Sunday, May 16, 2021

સર્જનયાત્રાનું મંથન-૩

 

"જે ખોટું છે તેને બહુમતી લોકો માનતા થઈ જાય એટલે એ સાચું ના થઇ જાય," એવું લિયો ટોલ્સટોએ કહ્યું હતું, પંરતુ આપણો અનુભવ જુદી જ હકીકત બયાન કરે છે. આપણે અત્યારે એવા સમયમાં જીવીએ છીએ, જેમાં એક પરિસ્થિતિમાં જે વાત ખોટી છે, તે અન્ય પરિસ્થિતિમાં ઉચિત થઈ જાય છે. હાલની દુનિયામાં નૈતિકતા ઓબ્જેક્ટિવ નથી. દરેક સદાચાર સંજોગો અને વ્યક્તિ આધારિત છે. હત્યા કરવી ગલત છે, પણ વિચારધારા માટે હત્યા કરવી યોગ્ય ગણાય છે અથવા બહુમતી લોકો યુદ્ધ કરે તો સામુહિક હત્યા જાયજ બની જાય છે. એક વ્યક્તિ કે એક સમાજ જેને ઉચિત ગણે, તે બીજી વ્યક્તિ કે બીજા સમાજ માટે અનુચિત હોય છે. ભારતમાં ઘણા લોકોને ગાંધીજી ખોટા લાગે છે. એનું કારણ ગાંધીજી નહીં, આજની પરિસ્થિતિમાં છે. આ દેશમાં અમુક સામાજિક-રાજકીય સમસ્યાઓ હલ નથી થતી, તેનું કારણ આ વિરોધાભાસ છે. શું સાચું અને શું ગલત છે, તે સંજોગો અને વ્યક્તિની હેસિયત નક્કી કરે છે. અને એ આપણી ટ્રેજેડી છે.

No comments:

Post a Comment