Friday, February 21, 2020

મહાન ગણિતજ્ઞ-3 : થેઈલ્સ

નમસ્કાર ગણિતના રસિકોને અને ગણિત જેમને ખુબ જ વ્હાલું હતું તેમજ જેમના ઘરના આંગણા ઉપર “ જેમને ભૂમિતિનું જ્ઞાન ન હોય તેમણે મારા ઘરે આવવું નહિ ” એમ લખેલું હતું એવા પ્લેટોને યાદ કરીને આજે આપણે મહાન ગણિતજ્ઞ થેઇલ્સ વિશે જાણીએ...

        એક જમાનામાં આકાશમાં નિરીક્ષણ કરવા માટે દુરબીન જેવા આદ્યુનિક સાદ્યનો નહોતા એવાં સમયે એક માણસ આકાશદર્શન કરવામાં એટલો તલ્લીન બની ગયો હતો કે તેણે રસ્તામાં આવેલો ખાડો પણ દેખાયો નહિં, અને ખાડામાં પડી ગયો. ત્યારે રસ્તામાં એક ડોશીમાંએ તેને કહ્યું કે “ તમારા પગ પાસે શું છે તે ન જોઈ શકો તો આકાશદર્શન કરવાથી કાંઇ મળવાનું નથી. આવી પ્રચલિત વાયકાઓ અનુસાર જે માણસ ખાડામાં પડી ગયો હતો તેનું નામ હતું થેઇલ્સ.

થેઇલ્સ પોતે મિલિટ્સનો વેપારી હતો. આ મિલિટ્સ એટલે અત્યારનું તુર્કી રાષ્ટ્ર છે. ગામના જાહેર કામોમાં તે ખુબ જ રસ લેતો . એ સમયે તેણે ઇજીપ્તની મુલાકાત લીધી ત્યારે તેણે ત્યાં વેપારધંધાની સાથે ભૂમિતિનો અભ્યાસ પણ કર્યો. તેની તેજસ્વીતાને કારણે તેણે ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતું. તેઓ એ સમયના બુધ્ધિમાન વ્યકિત કહેવાતા. તે માનતા હતા કે પૃથ્વીની ઉત્પતિ પણ કોઇ કુદરતી ઘટનાને કારણે થયેલી હોવી જોઇએ.

        એમણે ધરતીકંપ અંગે સંશોધનો કરીને જણાવ્યું કે આ એક કુદરતી ઘટના છે. તેમણે ગ્રહ્યણ અંગે પણ ઘણી જ સચોટ આગાહીઓ કરેલી. ૧૮ વર્ષ અને ૧૧ દિવસે ફરીને ગ્રહણ ફરી આવે છે એવું એમણે જણાવ્યું હતું. તેઓ ગ્રીસના મહાન વિચારક પણ હતા અને તેમણે ગણિત ક્ષેત્રે ઘણી સાબિતીઓ આપી હતી. ઉદાહરણ તરીકે “વ્યાસથી વર્તુળના બે સમાન ભાગ થાય છે ”

(આ લેખન સંપાદન માટે વિકિપીડિયા અને શ્રી ભાલચંદ્રજાની સાહેબના પુસ્તક-વિશ્વના

 મહાન ગણિતશાસ્ત્રીઓ નો આધાર લેવામાં આવ્યો છે.)

Thursday, February 13, 2020

વિશ્વની ભાષાઓનો વૈભવ

         મિત્રો આપણી આ અજનબી દુનિયામાં દરેક ગામ, શહેર અને પ્રદેશની સાથે અલગ-અલગ દેશમાં પણ અલગ-અલગ ભાષાઓ બોલાય છે. આ ભાષાઓનું પોતાનું અનેરુ સૌદર્યં હોય છે અને પ્રદેશના લોકોના જીવનમાં તે જીવની જેમ વણાયેલી હોય છે. આપણા ગુજરાતની જ વાત કરીએ તો અહીંયા પણ ગામે-ગામે બોલી બદલાય છે. “બાર ગામે બોલી બદલે, તરુવર બદલે શાખા” એ કહેવત પણ આપણા ગુજરાતી સાહિત્યમાં જ સમાયેલી છે. તો આવો આપણે આ અંકમાં વાત કરવી છે ગુજરાતી ભાષાની અને ગુજરાતી ભાષાની ગરિમાની...

