન - નારાજ ન થાવ. નમે તે સૌને ગમે એ યાદ રાખો. ના પાડવાની ટેવ વિકસાવો.

·         પ - પ્રસ્ન્નચિત્તે જીવન જીવો. પાણી અને પર્યાવરણ બચાવો. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડો.

·         ફ - ફિટ રહો અને ફેશનમાં સજાગ બનો. ફટાકડા ન ફોડશો, પર્યાવરણ દુષિત ન કરશો.

·         બ - બેચેન ન થાવ. બેકરીની આઇટમો ઓછી આરોગો. બગાડ કરશો જ નહીં.

·         ભ - ભામાશા જેવો સ્વભાવ બનાવો. ભોજન કરો અને ભોજન કરાવજો. ભજન કરવું.

·         મ - મીઠી વાણીનો પ્રયોગ કરવો. મહેનત કરવી અને માયાળું બનજો.

·         ય - યોગ-પ્રણાયામ અવશ્ય કરવા જોઇએ.

·         ર - રોગોને અટકાવો અને રાગડા ન તાણો. રાગ-Úેષ ન કરવો.

·         લ - લાલચ ન કરવી. લીલોતરી વાળો ખોરાક વધારે ખાવો જોઇએ.

·         વ - વ્યસન સદંતર બંધ કરવા જોઇએ. વચનમાં વિવેકી બનવું. વ્યાજ ન કરવું.

·         શ - શંકાશીલ ન બનવું. શત્રુતા ન કરવી અને શાંતિ જાળવવી.

·         સ - સદા સર્વદા સદાચારી બનજો અને સત્યનું આચરણ કરજો.

·         ષ - ષડદર્શનનો અભ્યાસ કરવો અને સૃષ્ટિના જીવોની રક્ષા કરવી.

·         હ - હંમેશા હસતા રહો અને હસાવતા રહો. હાનિ ન કરવી.

·         ક્ષ - ક્ષમા સમાન કોઇ ગુણ નથી એમ માની ક્ષમા આપવી.

·         જ્ઞ - જ્ઞાની બનવું પણ અભિમાન ન કરવું.

·         મજા પડી ગઇને મિત્રો તમને આરોગ્યની નવીન બારાખડી વાંચવાની. તો આવતા નવા વર્ષથી સંકલ્પ લઇને રોજ રોજ આ બારાખડીનું ગુણગાન કરતા રહો, વિચારીને મંથન કરતા રહો. હંમેશા નિરોગી રહો અને સ્વસ્થ ભારત મૂવમેન્ટમાં આગળ વધો.

 

Tuesday, May 18, 2021

સર્જનની સરવાણી-૩૮

શબ્દોમાંથી પ્રગટતો આનંદ, આનંદથી છલકાતા શબ્દો. 

કાકા સાહેબ કાલેલકર વંદના 

        તાજ મહેલ જોઇને એમણે લખ્યું હતુ, મરણ કરતાં સ્મરણ વધારે બળવાન છે. પોતે જ્ઞાનવૃધ્ધ તો યુવાવસ્થાથી હતા. વયવૃદ્ધ થયા ત્યારે સ્મરણશક્તિ થોડી નબળી પડી તો હસતાં હસતાં એવું કહેતા, વિસ્મરણ દ્વારા હું મરણનું રિહર્સલ કરી રહ્યો છું. આ મરણ કરતાં સ્મરણ વાળી વાત એમના પોતાના માટે પણ આજે મજબૂતીથી ઊભી છે. કાકાસાહેબ કાલેલકરનું મરણ થયાને વર્ષો વીત્યાં એ વાસ્તવ છે. સ્મરણ બળવાન છે એ આપણા સૌની અનુભૂતિ છે. એમના માટે જે કંઇ પણ વિશેષણ ઉપયોગમાં લેવાય છે એમાંથી મને એક શબ્દ અત્યંત સુસંગત લાગે છે એ છે સંસ્કૃતિપુરુષ.

