Friday, April 1, 2022

વિરલ વિભૂતિ -ગોહિલવાડનું રતન મહારાજા કૃષ્ણકુમારસિંહજી


        સૌરાષ્ટ્રનાં ૨૨૨ રજવાડાંઓમાં કે દેશભરમાં પણ ગાંધીજીને અને દેશકાળને સમજીને ઇતિહાસનાં પરિવર્તનોને પારખનારા રાજવીઓ ઓછા હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજી તેમાં અપવાદરૂપ હતા. દેશને સ્વતંત્રતા મળી ગઈ, પાકિસ્તાન જુદું પડી ગયું, પણ દેશી રાજ્યોનો પ્રશ્ન હજી ઉકેલાયો નહોતો. કેટલાયે રાજવીઓ સ્વતંત્ર બની સત્તા ટકાવી રાખવાનાં સપનાં સેવી રહ્યા હતા. કાયદે આઝમ ઝીણા અને તેમના સાથીદારો પાકિસ્તાનમાં જોડાઈ જવા રાજવીઓને લલચાવી રહ્યા હતા.

           કૃષ્ણકુમારસિંહજીને રાજવીઓનાં જૂથોમાં જોડાવાનો આગ્રહ થતો હતો. પણ તેમણે પ્રજાને જવાબદાર તંત્ર આપવાની વિચારણા શરૂ કરી હતી. ડિસેમ્બર, ૧૯૪૭માં તેમણે નિર્ણય કરી લીધો. દીવાન અનંતરાય પટ્ટણી હાજર નહોતા. બળવંતરાય મહેતા પણ દિલ્હી ગયા હતા. તેમણે બીજા રાજકીય અગ્રણી જગુભાઈ પરીખને બોલાવીને જણાવ્યું કે પોતે ભાવનગરની પ્રજાને જવાબદાર રાજતંત્ર આપી દેવાનો નિર્ણય કરી લીધો છે. જગુભાઈએ તેમનો નિર્ણય આવકારીને આનંદ વ્યક્ત કર્યો તથા દિલ્હી જઈ સરદારસાહેબને મળવા અભિપ્રાય આપ્યો. મહારાજાએ તેમનો અભિપ્રાય સાંભળી લીધો.

        તે પછી તેમણે જાતે નિર્ણય કર્યો કે દિલ્હી જઈ ગાંધીજીને મળવું. તેમણે ગઢડાથી શેઠ મોહનલાલ મોતીચંદને બોલાવ્યા. તેમને કામ સોંપ્યું કે દિલ્હી જઈ ગાંધીજી સાથેની પોતાની મુલાકાતની વિગતો નક્કી કરી આવે. ગાંધીજીએ આપેલી તારીખ પ્રમાણે મહારાજા ૧૭ ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ રાત્રે ૧૧ વાગ્યે મળવા ગયા. મનુબહેન ગાંધીએ ‘દિલ્હીમાં ગાંધીજી’ ભા.૧ માં મહારાજાની ગાંધીજી સાથેની મુલાકાતનું વર્ણન આપ્યું છે. સમય નજીક જણાતાં ગાંધીજીએ મનુબહેનને બહાર કાર સામે જઈ મહારાજાને માનપૂર્વક લઈ આવવા જણાવ્યું. જ્યારે મહારાજા તેમના ખંડમાં પ્રવેશ્યા ત્યારે તેઓ પોતાના હાથમાં મધ અને લીંબુ સાથેના પાણીનો પ્યાલો હતો તે મનુબહેનના હાથમાં સોંપી ઊભા થઈ ગયા અને મહારાજાને સ્વાગતમાં નમસ્કાર કર્યા. 

