Sunday, January 23, 2022

સર્જનયાત્રાનું મંથન-૩૯

આપણે જેમાં માનતા હોઈએ એટલું જ ન વાંચવું. આપણી માન્યતાઓની વિરુદ્ધ હોય તેવું પણ જે વાંચે, તેને ઉત્તમ વાચક કહેવાય. પૂર્વગ્રહવાળું વાંચન પણ અંધશ્રદ્ધા જ કહેવાય. ઘણા લોકો વાંચીને કટ્ટર થઈ જાય છે, કારણ એ કે તેઓ તેમની માનસિકતાને માફક આવે તેવું વાંચતા હોય છે. અસલી વાચક ક્યારેય 'મને સમજાઈ ગયું' નો ભ્રમ પેદા ના થવા દે. જીવન અને જગત આપણી મર્યાદિત સમજણ કરતાં અનેક ઘણું વિશાળ છે. અસલી બુદ્ધિશાળી વ્યક્તિ જેમ જેમ જ્ઞાન એકઠું કરે, તેમ તેમ તેને તેની અજ્ઞાનતાનો અહેસાસ સ્પષ્ટ થતો જાય. જ્ઞાનનું અસલી કામ જ  અજ્ઞાનતાને સાબિત કરવાનું છે.

No comments:

Post a Comment