Saturday, May 22, 2021

આરોગ્ય સંહિતા

            વર્તમાન સમયમાં આપ સર્વનું આરોગ્ય સુખમય રહે અને આપ નિરોગી સ્વાસ્થ ભોગવો તેવી જ ઇશ્વરના  ચરણોમાં અભ્યર્થના સાથે આપના માટે પ્રસ્તૃત છે એક સરસ મજાનો આરોગ્ય વિષયક કલમ કે જેના નિયમિત પઠન અને આચરણ થકી તમે એક આનંદમય અને તાજગીસભર જીવન જીવશો. તો ચાલો કરીએ શરૂ...

·         ક - કસરત દરરોજ કરવી અને કોન્ફીડન્સ સાથે વાતો કરવી. કંકાસ કરવો નહીં.

·         ખ - ખોરાક ખાવામાં ખોટી ઉતાવળ ન કરવી અને ખોરાકનો બગાડ પણ કરવો નહીં.

·         ગ - ગુજરાતી વ્યંજનો જ ખાવો અને ગર્વ ન કરવો. ગુસ્સાવાળો સ્વભાવ ન રાખવો.

·         ઘ - ઘરમાં શાંતિમય વાતાવરણ જાળવો. ઘી-તેલનો વપરાશ ઓછો રાખવો.

·         ચ - ચિંતા ન કરવી અને સદાય ચિંતન-મનન કરવું. છાલતા રહેવાથી સ્વાસ્થય સુધરે.

·         છ - છળ-કપટ કરવા નહીં.

·         જ - જીવનશૈલીને નિયમિત રાખો. ઊત્તમ અને આરોગ્યપ્ર ખાઓ. જીવાબદાર બનો.

·         ઝ - ઝઘડા-કલેશથી સો- સો જોજન દુર રહેજો.

·         ટ - ટટ્ટાર બેસો અને કોઇની પણ ટીકા કે નિંદા ન કરવી.

·         ઠ - ઠાવકાઇ ન કરો. ઠગતાપૂર્ણ વ્યવહાર ન કરવો.

·         ડ - ડરને ભગાવો અને દરેક ડગલા કાળજીપૂર્વક ભરજો.

·         ઢ - ઢોંગ ન કરવો. ઢોલ સમાન કઠણ કાળજાવાળા બનવું.

·         ણ - વાંકા વેણ ન બોલવા. વાણીને પાણી સમાન અમૂલ્ય સમજવી.

·         ત - તુકારો ન કરવો અને તેલનો ખોરાકમાં મર્યાદિત ઉપયોગ કરવો.

·         થ - થડકો નહી. થાકો નહીં. થંભો પણ નહીં. અવિરત આગળ વધતા રહો.

·         દ - દયાળુ બનો. દાનવીર બનો અને દીલાવર પણ બનજો.

·         ધ - ધ્યાન કરો. ધર્મ કરો પણ ધર્માંધ ન બનશો. ધીરજ ધરજો.

·         ન - નારાજ ન થાવ. નમે તે સૌને ગમે એ યાદ રાખો. ના પાડવાની ટેવ વિકસાવો.

·         પ - પ્રસ્ન્નચિત્તે જીવન જીવો. પાણી અને પર્યાવરણ બચાવો. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડો.

·         ફ - ફિટ રહો અને ફેશનમાં સજાગ બનો. ફટાકડા ન ફોડશો, પર્યાવરણ દુષિત ન કરશો.

·         બ - બેચેન ન થાવ. બેકરીની આઇટમો ઓછી આરોગો. બગાડ કરશો જ નહીં.

·         ભ - ભામાશા જેવો સ્વભાવ બનાવો. ભોજન કરો અને ભોજન કરાવજો. ભજન કરવું.

·         મ - મીઠી વાણીનો પ્રયોગ કરવો. મહેનત કરવી અને માયાળું બનજો.

·         ય - યોગ-પ્રણાયામ અવશ્ય કરવા જોઇએ.

·         ર - રોગોને અટકાવો અને રાગડા ન તાણો. રાગ-Úેષ ન કરવો.

·         લ - લાલચ ન કરવી. લીલોતરી વાળો ખોરાક વધારે ખાવો જોઇએ.

·         વ - વ્યસન સદંતર બંધ કરવા જોઇએ. વચનમાં વિવેકી બનવું. વ્યાજ ન કરવું.

·         શ - શંકાશીલ ન બનવું. શત્રુતા ન કરવી અને શાંતિ જાળવવી.

·         સ - સદા સર્વદા સદાચારી બનજો અને સત્યનું આચરણ કરજો.

·         ષ - ષડદર્શનનો અભ્યાસ કરવો અને સૃષ્ટિના જીવોની રક્ષા કરવી.

·         હ - હંમેશા હસતા રહો અને હસાવતા રહો. હાનિ ન કરવી.

·         ક્ષ - ક્ષમા સમાન કોઇ ગુણ નથી એમ માની ક્ષમા આપવી.

·         જ્ઞ - જ્ઞાની બનવું પણ અભિમાન ન કરવું.

·         મજા પડી ગઇને મિત્રો તમને આરોગ્યની નવીન બારાખડી વાંચવાની. તો આવતા નવા વર્ષથી સંકલ્પ લઇને રોજ રોજ આ બારાખડીનું ગુણગાન કરતા રહો, વિચારીને મંથન કરતા રહો. હંમેશા નિરોગી રહો અને સ્વસ્થ ભારત મૂવમેન્ટમાં આગળ વધો.

 

No comments:

Post a Comment