મહારાણી લક્ષ્મીબાઇ
આપણો ભારતદેશ એટલે જ ભારતમાતા. વિશ્વના કોઇપણ
દેશને માતાની ઉપમા આપવામાં આવી નથી. માત્ર ભારત જ એવો એક દેશ છે કે જેના નામની
પાછળ માતનું બિરુદ લગાડવામાં આવે છે. આની પાછળનું કારણ એવું છે કે ભારતભૂમિ એ ઘણી
બધી વિશ્વવિભૂતીઓની ભેટ વિશ્વને આપી છે. આ વિશ્વવિભૂતીઓ જે માતાની કૂખે અવતરી છે
તેમની જન્મભોમકા પણ ભારત જ છે. તેમના સંસ્કારોની જગતજનની ભારત છે. ત્યાગ અને
સમર્પણની ભાવના જેવા ઉત્તમ ગુણોનું સિંચન ભારતમાતા સિવાય કોઇ કરી શકે નહીં.
શિવાજીને હાલરડામાં જ સંગ્રામનાં શોણિલાનું પાન પાનારી માતા જીજાબાઇ જ હોઇ શકે.
કેવી મહાન છે ભારતની ભૂૂમિ એક નાનકડો પ્રસંગ..
મહારાજા
એભલવાળાને ત્યાં ચાંપરાજવાળાનો જન્મ થાય છે. એકવાર શયનખંડમાં મહારાજા એભલવાળા
રાણીની સાથે થોડી મશ્કરી કરે છે, આ વાત ત્રણ જ વર્ષનો ચાંપરાજ ઘોડિયામાં સાંભળીને
પડખુ બદલીને સૂઇ જાય છે. પરંતુ આ જોતા જ ચાંપરાજવાળાની માતા મહારાણી આઇશ્રી શરમના
કારણે જીભ કરડીને મરણ પામે છે. આવી મર્યાદાઓ પાળનારી જનેતાઓના ઉદરમાં જ મહાન
ભારતની ભોમકા માટે મરી ફીટનારા સંતાનોના જન્મ થાય છે. જીજાબાઇની સાથે મહારાણી
લક્ષ્મીબાઇ, અહલ્યાબાઇ હોલકર, સતી
રાણકદેવી, ચેલૈયાની માતા ચંગાવતી, ગોપીચંદની
માતા મેનાવતી જેવી અનેક જગદ્-જનનીઓના નામથી વિશ્વમાં ભારતનો ડંકો વાગે છે. ત્યારે
વાત કરવી છે આપણા આર્યવ્રતની એક મહાન વીરાંગના મહારાણી લક્ષ્મીબાઇની.
મોરોપંત નામના એક સામાન્ય બ્રાહ્યણને ત્યાં ઇ.સ ૧૮૩૫માં મનુબાઇનો જન્મ થયેલો. માતા તો જન્મ આપતાની સાથે જ અવસાન પામેલી. એક પિતાએ માતાની ફરજો પણ ખુબ જ ઉમદા રીતે નિભાવીને મનુબાઇનો ઉછેર કર્યો હતો. પેÅવા બાજીરાવના સંતાનોની સાથે એ રાજવંશી ઠાઠથી ઊછરી હતી. તીરંદાજી અને ઘોડેસવારી એની મનપસંદ રમતો હતી. નાનપણથી જ નેતાગીરી કરવાની એને ટેવ હતી. રમતોમાં પણ એ રાણી જ બનતી અને હુકમો ચલાવતી હતી.
