આપણું જીવનસાથી કોણ.? પેરેન્ટ્સ...? પતિ કે પત્ની? પ્રેમીજન? બાળકો? મિત્રો? આપણે આ દરેક સંબંધોનો આનંદ લઈએ છીએ. આપણે તેમને જ જીવનસાથી ગણીએ છીએ, પણ એમાંથી ઘણા કોઈને કોઈ કારણે વચ્ચે છોડીને જતા પણ રહે છે. આપણે જેને જીવનસાથી ગણીએ છીએ, એ નિશ્ચિત સમય પૂરતા જ હોય છે, તો પછી જીવનસાથી જેવું હોય છે? હોય છે. અસલમાં આપણું જીવનસાથી આપણું શરીર છે. એ જન્મથી મૃત્યુ સુધી સાથે હોય છે. એ આપણને પ્રેમશક્તિ, ઈલાજશક્તિ તથા વિચારશક્તિ આપે છે. તેની સાથેનો રચનાત્મક સંબંધ બીજા સંબંધોમાં હકારાત્મક ઉર્જા પુરે છે. સ્વયંના શરીરનો પ્રેમ સૌથી બેસ્ટ પ્રેમ છે.
No comments:
Post a Comment