        કોઇ ઝરણું ખડક પરથી વહેતું હોય કે ધોધરુપે એ પાણી નીચે પડતું હોય ત્યારે આપણે એનું બંધારણ માપવા નથી જતા, એમાં ક્યા તત્વો છે? એની પરખ નથી કરતા. એ પાણીમાં કદાચ કૂદતા પણ નથી. એની વાછટથી પુલકિત થઇએ છીએ એમ કાકા સાહેબના જીવન, સર્જન વિશે ઝાઝી વાત કરવાના બદલે એ સત્વશીલ, તત્વભર્યો પ્રવાહ પીધા કરવાનો આનંદ અનેરો છે. આનંદ કાકાસાહેબનો પોતાનો પણ સ્થાયીભાવ હતો. નારાયણ દેસાઇએ કાકાસાહેબ વિશે લખ્યું છે એ અનુસાર કાં કોઇ કવિ કે કલાકાર હોય, કાં સર્વત્ર હરિદર્શી આધ્યાત્મિક પુરુષ હોય તે જ સમસ્ત સૃષ્ટિમાંથી આમ આનંદ માણી શકે.

            કાકાસાહેબે જે આનંદ માણ્યો એ વહેંચ્યો પણ ખરો. એમ કહીએ કે રંગની માફક ઊડાડ્યો. કિશોરલાલ મશરુવાળાએ કાકા સાહેબને જીવતો જાગતો જ્ઞાનનિધિ કહ્યા છે. આપણને કાકા સાહેબનું સ્મરણયાત્રા પુસ્તક સ્મરે, પાઠ્યપુસ્તકમાં આવતું દત્તુનું પ્રકરણ યાદ આવે. નગાધિરાજ હિમાલય એવો પાઠ પણ યાદ આવે. ત્યારે પાઠ્યપુસ્તક પણ સાહિત્યકૃતિ જેવા છપાતાં. હવે કેટલીક સાહિત્યકૃતિઓ પાઠ્યપુસ્તક જેવી થતી જાય છે- એકાદ વર્ષમાં ભૂલાઇ જાય એવી. હા, તો આપણને એ સ્મરણયાત્રા, હિમાલયનો પ્રવાસ એવા પુસ્તક યાદ આવે. એમના પ્રવાસ વર્ણનો તો અદભૂત. પત્રો અને ડાયરીના શબ્દોમાંથી પણ સાક્ષરપણું જડે.

            ફાધર વાલેસની જેમ આપણે કાકા સાહેબને સવાઇ ગુજરાતી કહીએ છીએ. મહારાષ્ટ્ર એમનું વતન અને કર્ણાટકનું બેલગાંવ જન્મસ્થાન હોવા છતાં એમણે ગુજરાતીમાં આવું બળુકું ગદ્યસર્જન કર્યું. તેઓ ગયા હતા રવીન્દ્રનાથ પાસે-શાંતિ નિકેતનમાં. ગાંધીજી નામના ચુંબકે જેમ સ્વામી આનંદ, વિનોબા, સરદાર પટેલ જેવી વિભૂતિઓને પોતાના તરફ આકર્ષી એમ કાકા સાહેબ પણ એ તરફ ખેંચાયા. હું જેને ગાંધી ગેલેક્સી કહું છું એ શ્રૃંખલાના તેજોમય નક્ષત્ર સમાન આપણા કાકા સાહેબ. કાકા સાહેબ મૂળ ભદ્રસંસ્કૃતિનું વ્યક્તિત્વ. ગાંધી ગેલેક્સીના એ સદસ્ય રહ્યા. ગાંધીજીની સાથે રહેવા છતાં એમનું અલગ પોત જળવાયું.

