Tuesday, May 25, 2021

સર્જનની સરવાણી-૩૯

 ઋષિબાળક-આરૂણી

        એકવાર પુરાણા સમયમાં એક વનમાં આરૂણ નામના ઋષિ રહેતા હતા. આ આરૂણ નામના ઋષિના ઘરે આરૂણી નામનો પુત્ર જન્મયો હતો કે જે ઘણો જ સંસ્કારી અને આજ્ઞાકારી હતો. પરંપરા પ્રમાણે આરૂણીના યજ્ઞોપવિત સંસ્કાર થયા અને તેને આચાર્ય ધ્યોમ્યનાં આશ્રમમાં ભણવા માટે મોકલવામાં આવ્યો. તે ખુબ જ ઝડપથી અને પુરા આદર સાથે વિદ્યા ગ્રહણ કરવા લાગ્યો. ત્યારના સમયમાં તો બાળકાનેે ભણવાની સાથે બીજા ઘણા બધા કામ કરવાનું કહેવામાં આવતું અને શીખવવામાં પણ આવતું હતું. જેના લીધે બાળકોમાં જીવન મૂલ્યોનું ઘડતર થતું હતું. આ આશ્રમોમાં ગરીબ-ધનવાન અને રાજા કે રંકના બાળકો સાથે મળીને જ વિદ્યા અભ્યાસ કરતા હતા.

        આચાર્યએ આરૂણીને આશ્રમના ખેતરો સંભાળવાનું કામ આપેલું હતું, જે તે પુરી નિષ્ઠા સાથે નિભાવતો હતો. એકવાર તે ખેતરમાં કામ કરતો હતો ત્યારે પાણી વાળવાના સમયે એકાએક નદીમાંથી આવતા પાણીનો પ્રવાહ વધવા લાગ્યો, અને ખેતરનો પાળો પણ તુટી ગયો જે કોઇ રીતે બંધાતો નહોતો.

         ઋષિએ કહેણ મોકલ્યું કે આડો બંધ કરવામાં આવે, તેમ છતાં પણ પાણીનો પ્રવાહ રોકાયો નહીં. આવા કટોકટીનાં સમયમાં આરૂણી મનોમન જ કોઇ નિશ્રય કરીને પોતે જ આ પાળાની આડો પોતાનું શરીર ટેકવીને સૂઇ ગયો. આમને આમ ઘણો સમય પસાર થઇ ગયો ને સાંજ પડી ગઈ. સાંજ થવા આવી છતાંં આરૂણી આવ્યો નહીં તો આચાર્યને ચિંતા થઇ અને પોતે કેટલાક શિષ્યોને લઇને તેની શોધ ખોળ કરવા નીકળ્યા. તેમણે જયારે આરૂણીને ખેતરની પાળાની આડો સૂતલો જોયો ત્યારે તેના આવા સર્મપણભાવ બદલ ખુબ જ પ્રસન્ન થયા અને તેને ખુબ ખુબ આર્શીવાદ આપ્યા. બીજા શિષ્યોને પણ એની પાસેથી પ્રેરણા લેવા માટે કહ્યું.

        અંતમાં, આરૂણી એક ઉત્તમ અને આજ્ઞાકારી શિષ્ય તરીકે નામના મેેળવીને ખુબ ખુબ આર્શીવાદ પ્રાપ્ત કરીને પોતાના ઘરે આવે છે. માતા પિતાની સેવા કરે અને પોતાના ગૃહસ્થ જીવનમાં પગલા પાડે છે. એક ઉત્તમ પુત્રની સાથે સર્વોત્તમ આજ્ઞાકારી શિષ્ય તરીકે હંમેશા માટે અમર થઇ જાય છે. તો બાળ મિત્રો તમે પણ આરૂણી જેવા બનશો ને ?

No comments:

Post a Comment