            દીવાન અનંતરાય પટ્ટણી સાથે હતા, પણ મહારાજાએ ગાંધીજીને એકલા જ મળીને વાતચીત કરી હતી. મહારાજાએ ગાંધીજીને નમ્રતાપૂર્વક જણાવ્યું કે મારું રાજ્ય હું આપનાં ચરણોમાં સોંપી દઉં છું. મારું સાલિયાણું, ખાનગી મિલકતો વગેરે અંગે આપ જે નિર્ણય કરશો તે જ હું સ્વીકારીશ. આપની આજ્ઞા પ્રમાણે જ બધું કરીશ. ગાંધીજી મહારાજાની આવી ઉદાર અને ઉમદા રજૂઆતથી ખૂબ રાજી થયા. છતાં પૂછ્યું, ‘આપનાં રાણીસાહેબ અને ભાઈઓને પૂછ્યું છે ?’ મહારાજાનો જવાબ હતો કે મારા નિર્ણયમાં તેમનો અભિપ્રાય પણ આવી જાય છે. ગાંધીજીએ આ અંગે સરદાર વલ્લભભાઈ પટેલને મળી વિગતે વાત કરવા જણાવ્યું.

        મહારાજા દિલ્હી રોકાયા હતા અને સરદારસાહેબ, જવાહરલાલ નહેરુ, લોર્ડ માઉન્ટબેટન વગેરે સૌ પદાધિકારીઓને મળ્યા હતા. ફરી ગાંધીજીને મળવા જતા હતા ત્યારે અન્ય આવેલા રાજવીઓને કહેતા કે તમે પૂછતા હતાને કે અમારે હવે શી રીતે વરતવું ? તો તમે ભાવનગરના આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ઉદાહરણ લો અને તેમણે જે રસ્તો લીધો તેવો તમે પણ લો તેવી મારી ભલામણ છે. 

        મનુબહેને પાછળથી ગાંધીજીને પૂછેલું : ‘બાપુ, આપની પાસે તો વાઈસરોય જેવા ઘણા મોટા લોકો આવે છે. પણ આપ ક્યારેય ઊભા થતા નથી અને કાર સામે જવાનું કહેતા નથી. તો આ મહારાજા તેમાં અપવાદ કેમ ?’ ગાંધીજીએ કહ્યું : ‘મનુ, તું જાણે છે ના કે હું ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણ્યો છું. એટલે એક વખતનો પ્રજાજન કહેવાઉં. તે મહારાજા છે. એટલે મારે તેમને માન આપવું જોઈએ.’ આવા મહાન હતા ભાવનગરના મહારાજા અને ખરા અર્થમાં પ્રજાહદૃયસમ્રાટ મહારાજા કૃષ્ણકુમારસિંહજી. દુનિયામાં એકમાત્ર રાજવી એવા થયા કે જેમનું નામ પ્રાતઃ સ્મરણીય લેવાય છે એવા ભાવનગર રાજના રતન સમાન મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની પાવન પુણ્યતિથિ નિમિત્તે મહારાજા સાહેબના ચરણોમાં શત શત વંદન. જય હો ભાવેણાનાં ઘણીનો. ધન્ય છે ગોહિલવાડની ધરતી. 

સંદર્ભ સ્તોત્ર : વિકિપીડિયા અને અન્ય પુસ્તકોમાંથી 

Sunday, March 27, 2022

સર્જનયાત્રાનું મંથન-૪૮

        


