Tuesday, March 30, 2021

સર્જનની સરવાણી-૩૧

એક પિતાનું જીવનદર્શન 

        રાત્રે ઘર કેવી રીતે એડજસ્ટ કરવું તેના વિચાર કરતા કરતા સુઈ જવું એટલે મોટા ભાગે ઊંઘ પણ અધકચરી હોય. સવારે ઘડીયાળના કાંટે ઉઠી જવું પોતાનો ધંધો હોય તો ટેંશન ( હરીફાઈ-નાણા વ્યવસ્થા-સ્ટાફ) નોકરી હોય તો બોસનુ મૂડ ખબર નહી કેવું હશે તેનુ ટેન્શન. આજ ટેન્શન સવારમાં નોકરી જતા પહેલા પોતાના બાળકો સાથે બે મિનીટ હસી મજાક કરવા નથી દેતું. આખો દિવસ બોસ તરફથી આપેલા ટાર્ગેટ પુરૂ કરવાનું પ્રેશર. માણસ માણસ નહી પરંતુ ચાલતું ફરતું કુકર હોય. સાંજ પડતા પડતા તો બે ચાર ઉધરાણી કરવા વાળા ના ફોન આવી ગયા હોય પૈસા એડજસ્ટ ના થાય તો ઉપાડી શક્યા ના હોય. 

        મગજ ટોટલી  ચકરાવે ચડે કે આને શુ જવાબ આપું હજુ તો આ ચાલતું જ હોય ને યાદ આવે કે દિકરા માટે બે પુસ્તકો લેવાના છે અને બૂક સ્ટોરમાં જાય ત્યારે ખીસામાં ₹400 જ હોય ને બૂક ની કિંમત ₹500 હોય. તમે તે પૂરુષની લાચારી મહેસુસ કરી શકો? ₹100 ખુટતા હોય ત્યારે તેના દિલ પર શુ વિતતી હોય તે ખબર છે? તેના મગજમાંથી તેના દિકરાનો ચહેરો જ ના નિકળે. આતો જસ્ટ એક ઘટના લખી આવી તો અસંખ્ય ડિમાન્ડ આ પુરુષ પુરી કરે છે. સાંજે ઘરે આવે તો પરિવાર-સમાજ-સંબંધીનો એક નાનો મોટો ઝઘડો હોય જેમાં આ પુરુષની દલીલ સાંભળ્યા વગર તેને દોષી ઠહેરાવી દેવામાં આવ્યો હોય એક બાજુ તેના ગળામાં ખાવાનો કોળિયો ફસાયો હોય ને બીજી તરફ તેનુ આરોપ નામું વંચાતુ હોય કલ્પના કરી શકો તે કોળિયો ઉતારવો તેણે કેટલી કસમકસ કરવી પડતી હશે? 

        હા, પૂરુષ છે એટલે રડી તો શકે નહી એટલે એક ભીંત બની સહન કરી લેતો હોય. આખા દાહડાના સારા નરસા અનુભવો એટલું ઘેરતા હોય. તે ફક્ત એટલું માંગતો હોય બસ મને થોડી ફક્ત થોડી હું શ્વાસ લઈ શંકુ એટલી શાંતિ આપોને પ્લીજ! પણ કોઈ સાંભળવા વાળુ નથી હોતું બધાને બસ આ પૂરુષ આગળ સમસ્યા જ સંભળાવવી છે. આ પૂરુષ દ્વારા લાગણીમાં આવીને કરેલા વાયદાઓ યાદ કરાવવા છે. સ્ત્રી પાસે તો રડીને આખો ઠંડી કરવાનું સાધન છે પણ પૂરુષ? અરે તે તો રડી જ થોડો શકે? રાત્રે અંધારામાં આડા પડખે પડી ગળાનો અવાજ કોઈને સંભળાય નહી તે રીતે આખો ભીની હોય નાકના નસકોરા કોઈને સંભળાય નહી આટ આટલી કાળજી આ પુરુષે રડતી વખતે પણ લેવાની હોય છે. અને હા, ભુલે ચુકે આ પુરુષે કોઈ લોચો તો માર્યો તો તો જાણે ગયો કામથી તારા કારણે આમ થયું ને તારા કારણે તેમ થયું! અમે તો કહેતા જ હતા! મે તો ના જ પાડ્યો હતો મહેણા ટોહણાનો વરસાદ થઈ જાય. લોન હપ્તા, ઉધાર, ઘર ખર્ચ આ બધુ પુરૂ કરવા તે બોસની કેટલી વાતો સહન કરે છે! ઘણા કિસ્સા બને કે  એક જાટકે નોકરી છોડી દે પણ જવાબદારી! અને અને અને...

        આટલું કર્યા બાદ જે લોકો માટે આ કર્યું હોય તે પાછા એમ કહે કે “તમે મારા માટે કર્યું જ શું ?” આ સમયે શું વિતતી હોય તેની કલ્પના કરી શકો? ઓવર ફેમિનિઝમના સમયમાં પુરુષ વેદના લખવાનો એક નાનકડો પ્રયાસ માત્ર છે. ઓવરઓલ પુરુષ ખરેખર કંઈ નથી ઈચ્છતો બસ ઘરમાં થોડીક ફક્ત થોડીક શાંતિ જ માંગતો હોય છે તે થોડીક શાંતિ તેના માટે શક્તિ વર્ધક દવાથી ઓછું નથી હેતુ. ઘણા લોકો એવું પણ કહેશે કે કાળજી રાખો તો આવી સ્થિતિ ઉભી ના થાય પણ આ સુફિયાણી વાતો કાલચક્ર થોડું સમજે છે? તે તો કોઈની પણ જીદગી નો સમય ખોરવી દય છે.

અંતે મારી જ લખેલી બે લાઈન..

“સાંકડી ગલી ના છેડે પહોળા રસ્તા જોયા છે તો કેટલાક વિશાલ મેદાનો ના છેડા સાંકડા જોયા છે.

પીંછું ઉપાડી ને હલ્લો કરનારા જોયા છે તો પહાડ ઉપાડી છાના માના ચાલનારા પણ જોયા છે.”


સર્જનવાણી: દુનિયાની ગમે તેટલી મોટી લડાઈ પુરુષ જીતી જ જાય બસ તે જેની સાથે જોડાયેલ હોય તે લોકો તરફથી શાંતિ ને સહયોગ મળી રહે .

- મહેશ પુરોહિત, નવસારી ( વોટ્સએપ પરથી વિણેલા મોતી )

No comments:

Post a Comment