Friday, February 21, 2020

મહાન ગણિતજ્ઞ-3 : થેઈલ્સ

નમસ્કાર ગણિતના રસિકોને અને ગણિત જેમને ખુબ જ વ્હાલું હતું તેમજ જેમના ઘરના આંગણા ઉપર “ જેમને ભૂમિતિનું જ્ઞાન ન હોય તેમણે મારા ઘરે આવવું નહિ ” એમ લખેલું હતું એવા પ્લેટોને યાદ કરીને આજે આપણે મહાન ગણિતજ્ઞ થેઇલ્સ વિશે જાણીએ...

        એક જમાનામાં આકાશમાં નિરીક્ષણ કરવા માટે દુરબીન જેવા આદ્યુનિક સાદ્યનો નહોતા એવાં સમયે એક માણસ આકાશદર્શન કરવામાં એટલો તલ્લીન બની ગયો હતો કે તેણે રસ્તામાં આવેલો ખાડો પણ દેખાયો નહિં, અને ખાડામાં પડી ગયો. ત્યારે રસ્તામાં એક ડોશીમાંએ તેને કહ્યું કે “ તમારા પગ પાસે શું છે તે ન જોઈ શકો તો આકાશદર્શન કરવાથી કાંઇ મળવાનું નથી. આવી પ્રચલિત વાયકાઓ અનુસાર જે માણસ ખાડામાં પડી ગયો હતો તેનું નામ હતું થેઇલ્સ.

થેઇલ્સ પોતે મિલિટ્સનો વેપારી હતો. આ મિલિટ્સ એટલે અત્યારનું તુર્કી રાષ્ટ્ર છે. ગામના જાહેર કામોમાં તે ખુબ જ રસ લેતો . એ સમયે તેણે ઇજીપ્તની મુલાકાત લીધી ત્યારે તેણે ત્યાં વેપારધંધાની સાથે ભૂમિતિનો અભ્યાસ પણ કર્યો. તેની તેજસ્વીતાને કારણે તેણે ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતું. તેઓ એ સમયના બુધ્ધિમાન વ્યકિત કહેવાતા. તે માનતા હતા કે પૃથ્વીની ઉત્પતિ પણ કોઇ કુદરતી ઘટનાને કારણે થયેલી હોવી જોઇએ.

        એમણે ધરતીકંપ અંગે સંશોધનો કરીને જણાવ્યું કે આ એક કુદરતી ઘટના છે. તેમણે ગ્રહ્યણ અંગે પણ ઘણી જ સચોટ આગાહીઓ કરેલી. ૧૮ વર્ષ અને ૧૧ દિવસે ફરીને ગ્રહણ ફરી આવે છે એવું એમણે જણાવ્યું હતું. તેઓ ગ્રીસના મહાન વિચારક પણ હતા અને તેમણે ગણિત ક્ષેત્રે ઘણી સાબિતીઓ આપી હતી. ઉદાહરણ તરીકે “વ્યાસથી વર્તુળના બે સમાન ભાગ થાય છે ”

(આ લેખન સંપાદન માટે વિકિપીડિયા અને શ્રી ભાલચંદ્રજાની સાહેબના પુસ્તક-વિશ્વના

 મહાન ગણિતશાસ્ત્રીઓ નો આધાર લેવામાં આવ્યો છે.)

No comments:

Post a Comment