    દેશ વિશે ક્યારેક આપણને ક્યારેય ચિંતા થતી નથી કે આપણા નોકરને સહી કરતા આવડે છે કે નહીં. આપણા કર્મચારીઓને ક્યારેય ભણવા માટે આપણે પ્રેરિત કરી આપજો નથી જોયો, કર્યું હોત તો તે પોતાના બાળકોને ભણવા મોકલ્યા તે આપણે આ દિશામાં ક્યારેય વિચારતા નથી. દરેક વ્યક્તિએ આ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. દરેક વ્યક્તિએ અંગત રીતે પોતાના તરફથી કંઈક યોગદાન આપવું જ જોઈએ. લોકો શિક્ષિત થશે તો વાંચતા થશે અને વાત છે તો લેખની સાર્થકતા પણ વાત છે, જ્યારે આપણું ધાર્યું થતું જ નથી. આપણા બધા સપનાઓ સાચા  પડતા નથી ત્યારે આપણે ઈશ્વરને યાદ કરીએ છીએ. રચનાને પુરસ્કાર મળે છે ત્યારે લેખકને મળતો નથી. મુંબઈથી દિલ્હી જતી વખતે હું milestone જોઉં છું પુરસ્કારો amazon જેવા છે અને સર્જનાત્મકતા યાત્રા છે. પુરસ્કારો મળવાની ઘણી માઈલસ્ટોન બની ગઈ છે. હવે તમારે આગળ વધવું જોઈએ તમારે તો તમારી મુસાફરીએ નીકળવાનું છે લખવાનું છે, milestone પર બેસી રહેવાનું નથી. સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો તો બહુ સારું લાગ્યું મજા આવે એવું લાગ્યું કે તમે કહેશો કે જો તો કે તો આ એ શહેર છે કે જે ફિલ્મી ગીતો લખે છે તો કહીશ નહિ ભાઈ આ ગીતો લખવા વાળા છે જેમને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે બસ એટલો જ ફરક પડ્યો છે પણ એના પર બેસી રહેવાનું નથી આ સફર તો ચાલુ રાખવાની છે

લી...ગુલઝાર સાહેબ

Monday, March 21, 2022

સર્જનયાત્રાનું મંથન-૪૭

·         જે કંઈ તમને હેરાન - પરેશાન કરે છે તે તમને ધીરજ રાખતા અને શાંત રહેતા શીખવે છે.

·         જે કોઈ તમને તરછોડી દે છે તે તમને તમારા પોતાના પગ પર ઉભા રહેતા શીખવે છે.

·         જે કંઈ તમને ઉશ્કેરે કે દુભવે છે તે તમને ક્ષમા અને ઉદારતાના પાઠ શીખવે છે.

·         જે કંઈ તમારા પર હાવી થઈ જાય છે તે તમને નિયંત્રણ રાખતા શીખવે છે.

·         જે કંઈ તમને ધિક્કારે તે તમને બિન-શરતી પ્રેમ કરતા શીખવે છે.

·         જે કંઈ તમને ડરાવે તે તમને તમારા ગર્ભિત ભય પર વિજય મેળવવા હિંમત રાખતા શીખવે છે.

·         જે કંઈ તમે કાબૂમાં ન કરી શકો તે તમને જતું કરતા શીખવે છે.

·         જે કંઈ તમને અન્યો પાસેથી મળતું નથી તે તમને સ્વતંત્ર થતા શીખવે છે.

·         જે કંઈ તમને પ્રશ્ન રૂપે સતાવે તે તમને તેનો ઉકેલ શોધતા શીખવે છે.

·         જે કંઈ તમારા પર હુમલા સ્વરૂપે આવે તે તમને સામનો કે પ્રતિકાર કરતા શીખવે છે.

·         જે કંઈ તમને જાકારો આપે કે નીચા દેખાડે તે તમને ઉંચી નજર રાખતા, ઇશ્વર તરફ જોતા શીખવે છે.

·      જીવનના દરેક તબક્કે ગમે તે પરિસ્થિતીમાં હંમેશા કોઈક ને કોઈક પાઠ છૂપાયેલો છે તે શીખો. આમ કરવાથી જીવન ધોરણ ચોક્કસ સુધરશે.

ઇન્ટરનેટ પરથી.. 

