Sunday, January 30, 2022

સર્જનયાત્રાનું મંથન-૪૦

આપણે જ્યારે કોઈ ચીજને સારી કે ખરાબના લેબલ હેઠળ મૂકીએ, પછી આપણું મગજ તેનું વધુ વિશ્લેષણ નથી કરતું.  આપણે એ લેબલને જ સત્ય માની લઈએ છીએ અને લેબલ નીચે છુપાયલા અસલી સત્યને શોધવાનું બંધ કરી દઈએ છીએ. આપણે તુલનાત્મક અથવા સાપેક્ષ (રીલેટિવ) રીતે વિચારીએ છીએ, અને દરેક ચીજોને ખુદના સંદર્ભમાં એટલા માટે જોઈએ છીએ જેથી તે સરળતાથી સમજમાં આવે. મોટાભાગના લોકો ચીજોને બ્લેક એન્ડ વ્હાઇટમાં જોઈને તેને સારી કે ખરાબમાં વર્ગીકૃત કરે છે. એટલે આ બે અંતિમો વચ્ચે તેમનો નિયમિત સંઘર્ષ ચાલ્યા કરે. બીજા અમુક લોકો ચીજોને ગ્રે રંગમાં (અચ્છાઈમાં ખરાબી અને ખરાબીમાં અચ્છાઈ) જોઈને પરિસ્થિતિ પ્રમાણે અનુકુળ થવાનો પ્રયાસ કરે. સૌથી ડાહ્યા એ હોય છે, જે કોઈ વર્ગીકરણ જ ન કરે અને દરેક ચીજમાં સંવાદિતા જુવે.

No comments:

Post a Comment