Sunday, August 8, 2021

સર્જનયાત્રાનું મંથન-૧૫

         સમાજની રીત-રસમો સામે આપણે નિયમિત આંતરિક વિદ્રોહ ન કરીએ, ત્યાં સુધી આપણું આગવું વ્યક્તિત્વ (ઇન્ડિવિડ્યુઅલિટી) નથી વિકસતું. ખુદનું આગવું વ્યક્તિત્વ હોવું, જે બીજા લોકોના પ્રમાણપત્રને આધીન ન હોય, તે અસલમાં મૌલિક જીવન છે. બાકી, ઘેટાં ય સુખેથી જીવી જ જાય છે. એ સહેલું પણ નથી. સમાજ સમુદાયમાં માને છે, ઇન્ડિવિડ્યુઅલિટીમાં નહીં. સમાજ વ્યક્તિના નહીં, સમુદાયના હિતમાં કામ કરે છે. સમુદાય વ્યક્તિગત મૂલ્યોના ભોગે સહિયારાં મૂલ્યોને વ્યક્તિ પર લાદે છે. હર્ડ ઇમ્યુનિટી તો કદાચ આવી જતી હશે, પણ હર્ડ મેંટાલિટી જલ્દી જતી નથી.

        બદલાતા સમયની સાથે સમાજનો દરેક વ્યક્તિ પણ બદલે અને પોતાના સમાજિક મૂલ્યોને ચરિતાર્થ કરવા માટે બાળકો પર પોતાના વિચારો ન થોપી બેસે એ બાબત ખૂબ જ અગત્યની છે. સરકારી કે પ્રાઇવેટ કોઈપણ ક્ષેત્રમાં કામ કરતો દરેક વ્યક્તિ પોતાના કાર્ય થકી જ મહાન બને છે. માત્ર સરકારી નોકરિયાત જ સુખી હોય એવું ન બની શકે. સમાજમાં જ્યારે આ બંને પ્રકારના લોકોને સમાન મહત્વ આપવામાં આવશે ત્યારે જ સાચી સામજીકતા અને સમરસ્તાનું સર્જન થશે. ભવિષ્યનો સમાજ કાર્ય થકી જ આગળ વધશે. માટે કોઈપણ પ્રકારના કાર્યને જ મહત્વ આપીને વ્યક્તિનું મૂલ્યાંકન કરવું જોઈએ. 

No comments:

Post a Comment