Sunday, March 13, 2022

સર્જનયાત્રાનું મંથન-૪૬

         આજ મારે વાત કરવી છે જીવનના ઘડતરની અને જીવનની માવજતની. આજનું બાળક કે યુવાન આપણા જુના પરંપરાગત રીતિ-રીવાજોને જો આધુનિકતાના સમન્વય સાથે અપનાવે તો તે જીવનમાં જોઇએ તે મુકામ હાંસલ કરી શકે છે. કારણ કે આપણા વડીલોએ ઘણા બધા રીવાજો માત્ર દેખાડો કરવા નહિં પણ જીવનના ઊંચા મૂલ્યોને સાર્થક કરવા માટે બનાવ્યા હતા, જે આજના વર્તમાન સમયમાં એટલા જ સત્ય પૂરવાર થયા છે.

         પહેલાના સમયમાં બાળકને છ કે સાત વર્ષનો થાય પછી જ શાળામાં અભ્યાસ માટે મોકલવામાં આવતો અને ઘણા સમય સુધી એ એક રિવાજની જેમ સ્થાપિત થઇ ગયેલો. આ છ કે સાત વર્ષનું બાળક પોતાનું બાળપણ ખુબ જ સારી રીતે માણી લીધા બાદ, માં-બાપ અને દાદા-દાદીનું વ્હાલ પણ મનભરીને માણી લીધા બાદ શાળામાં દાખલ થનારુ એ બાળક પણ એટલી જ જીજ્ઞાસાવૃતિ સાથે જીવનના પાઠ શીખતો હતો. રમત-ગમત અને ખેલકુદના શીખેલા દાવથી શરીર કસાયેલું રહેતું. બાળકને બીમારીની બહુ અસર પણ થતી નહોતી. આ બાળકોએ પણ આગળ વધીને પોતાની યુવાનીમાં સારામાં સારી મહેનત કે પરિશ્રમથી તેમના જીવનમાં ઊંચા મુકામ હાંસલ કર્યા છે. ગાંધીજી, સરદાર પટેલ, ધીરુભાઇ અંબાણી, વિનોબા ભાવે, સ્વામી વિવેકાનંદ જેવા અનેક મહાપુરુષોએ જીવન કેળવણીની તાલીમ લઇને આગળ આવ્યા છે.

         અંતમાં એટલું જ કહેવાનું કે સ્પર્ધાત્મક અને ઝડપી ટેકનોલોજીના આ સમયમાં બાળકને માત્ર ભણતર જ નહીં પણ ઘડતર અને ગણતરવાળું વાતાવરણ પણ આપીએ. આ સાથે જ જય જય ગરવી ગુજરાત..

Sunday, March 6, 2022

સર્જનયાત્રાનું મંથન-૪૫

ચાર્લી ચેપ્લિન 88 વર્ષ જીવ્યા 
તેમણે 4 નિવેદનો  દીધા:

(1) આ દુનિયામાં કંઈપણ કાયમ માટે નથી, આપણી સમસ્યાઓ પણ નહીં.
(2) મને વરસાદમાં ચાલવું ગમે છે કારણ કે કોઈ મારા આંસુ જોઈ શકતું નથી.
(3) જીવનનો સૌથી હારી ગયેલો દિવસ તે દિવસ છે જેને આપણે હસતા નથી.
(4) વિશ્વના છ શ્રેષ્ઠ ડોકટરો ...:
1. સૂર્ય
2. આરામ
3. વ્યાયામ
4. આહાર
5. આત્મગૌરવ
6. મિત્રો

જો તમે ચંદ્ર જોશો, તો તમે ભગવાનની સુંદરતા જોશો ...
જો તમે સૂર્ય જોશો, તો તમે ભગવાનની શક્તિ જોશો ...
જો તમે અરીસો જોશો, તો તમે ભગવાનની ઉત્તમ રચના જોશો. 