            રાષ્ટ્રભાષાના પ્રચાર માટે એમણે કરેલું કામ ઉલ્લેખનીય છે એમ નહીં, સૂવર્ણઅક્ષરે અંકિત છે. હા, થોડી ધૂળ ખંખેરવાની અત્યારના સંજોગમાં જરુર છે. પ્રવાસ વર્ણન લખ્યા ત્યારથી એમણે ગુજરાતીમાં લખવાની શરુઆત કરી. કિશોરલાલ મશરુવાળા, નરહરિ પરીખ જેવા સમર્પિત સાથીઓ હતા લખવામાં સહાય કરતા. પહેલાં તો કાકા સાહેબ મરાઠીમાં બોલતા અને કિશોરલાલભાઇ એનું ગુજરાતી કરીને લખી આપતા. સાહિત્યકાર તો એ ખરા, નિબંધકાર,પ્રવાસવર્ણનકાર તરીકેની પ્રતિભા પણ જગતની સામે છે. ઓતરાદી દીવાલો તો કેટલું સરસ પુસ્તક...! પરંતુ એ ખરા અર્થમાં કેળવણીકાર હતા. નારાયણ દેસાઇને ફરી યાદ કરીએ એમણે લખ્યું છેઃ કેટલાક લોકો એવા હોય છે જેની સાથે રહેવું એ જ શિક્ષણ આપનાર બની જાય છે.

        કાકા સાહેબ એક આવા જ શિક્ષક હતા. પ્રવાસ વર્ણનમાં આપણને ભારત ભ્રમણ કર્યાનો અહેસાસ થાય. અને માત્ર ભારત નહીં અન્ય દેશોની વાત પણ એવી રીતે આવે. એટલે જ કાકા સાહેબ ભારતીય સંસ્કૃતિપુરુષ નહીં, સંસ્કૃતિ પુરુષ હતા. 

 કાકા સાહેબ કાલેલકરની સ્મરણયાત્રા ( વોટ્સએપ પરથી મળેલા મોતી )

Sunday, May 16, 2021

સર્જનયાત્રાનું મંથન-૩

 

"જે ખોટું છે તેને બહુમતી લોકો માનતા થઈ જાય એટલે એ સાચું ના થઇ જાય," એવું લિયો ટોલ્સટોએ કહ્યું હતું, પંરતુ આપણો અનુભવ જુદી જ હકીકત બયાન કરે છે. આપણે અત્યારે એવા સમયમાં જીવીએ છીએ, જેમાં એક પરિસ્થિતિમાં જે વાત ખોટી છે, તે અન્ય પરિસ્થિતિમાં ઉચિત થઈ જાય છે. હાલની દુનિયામાં નૈતિકતા ઓબ્જેક્ટિવ નથી. દરેક સદાચાર સંજોગો અને વ્યક્તિ આધારિત છે. હત્યા કરવી ગલત છે, પણ વિચારધારા માટે હત્યા કરવી યોગ્ય ગણાય છે અથવા બહુમતી લોકો યુદ્ધ કરે તો સામુહિક હત્યા જાયજ બની જાય છે. એક વ્યક્તિ કે એક સમાજ જેને ઉચિત ગણે, તે બીજી વ્યક્તિ કે બીજા સમાજ માટે અનુચિત હોય છે. ભારતમાં ઘણા લોકોને ગાંધીજી ખોટા લાગે છે. એનું કારણ ગાંધીજી નહીં, આજની પરિસ્થિતિમાં છે. આ દેશમાં અમુક સામાજિક-રાજકીય સમસ્યાઓ હલ નથી થતી, તેનું કારણ આ વિરોધાભાસ છે. શું સાચું અને શું ગલત છે, તે સંજોગો અને વ્યક્તિની હેસિયત નક્કી કરે છે. અને એ આપણી ટ્રેજેડી છે.