         ભગવાન રામ કહેતા એમ આપણને સૌને પોતાની માં, માતૃભૂમિ અને માતૃભાષાનું ગૌરવ અને અભિમાન હોવું જોઇએ અને તેનું સન્માન પણ કરવું જોઈએ. કોઇ પણ વ્યકિતના વિકાસમાં પણ તેની ભાષા અને ભાષા પરનું પ્રભુત્વ ખુબ જ મહત્વ રાખે છે. ભાષાનું ગૌરવ એ રાષ્ટ્રના ગૌરવ સમાન છે. આપણી ગુજરાતી ભાષા છેક નરસિંહ મહેતા અને તેમના સમય કરતા પણ જુની છે. આ ગુજરાતી ભાષાને ગરિમા મળે તેના માટે જ પ્રેમાનંદ નામના કવિએ પોતાની પાઘડી ઉતારી હતી. અરે એક અંગ્રેજ કવિ ફાર્બસ ગુજરાતી ભાષા માટેના પ્રેમના કારણે ગુજરાતવાસી થયા હતા અને ઈ.સ ૧૮૪૮ માં ગુજરાત વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કરી હતી જે વર્તમાન સમયમાં ગુજરાત સાહિત્યસભા તરીકે ઓળખાય છે. તો આવી આપણી સોનેરી ભાષાને આપણે જીવંત રાખીએ અને બીજી બધી ભાષાઓ ભલે આપણે શીખીએ પરંતુ આપણી જનની ભાષાને ન ભુલીએ અને તેને માન-સન્માન આપીએ.

         આપણા ભારતદેશમાં તો બધા જ અલગ-અલગ રાજયોમાં અલગ-અલગ ભાષાઓ બોલાય અને આ ભાષાના વૈભવને કારણે જ ભારત વૈવિધ્યસભર વારસો ધરાવે છે. આ દરેક ભાષની પોતાની આગવી ઓળખ અને આગવી છટા્ છે તેમજ દરેક ભાષની અલગ-અલગ સુંદર રચનાઓ પણ છે. આપણી રાષ્ટ્રભાષા હિન્દી પણ દેવનાગરી લીપીમાંથી ઊતરી આવેલી છે જેને દેવતાઓની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. આપણે હંમેશા આપણી માતૃભાષાનું સન્માન કરવું જોઇએ અને આપણા બાળકોને પણ શિક્ષણ માતૃભાષામાં જ મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.

 માતૃભાષામાં ભણેલો-ગણેલો વ્યકિતએ પોતાના ગૌરવની સાથે-સાથે પોતાના રાષ્ટ્રનું પણ ગૌરવ કરશે. આપણી ભાષા,સંસ્કૃતિ ,પરંપરાઓ,બોલીઓ,કળાઓ થકી જ આપણું ઘડતર થાય છે. આજે તો વિશ્વની મહાસત્તાઓ કહી શકાય તેવા અમેરિકા,ચીન,રશિયા,જર્મની,ફ્રાંસ જેવા દેશો પણ તેમના બધા જ વ્યવહારો,વાત-ચીત,વ્યાપાર,શિક્ષણ કે અન્ય મહત્વની બાબતો તેમજ ત્યાં આવતા પ્રવાસીઓ માટે પણ તેમની જ ભાષાઓ જેવી કે ચાઇનીઝ,જર્મન,અંગ્રેજી શીખીને આવે અથવા તો શીખી જાય તેવો આગ્રહ રાખે છે. આ દેશો તમની શિક્ષણ-પ્રણાલીમાં પણ ત્યાંની માતૃભાષાનો ઉપયોગ કરવા પર ભાર મૂકે છે. તો આવો આપણે પણ તેમની જેમ જ આપણી ભાષાનું મહત્વ સમજીને તેને અપનાવીએ અને હંમેશા તેનું ગૌરવગાન કરીએ. જય જય ગરવી ગુજરાત.

 ભાષા મારી ગુજરાતી છે !!

માતા છે ગુજરાતની ધરતી, વતનની એ માટી છે,

એ માટીમાં મૂળ છે મારા, ભાષા મારી ગુજરાતી છે !

આપણે એને સાચવી જાણીએ, આપણને સાચવતી એ,

ધૂળ નથી છે કુળ એ આપણું, ભાષા મારી ગુજરાતી છે ! 


(ફોટો સૌજન્ય: મૌલિકવિચાર.કોમ-ગૂગલ ઇમેજ સાભાર )