Monday, May 10, 2021

સર્જનયાત્રાનું મંથન-૨

ભણતરની વિભાવના   

કોઇપણ માણસને એક વિષયમાં પારંગત બનાવવો એ પૂરતું નથી. તેથી તે એક ઉપયોગી યંત્ર બને છેપણ સર્વાંગી વ્યકિતત્વ પ્રાપ્ત કરી શકે નહી. એ માટે તો દરેક વિધાર્થીએ મૂલ્યોને માટે સાચી સમજણ અને જીવંત ઊર્મિ કેળવવા જરુરી છે. નવી ઊગતી પેઢીને જે શિક્ષણ આપવાનું કાર્ય કરે છે તેવા વિદ્યાવાચસ્પતિઓના વ્યકિતગત સંપર્ક દ્વારા જ આ કાર્ય થઇ શકે છેજે પાઠયપુસ્તકો વડે ક્યારેય પણ થાય નહિ.

    હરિફાઇની પ્રગતિ અને તરત જ ઉપયુકત બની શકે એવા હેતુવાળા અપરિપકવ નિષ્ણાતીકરણ પર અજુગતો ભાર મૂકવાથી તો જેના પર આ સાંસ્કૃતિક જીવનનો આધાર છે તેના જ આત્માનો નાશ થાય છે. જીવંત કેળવણી માટે એ જરુરી છે કે નવા ઊગતા માનવમાં સ્વતંત્ર વિવેકશકિતનો વિકાસ થાય. આજે તો તેના પર જ ઘણા વિષયોનો ભાર નાખીને આ મૂળભુત મૂલ્યોનો જ ભોગ આપવામાં આવે છે.

     દરેક બાળકોને શિક્ષણ તો એવું હોવું જોઇએ કે તેને જે કાંઇ આપવામાં આવે તે તેને મૂલ્યવાન બક્ષિસ લાગવી જોઇએ નહિ કે કડવી ફરજ.     

No comments:

Post a Comment