જગતજનની માં-બહુચરી-અંબા-માતાજીની આરાધના અને
સાધનાનો તહેવાર એટલે નવરાત્રિ. દીપાવલી પૂર્વે આવતું આ પવિત્ર પર્વ માનવને શક્તિની
પૂજા કરવાની પ્રેરણા આપે છે. સમગ્ર વિશ્વની આરાધ્ય એવી માં દુર્ગાએ મહિાષાસુરની
સાથે નવ દિવસ સુધી યુધ્ધ કરીને તેને હરાવ્યો હતો અને દેવલોકને ઉજાગર કર્યો હતો.
માતા દુર્ગાના હાથમાં હાથમાં આઠ શસ્ત્રો ચક્ર, શંખ,
ત્રિશુલ, ગદા, ધનુષ-બાણ, તલવાર,
ઢાલ અને ઘંટની સાથે માતાજી વાઘ કે સિંહ પર બિરાજમાન થાય છે, જે
પાર્વતીનું જ સ્વરૂપ છે. ત્યારબાદ માતાજીના નવ સ્વરૂપોની નવરત્રિમાં નવ દિવસ પૂજા
થાય છે. શૈલપુત્રી, બ્રહ્યચારિણી, ચંÙગુપ્તા,
કુષમાંડા, સ્કંદમાતા, કાત્યાયની,
કાલરાત્રિ, મહાગૌરી, સિધ્ધીધાત્રી.
પુરાણોમાં ઉલ્લેખ પ્રમાણે ભગવાન શ્રીરામે પણ
સીતાને રાવણની કેદમાંથી છોડાવવા માટે નવ દિવસ શક્તિની આરાધના કરીને શક્તિપાત
પ્રાપ્ત કર્યો હતો. આ નવ દિવસના તપ પછી દસમાં દિવસે રાવણનો વધ કરેલો, જે દશેરા
તરીકે ઉજવાય છે. અને ત્યારબાદ બીજા વીસ દિવસ વનમાં વિતાવીને અયોધ્યા પહોંચ્યા અને
દિવાળીની ઉજવણી કરવામાં આવેલી.
બ્રહ્યા-વિષ્ણુ-મહેશનું જ અવતરણ એટલે જ
દત્તત્રેય ભગવાન. ત્રણનો વર્ગ એટલે નવ. આ સમગ્ર સૃષ્ટિ પણ ત્રણ-પરિમાણીય છે. ગ્રહો
પણ નવ છે. સૂર્ય, ચંÙ, મંગળ, બુધ,
ગુરૂ, શુક્ર, શનિ, રાહુ
અને કેતુ. બ્રહ્યાંડ પણ નવ ત_વોનું બનેલુ છે. પૃથ્વી, જળ,
અગ્નિ, વાયુ, ઇથર, અવકાશ,
આત્મા, મન અને સમય. ૧૦૮ માળાની જપના આંકનો સરવાળો પણ ૯ જ
છે. જ્યારે ૧૦૮ એટલે ૧૨ ગુ•યા ૯ થાય છે. નવ પ્રકારના રત્નો છે. રૂબી, મોતી
પર્લ, લાલ રત્ન, મરાકાટમ, પુષ્પરાજમ, હીરો,
નિલમ, ગોમેડા અને વેઇદુરિયમ જે અલગ-અલગ ગ્રહો માટે ધારણ
કરવામાં આવે છે. રાજાના દરબારમાં પણ અલગ-અલગ ક્ષેત્રના નવ રત્નો તરીકે ઓળખાતી
હસ્તિઓ કાર્યભાર સંભાળતી, જેમકે રાજા અકબરના દરબારમા બિરબલ અને તાનસેન.
ગળામાં
પહેરવાના કિંમતી હારને પણ નવલખો હાર કહેવાય છે. આંકડાશાસ્ત્રની રીતે પણ બે આંખો,
બે કાન, મોં, બે નસકોરા તેમજ ગુદા અને મુત્રમાર્ગ એમ
કુલ નવ અંગોને શરીરના નવ પ્રવેશÚાર કહેવાય છે. માનવમાત્ર કલા અને ભાવ જગતની નવ
પ્રકારની કલા અને મુÙાથી બનેલો છે. સંસ્કૃત ભાષામાં ભરતમૂનિએ
નાટયશાસ્ત્રમાં નવ રસ જેવા કે શ્રૃગાંર, હાસ્ય, રૌÙ,
કરૂણા, બિભત્સ, ભયાનક, વીર,
અÚુત અને શાંત દર્શાવ્યા છે. નવ રસની સાથે નવ
પ્રકારના ભાવ પણ છે જેમકે રતિ, હાસ્ય, શોક, ક્રોધ,
ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય
અને સ્થાયી.
આ નવના
અંકનો મહિમા નવનાથ તરીકે ઓળખાતા ઈશ્વના પ્રતિનિધિઓ સાથે પણ જોડાયો છે. ગાહિનીનાથ,
મછંદરનાથ, જલંધરનાથ, કનિફનાથ,
ભતૃહરિનાથ, નાગનાથ, રેવાનાથ, ચરપતિનાથ,ગોરખનાથ.
ભારતની
સાથે ચીનમાં પણ નવનો અંક શુભ માનવામાં આવે છે. ત્યાં નવ પ્રકારના ડ્રેગન છે. એક
જમાનામાં નવ રેન્કની બઢતી મળે ત્યારે તેનો રાજા તરીકે અભિષેક કરવામાં આવતો. માણસના
હ્યદયમાં પણ નવ પોઇન્ટ પર પ્રેશર આપીને સારવાર કરવામાં આવે છે. ઇજીપ્તમાં પણ નવ
દેવીઓની પૂજા કરવામાં આવતી. ઇસ્લામ ધર્મમાં નવમાં મહિનામા પવિત્ર રમજાનનો તહેવાર
ઉજવવામાં આવે છે. ભગવાન બુÚ પણ નવ ગુણો ધરાવતા હતા. તેમની વિધી પણ નવ સાધુઓ Úારા
કરવામાં આવે છે. જૈન ધર્મમાં પણ નવકાર મંત્રમાં નવ શ્લોક છે.
અંકગણિત
પ્રમાણે પણ સૌથી મોટો અંક નવ જ છે અને નવના અંકને કોઇપણ અંકની સાથે ગુણતા જે જવાબ
આવે તે સંખ્યાના અંકોનો સરવાળો પણ નવ જ થાય છે. તો છે ને નવનો અંક એક અજાયબી.
ઈન્ટરનેટ
પરથી સાભાર..
No comments:
Post a Comment