Tuesday, May 11, 2021

સર્જનની સરવાણી-૩૭

આપણા પોતાના જ નાના નાના બાળકોને આવી ધોમધખતા તાપમાં વેકેશન બેચમાં અને એકસ્ટ્રા સ્કિલ ડેવલોપમેન્ટના કલાસમાં જતા જોવ છું ત્યારે કાર્બનથી કેરી પકવતા વેપારીની યાદ આવી જાય છે. તો શું કરવું કે જેનાથી તમારું બાળક કાંઈક નવું એવું શીખી શકે જે એને એક સારો માણસ બનાવે અને તમારા સંબંધો પ્રેમભર્યા બનાવે, એ પોતાના જીવનને પણ એક ઊર્ધ્વદિશામાં લઇ જઇ શકે?

        આપણા આ બાળકોને શાળાના વેકેશન દરમિયાન મૂવી કે શોપિંગ પર લઇ જવા કરતા કાંઇક એવું નવું કરી શકાય કે જેનાથી બાળકનું ઘડતર થાય અને જો આવા નવીન ઉપાયો કરીએ તો આપણે પણ આપણા બાળપણને માણવાનો મોકો ન ચૂકીયે. જેમકે તેમને નજીકની બેંકમાં લઈ જાવ અને સમજાવો કે બેંકવાળા કઇ રીતે કામ કરે છે અને તેમની કામગીરી વિશે માહિતગાર કરો. તેમને અનાથાશ્નમમાં લઈ જાવ અને સમજાવો કે આ અનાથ બાળકોની સરખામણીમાં તેમને કેટલી સગવડો પ્રાપ્ત થઇ છે. તે સગવડોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતા પણ શીખવજો. વૃધ્ધાશ્નમમાં લઇ જાવ અને સમજાવો કે વૃધ્ધોને પણ કેટલી તકલીફ પડતી હોય છે જેનાથી તેમની માનસિકતા બદલાશે અને બીજાને મદદ કરવાની ભાવના પણ જાગૃત થશે. વડીલોનું માન-સન્માન કરવાનું શીખશે.

        તેમને બહાર રમવા જતી વખતે નાસ્તાના ડબ્બાની સાથે ચોકલેટ પણ આપો અને એના મિત્ર સાથે શેરિંગ કરવાનું કહેજો. એને આપવાનો આનંદ શું છે તે પણ સમજાવું જોઇએ ? જાણે-અજાણ્યે આપણે આ કોઇને આપતો નહીં એમ કહીને એને સ્વાર્થ શીખવાડીએ છીએ. નાના નાના છોડ-રોપા લાવી આપો અને કહો કે આને વાવવાની તેમજ મોટું કરવાની જવાબદારી તારી છે. તેના લાભ તેમને સમજાવો. દરરોજ કાળજી લેવાની થતી હોવાથી નિયમિતતા કેળવાશે, પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ પણ વધશે

        તેમની હાજરીમાં જ રકતદાન કરજો અને તેના ઉપયોગ-ફાયદાઓ સમજાવો. તેનાથી બીજા માટે કાંઈ કરવાની ભાવના જાગૃત થશે. તેમને સરકારી હોસ્પિટલમાં લઈ જાઓ અને બતાવો કે લોકો કેવી પીડાનો ભોગ બને છે. શકય હોય તો શકિત પ્રમાણે દર્દીઓને ફાળો આપજો. તેમને સમજાશે કે લાપરવાહીથી વાહન ચલાવવાથી કે ઝઘડો કરવાથી કે અન્ય કોઇ રીતે ઈજા પહોંચે તો કેટલું દર્દ સહન કરવું પડે છે. તેમને નજીકના પોલીસ ચોકી પર લઇ જાવ અને સમજાવો કે પોલીસ કઇ રીતે કામ કરે છે અને આપણને કઇ રીતે મદદ કરે છે. ગુનો કરવાથી મળતી સમજાથી મળતી સજા કે શિક્ષાથી પણ માહિતગાર કરજો જેનાથી તેના વાણી-વર્તનમાં સજાગતા આવશે.