જીવન માત્ર એક યાત્રા છે! તેથી, મોજ થી  જીવો!અને ચિંતા છોડો

Sunday, February 27, 2022

સર્જનયાત્રાનું મંથન-૪૪

આપણે જો કોઈ વ્યક્તિના જીવનમાં કોઈ સકારાત્મક યોગદાન ના આપી શકીએ, તો તેની પાસે આપણા માટે સમય ના હોય. આપણી વાતમાં જો વેલ્યુ નહીં હોય, તો આપણને સાંભળવા કોઈ ના રોકાય. ખાલી આપણા સંતાનો કે પેરેન્ટ્સ જ આપણને ચલાવી લે, અને એમાંય ગેરંટી તો નથી જ કે તેઓ પણ એક દિવસ મ્હો ફેરવી નહીં લે. બીજી વ્યક્તિ આપણને તેનો સમય અને એટેન્શન કેટલું આપે છે, તેનો સીધો સંબંધ આપણે શું ઓફર કરીએ છીએ તેના પર છે. કોઈનું એટેન્શન મેળવવા માટે આપણે તેની કિંમત આપવી પડે. એટેન્શન ખૈરાત નથી. ચાહે લેખક હોય કે સાધારણ વ્યક્તિ, આપણે બકવાસ સાંભળવા એટેન્શન નથી આપતા.


Sunday, February 20, 2022

સર્જનયાત્રાનું મંથન-૪૩

મોટાભાગના લોકો ખુદને બદલી શકતા નથી તેનું કારણ એ છે કે તેમને અંધશ્રદ્ધાની હદે ખુદ પર વિશ્વાસ હોય છે. બદલાવ માટેની પહેલી શરત એ છે કે મને એ સવાલ થવો જોઈએ કે હું  જે કરું છું તે કેમ કરું છું. તેના જવાબમાંથી મને મારા અમુક પ્રકારના રિપેટિટિવ વ્યવહાર-વિચારની યોગ્યતા કે આયોગ્યતાની સમજણ આવે. આપણે જો જાતને 'કેમ?' સવાલ પૂછવા માટે ગલ્લાતલ્લા કરીએ, તો પછી 'કેમ નહીં?' એ સવાલ પણ પૂછવાનું અઘરું પડે. 'કેમ નહીં?' એ નવી શરૂઆતનો પાયો છે, હું આવું કેમ ના કરું? હું તેવું કેમ ના વિચારું? 'કેમ?' અને 'કેમ નહીં?' એ બંને સવાલો નવી જિંદગી માટેનો પાયો છે, પણ આપણે વિચારો અને વ્યવહારની એવી હેબિટના ગુલામ હોઈએ છીએ કે આવા સવાલો પૂછતાં નથી. એટલા માટે પરિવર્તન હંમેશાં આકરું હોય છે. આપણે નવા વ્યવહાર-વિચારની અજાણી ભૂમિ પર પગ મૂકવાને બદલે આદતવશ વ્યવહાર-વિચારની પરિચિત ભૂમિ પર ખોડાયેલા રહીએ છીએ, પછી ભલે કે ગમે તેટલું વિધ્વંસક હોય.

Sunday, February 13, 2022

સર્જનયાત્રાનું મંથન-૪૨

       


         આપણે આપણી આખી જિંદગી મગજના સહારે જીવીએ છીએ. આ જટિલ જગતમાં સારી રીતે જીવવા માટે આપણી પાસે એક માત્ર શસ્ત્ર મગજ છે. જગત સાથે આપણું મોટાભાગનું ઇન્ટરેક્શન મગજના માધ્યમથી થાય છે. આપણી પાંચે ઇન્દ્રિયો 24 કલાક જગતની ઇન્ફોર્મેશન મગજને પ્રોસેસ કરવા પહોંચાડે છે. 

        આ કારણથી મન હોંશિયાર અને કાર્યક્ષમ હોવું જરૂરી હોય છે. આપણે જો મગજને ટ્રેનિંગ આપીએ, તો તે આપણા કંટ્રોલમાં રહે, નહીં તો સમાજ તેને ચલાવે. એટલે જ બહુ લોકોના જીવનમાં સમાજ ઘૂસેલો હોય છે. આપણે જાતે જો આપણું બ્રેઇન વોશ ના કરીએ, તો બીજા લોકો એ કરશે. બ્રેઇન વોશ એ મગજની ટ્રેનિંગ છે.

