Tuesday, March 16, 2021

સર્જનની સરવાણી-૨૯

              

        મિત્રો, જીદ આ એક માનવસ્વભાવના લક્ષણો પૈકીનું એક એવું લક્ષણ છે, કે જેમાં માણસ પોતાના વિચારોથી સામેના માણસોને પોતાની સમજ ઉત્તમ પ્રકારની હોય, તેમજ પોતે પોતાની સમજણના આધારે યોગ્ય નિર્ણયો લઈ શકે છે, તેવું દર્શાવવા માંગે છે. એટલું જ નહિ પરંતુ પોતે લીધેલ નિર્ણય યોગ્ય હોવાથી બધાજ માણસો તેમનો અમલ કરે એવું તેમનું માનવું હોય છે, અને વ્યક્તિઓ  તેમની વાત સહજતાથી સ્વીકારી ન શકે, છતાં પણ આવા વ્યક્તિઓ તેમને જબરદસ્તીથી મનાવવાનો પ્રયત્ન કરે આનું નામ જીદ.

       જીદમાં વ્યક્તિને પોતાનો દૃષ્ટિકોણ સાચો જ લાગતો હોય છે. પરંતુ આ દષ્ટિકોણ જ્યારે બીજા વ્યક્તિઓને સમજાવવા માટે ઉપયોગ થાય અને ત્યારે જો બીજા વ્યક્તિઓને આ દૃષ્ટિકોણ ન સમજાય અને સંપૂર્ણ વાત ન સમજે છતાં પણ પેલો વ્યક્તિ પોતાના દૃષ્ટિકોણને સામેના વ્યક્તિને સમજાવવા મજબૂર કરે છે,આનું નામ જીદ. હા, એવું  બની શકે કે પેલા વ્યક્તિનો દૃષ્ટિકોણ સાચો હોય, તેમનો વિચાર સારો તેમજ સાચો હોય. પરંતુ જ્યારે તમે સામેના માણસની મનઃસ્થિતી ચકાસ્યા વગર તમારી વાત તેમને કહો અને તમારી વાત મનાવવા મજબૂર કરો તો પછી ત્યાં તમારો વિચાર કેટલો પણ સારો હોય છતાં પણ આવો તમારો સુંદર વિચાર જીદ ની ઝાપટે ચડી ફગવાઈ છે. 

    બની શકે કે તમારો જે સુંદર વિચાર જીદ ને ઝાપટે ચડ્યો છે, એ વિચાર ઘણા બધા લોકો માટે ફાયદાકારક હોય, સામેનો વ્યક્તિ કે જે તમારા વિચારને સ્વીકારવા માટે તૈયાર નથી, એના માટે પણ લાભદાયી હોય પરંતુ એ વિચાર તમારા મનમાં જ્યારે એક ગાંઠ બની રહે છે, અને એ ગાંઠ વડે જયારે તમે  સામેના વ્યક્તને બાંધો છો અને એ આ ગાંઠમાં પોતાને બાંધવાની ના પાડે છે, ત્યારે તમને અને સામેના માણસને બંનેને અકળામણ અનુભવાતી હોય છે. 

    એટલા માટે મિત્રો આવી અકળામણ અનુભવવી એના કરતાં સારું એ રહશે, કે  આપણે ગાંઠ ન બનવાની કાળજી લઈએ, અને એ ગાંઠમાં આપણે અન્ય લોકોને પણ ન બાંધીએ ત્યારે આપણે અકળામણમાંથી મુક્ત બની શકીશું. આપણે ઘણી વાર સામેના વ્યક્તિઓના હિત માટે ઇચ્છતા હોઈએ, એમનું સારું થાય એ માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ, પરંતુ ક્યારેક સમય તેમજ અમુક પ્રકારની પરિસ્થિતિઓ એવી બનતી હોય છે, કે એ સમય દરમિયાન આપણ સુંદર વિચારો તેમજ આપણી સામેના વ્યક્તિ પ્રત્યેની લાગણી વ્યક્ત કરવાનો સમય પરિપક્વ નથી બનેલો હોતો, અને આવા અપરિપક્વ સમયે આપણે આપણી લાગણી તેમજ આપણા વિચારો વ્યક્ત કરીએ છીએ, એટલા માટે જ આ ગાંઠો બંધાય છે, અને સમેના વ્યક્તિને પણ બાંધે છે.

    મિત્રો આપણે બસ એટલું જ ધ્યાન રાખવાનું છે, કે આપણે સાચા હોઈએ, આપણા વિચારો યોગ્ય હોય તેમજ આપણી સામેના વ્યક્તિ પ્રત્યેની લાગણી પણ યોગ્ય હોય પરંતુ સંજોગો યોગ્ય ન હોય તો આ આપણું બધું જ કાર્ય જીદ ના ઝપટે ચડશે અને સાથે સાથે આપણને પણ આ તુફાન માં ઘસેડી જશે. 

    એટલા માટે મિત્રો આપણે સમય તેમજ પરિસ્થિતિઓનું ધ્યાન રાખીએ અને આવા જીદનાં ઝાપટાથી તેમજ તેનાથી ઉત્પન્ન થતાં તુફાનથી બચીએ તેમજ સમય અને પરિસ્થિતિની સાથે સાથે આપણે સામેના વ્યક્તિની મનઃસ્થિતી પણ ચકાસવી ખૂબ જરૂરી બને છે આ પ્રકારની મનઃસ્થિતીની ચકાસણી માટે ખૂબ અગત્યનું હોય છે, એક સારો અનુભવ મનઃસ્થિતી ચકાસણી માટે કોઈ ટિપ્સ કે કોઈ પુસ્તકના હોઈ શકે, એ તો આપણી સમજણ અને અનુભવ પરથી ધીમે ધીમે વિકસિત થતી રહે છે. એટલા માટે મિત્રો સાચી સમજણ વિકસાવતા રહો અને નવા નવા અનુભવ પ્રાપ્ત કરતા રહો. 

No comments:

Post a Comment