        વતનમાં રહેતા વડીલો પાસે લઈ જાઓ જેનાથી તેમનો દાદ-દાદી અને બા-બાપુજી તેમજ નાના-નાની કે આઇ-આતા સાથેનો લગાવ જળવાઈ રહેશે. ખુલ્લી હવામાં, બગીચામાં, અગાશી પર એકાંતમાં તેમની સાથે સમય પસાર કરો અને વાર્તા કરજો. તેને તમારા નાનપણની વાતો કરો જે તેને ખુબ ગમશે. તેમની ભાવના સમજવાનો પ્રય્તન કરો. તેમના દિલની વાત જરૂરથી સાંભળજો. જે તમે વ્યસ્ત જીવનમાં નથી માણી શકયા તે માણજો.

        તેમની આ ભાવના કે ઈચ્છાઓને યોગ્ય વળાંક આપો. મોબાઈલ સાઇડ પર મૂકીને અને હા જયારે પણ એક બાળક સાથે સમય પસાર કરો છો ત્યારે બને ત્યાં સુધી બીજા બાળકને યાદ કરવાની કે એની સાથે સરખામણી કરવાની કોશિશ કરવી નહીં. આ મારા વિચાર છે, તમારા અલગ હોઈ શકે છે.

 

(સંદેશના કોલમીસ્ટ ડો.અશોક પટેલની પ્રેરણા થકી સંપાદન અને વિચારોનું વાવેતર કરવાનો નમ્ર પ્રયાસ આપને ગમશે એવી આશા સાથે સાભાર )

વિવેકાનંદની વાણી: મણકો-૫

          


          જીવનના સર્વતોમુખી વિકાસ માટે માત્ર ભણતર જ નહીં પરંતુ ગણતર વાળું ભણતર પણ જરૂરી છે. શિક્ષણ એ ચારિત્ર્ય ઘડતર કરવાની કેળવણી આપે એવી વાત સ્વામી વિવેકાનંદ હંમેશા પોતાના વક્તવ્યોમાં કરતાં રહેતા. એટલા માટે જ એમના એ વક્તવ્યો આજે પણ એટલા જ સરળ અને સાચા અર્થમાં ગળે ઉતરી જાય એવા છે. વર્તમાન શિક્ષણ માત્ર બાળકો અને યુવાનોને મશીન જેવુ કાર્ય કેમ કરી શકાય એ જ શીખવે છે. જ્યારે જીવનમાં તો એ મશીન સાથે નહીં પરંતુ માણસ સાથે કોઈ કામ પાર પાડવાનું બને ત્યારે માનવતાલક્ષી કેળવણી જ જીવનમાં ઉપયોગી બને છે એ વાતનું ધ્યાન રાખીને શિક્ષણની જ્યોતને પ્રજવલિત કરવાની છે.

            એકવાર એક તોફાની છોકરાને પ્રવુતિમય રાખવા માટે એનાં પિતાએ ભારતના નકશાનાં ટુકડાઓ આપીને કહ્યું કે " તું આમાંથી ભારતનો આખો નકશો બનાવી દે. " પિતાએ વિચાર્યું કે છોકરાને તો કઈં ભૂગોળનું જ્ઞાન નથી એટલે એ જુદા-જુદા રાજ્યોના ટુકડાઓને વ્યવસ્થિત જોડવામાં જ આખો દિવસ રોકાયેલો રહેશે ત્યારે હવે એ મને મારા કોઈ કામમાં દખલ નહીં કરે. પણ પિતાના  કુતૂહલની વચ્ચે છોકરો તો થોડી જ વારમાં પેલો નકશો જોડીને આવ્યો અને બોલ્યો, "લ્યો આ ભારતનો નકશો" પિતાએ પૂછ્યું કે તે આખો નકશો આટલો જલ્દી કેવી રીતે બનાવ્યો. જવાબમાં તેણે જણાવ્યું કે, ' હું નકશાનાં જુદા-જુદા ભાગોને જોડવામાં મહેનત કરી રહ્યો હતો , પણ કઈં ગોઠવાતું નહોતું ત્યારે મારી નજર નકશાનાં પાછળના ભાગ પર પડી. પાછળ તો મનુષ્યનું ચિત્ર હતું. પછી મે માણસના શરીરના જુદા-જુદા ભાગોને જોડી દીધા તો પાછળની બાજુએ ભારતનો સાચો નકશો પણ બની ગયો. 