મહારાણી
લક્ષ્મીબાઇનું બાળપણનું નામ મણિકર્ણિકા હતું, પણ બધા
એમને મનુબાઇ કહીને બોલાવતા હતા. પેÅવા બાજીરાવ તો પ્રેમથી એમને છબીલી કહીને જ
બોલાવતા હતા અને એક પિતા કરતા પણ વધારે સ્નેહ કરતા હતા. બાળપણથી જ મનુબાઇ ખુબ જ
પરાક્રમી અને નીડર હતા. વીરતાની રમતો રમવી એમને અનહદ પસંદ હતી. એમના પિતા પેÅવા
બાજીરાવને ત્યાં પુરોહિત બ્રાહ્યણ હતા. એમના પર એક કવિતાના શબ્દો છે,
“ ખુબ
લડી મરદાની વહ તો ઝાંસીવાલી રાની થી. ”
માત્ર
સાત જ વર્ષની ઉંમરમાં મનુના લગ્ન થઇ ગયા. ગંગાધરરાવની બીજી પત્ની તરીકે ખુબ જ નાની
ઉંમરની મનુબાઇ સાસરે આવી પછી એણે કયારેેય પણ પિયર જોયું નથી. ઉંમરના પ્રમાણમાં ખુબ
જ ડાહી અને એક પ્રૌઢ સ્ત્રી જેવી સ્થિરતા હતી. નાની ઉંમરમાં એક પુત્ર થયો હતો પણ
ટૂંકી માંદગી બાદ અવસાન પામેલો. ત્યારબાદ ગંગાધરરાવે દામોદરરાવને દત્તક લીધો હતો,
પણ અંગ્રેજોએ તેને માન્ય નહીં રાખીને ઝાંસી રાજ્ય ખાલસા કરવાનો હુકમ
કરેલો ત્યારે લક્ષ્મીબાઇ બોલ્યા મેરી ઝાંસી નહીં દુંગી. પણ સમય પારખીને એણે નમતું
મૂકેલું અને સમય આવ્યો ત્યારે અંગ્રજો સામે લડવામાં એણે પાછી પાની કરી નહોતી.
અંગ્રેજોની સામે લડનાર અનેક સ્વાતંત્ર્ય
સેનાનીઓમાં મહારાણી લક્ષ્મીબાઇનું નામ ખુબ જ આદર અને સન્માન સાથે લેવામાં આવે છે.
તે મરદની માફક સમરાંગણમાં લડી હતી અને એક વીરને છાજે એવી રીતે વીરગતિને પામી હતી.
લક્ષ્મીબાઇ
માત્ર એક વીરાંગના જ નહોતી, પણ એનામાં સ્ત્રીને છાજે એવું અલૌકિક રૂપ પણ
હતું. જે કાંઇપણ કામ હાથમાં આવે એ કામને કુશળતા સાથે ન્યાય આપવાનો ગુણ
લક્ષ્મીબાઇમાં હતો. અંગ્રેજો સાથે યુધ્ધ કરવાની સાથે એણે કુશળતાપૂર્વક ઝાંસી
રાજ્યનું સંચાલન પણ કરેલું. નાના સાહેબ પેÅવા અને તાત્યા ટોપે જેવા સાથેની મસલતોમાં
એની મુત્સદીગીરી છલકાઇ જતી. એની સલાહ પે્રમાણે જો બળવો ચાલ્યો હોત તો ભારતનો
ઇતિહાસ આજે કાંઇ અલગ જ હોત. પણ એના સલાહ-સૂચનો સામે બીજા નીચેના સરદારોને પોતાનું
પુરુષ તરીકેનું મિથ્યાભિમાન નડયુ.
તદ્ન
શાંતિમય જીવન ગાળનાર રાણી લક્ષ્મીબાઇએ રાજવહીવટ ખુબ જ કુશળતાપૂર્વક ચલાવ્યો હતો.
પણ સમય સમયનો ખેલ છે આ જીંદગી, કયારે પલટો મારે તે કોઇપણ જાણી શકતું નથી. એકવાર
એમના પર અંગ્રેજ બાળકો અને સ્ત્રીઓની કતલ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો ત્યારે
રાણીનો મિજાજ ગયો અને એણે અંગ્રેજો સામે આરપારની લડાઇ માટે નિર્ણય કર્યો. અંગ્રજ
સેનાપતિ હ્યુરોજ જયારે ઝાંસી પર ચઢાઇ કરવા આવ્યો ત્યારે એણે પોતાની સહનશીલતા,
ધૈર્યતા, સંયમને શકિતના દર્શન દીધા, પણ ના
છુટકે એમને ઝાંસી છોડવી પડી. એકવાર બે અંગ્રેજ સૈનિકોની સાથે સાથે લડતી વખતે રાણી
લક્ષ્મીબાઇ ઘવાયા અને ૧૮૫૮માં માત્ર ૨૩ વર્ષની વયમાં એમની જીવનલીલા સંકેલાઇ ગઇ અને
એમનું નામ ઈતિહામાં અંકાઇ ગયું.
“ જનની
જણતો ભગત જણજે, કાં દાતાર કાં શૂર,
નહીંતર
રે।જે વાંઝણી, તારુ મત ગુમાવીશ નૂર ”
No comments:
Post a Comment