           આમ, આવી જ વાત પરથી સ્વામી વિવેકાનંદ પણ એટલું જ કહેવા માંગે છે કે, પહેલા મનુષ્યને પૂર્ણ બનાવો એટલે માણસ આપો આપ એક સંપૂર્ણ રાષ્ટ્રનું નિર્માણ કાર્ય કરી જ નાખશે. આવું રાષ્ટનું નિર્માણ એ રાષ્ટ્રના નાગરિકોના ચરિત્ર્યના ઘડતર વિના થઈ શકે નહીં. માત્ર લોકસભા કે રાજ્યસભામાં કાયદાઓ બનાવીને આપણે રાષ્ટ્રનું ચિત્ર બદલી શકતા નથી. ભલે આપણી પાસે નવા-નવા કાયદાઓ આવે, પણ માત્ર એનાથી કઈં જ ફરક પડી જવાનો નથી, કારણ કે જે દિવસે નવો કાયદો આવે, એ જ દિવસે એની છટકબારી પણ શોધી કાઢવામાં આવે છે. એટલે જ્યાં સુધી નાગરિકોનું ચારિત્ર્ય ઘડતર નહીં થાય ત્યાં સુધી ભ્રષ્ટાચાર જશે નહીં અને ત્યાં સુધી રાષ્ટ્રનું પુનઃ નિર્માણ શક્ય નથી.

વિવેકાનંદની વાણી : માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે જ શિક્ષણ.

Monday, May 10, 2021

સર્જનયાત્રાનું મંથન-૨

ભણતરની વિભાવના   

કોઇપણ માણસને એક વિષયમાં પારંગત બનાવવો એ પૂરતું નથી. તેથી તે એક ઉપયોગી યંત્ર બને છેપણ સર્વાંગી વ્યકિતત્વ પ્રાપ્ત કરી શકે નહી. એ માટે તો દરેક વિધાર્થીએ મૂલ્યોને માટે સાચી સમજણ અને જીવંત ઊર્મિ કેળવવા જરુરી છે. નવી ઊગતી પેઢીને જે શિક્ષણ આપવાનું કાર્ય કરે છે તેવા વિદ્યાવાચસ્પતિઓના વ્યકિતગત સંપર્ક દ્વારા જ આ કાર્ય થઇ શકે છેજે પાઠયપુસ્તકો વડે ક્યારેય પણ થાય નહિ.

    હરિફાઇની પ્રગતિ અને તરત જ ઉપયુકત બની શકે એવા હેતુવાળા અપરિપકવ નિષ્ણાતીકરણ પર અજુગતો ભાર મૂકવાથી તો જેના પર આ સાંસ્કૃતિક જીવનનો આધાર છે તેના જ આત્માનો નાશ થાય છે. જીવંત કેળવણી માટે એ જરુરી છે કે નવા ઊગતા માનવમાં સ્વતંત્ર વિવેકશકિતનો વિકાસ થાય. આજે તો તેના પર જ ઘણા વિષયોનો ભાર નાખીને આ મૂળભુત મૂલ્યોનો જ ભોગ આપવામાં આવે છે.

     દરેક બાળકોને શિક્ષણ તો એવું હોવું જોઇએ કે તેને જે કાંઇ આપવામાં આવે તે તેને મૂલ્યવાન બક્ષિસ લાગવી જોઇએ નહિ કે કડવી ફરજ.