Friday, February 11, 2022

વિવેકાનંદની વાણી-મણકો : ૧૪

ધર્મ નજીક કેવળ તેઓ જ રહી શકે છે જે દુ:ખ પોતાના માટે રાખે છે અને સુખ અને સુરક્ષા અન્યને આપે છે. વિવેકાનંદ હિન્દુસ્તાનથી અમેરિકા જતા હતા. રામકૃષ્ણ પરમહંસનાં પત્ની શારદા માના આશીર્વાદ લેવા ગયા. એ સમયે રામકૃષ્મ પરમહંસ અવસાન પામ્યા હતા. શારદા મા રસોડામાં કામ કરી રહ્યાં હતાં. 

વિવેકાનંદજીએ આવીને કહ્યું, ‘મા, મને આશીર્વાદ આપો હું અમેરિકા જઉં છું.’

શારદા માએ પૂછ્યું, ‘અમેરિકા જઇને શું કરશો?’

‘હું હિંદુ ધર્મનો સંદેશ પ્રસરાવીશ.’

શારદા માએ કોઇ પ્રતિભાવ ન આપ્યો. ચૂપ રહ્યાં. થોડી પળ પછી પોતાનું કામ કરતાં કરતાં બોલ્યાં, ‘પેલી શાક સુધારવાની છરી મને આપશો?’

વિવેકાનંદજીએ છરી ઉપાડીને શારદા માને આપી. શારદા માએ છરી આપતા વિવેકાનંદજીના હાથ પર એક નજર કરી. પછી વિવેકાનંદજીના હાથમાંથી છરી લેતાં બોલ્યાં, ‘જાઓ, મારા આશીર્વાદ છે તમને’. હવે વિવેકાનંદજીથી ન રહેવાયું.

‘મા છરી ઉપાડવાને અને આશીર્વાદ આપવાને શો સંબંધ છે?’

શારદા માએ કહ્યું, ‘હું જોતી હતી કે તમે છરી કેવી રીતે ઉપાડીને મને આપો છો. સામાન્ય રીતે કોઇ છરી ઉપાડીને આપે ત્યારે હાથો તેના હાથમાં રાખે છે. પણ તમે છરી ઉપાડીને આપી ત્યારે હાથો મારી તરફ અને ધાર તમારા તરફ રાખીને છરી મને આપી. મને ખાતરી છે કે તમે ધર્મનો સંદેશ સફળતાપૂર્વક લોકો સુધી પહોંચાડશો. કારણ કે ધર્મ કે પરમાત્મા નજીક કેવળ તેઓ જ રહી શકે છે જે દુ:ખ પોતાના માટે રાખે છે અને સુખ અને સુરક્ષા અન્યને આપે છે. જેમ તમે ધાર તમારી તરફ રાખી અને હાથો મને આપ્યો.’


Sunday, February 6, 2022

સર્જનયાત્રાનું મંથન-૪૧

 

પરિવાર જમવા બેઠો હતો, ભોજન પીરસાઇ ગયું હતું,

સાસુએ દાળની ચમચી મોઢે માંડી ને મોં બગાડ્યું, 

દાળ ખારી છે, મને પૂછતાં હો તો.

નણંદે કહ્યું , ઉસ જેવી ! 

પીરસતાં પહેલાં ચાખતાં હો તો..! 

સસરાએ કહ્યું, : વહુ બેટા, 

દાળ સારી જ છે, બસ મીઠું સ્હેજ આગળ પડતું છે....

પુત્રવધૂએ પતિ સામે જોયું,

પતિએ હળવેકથી થોડુંક પાણી ઉમેરી દીધું ને કહ્યું, : હવે સરસ લાગે છે. 

સાસુના ભંવા તંગ...! 

નણંદબાએ મોં મચકોડ્યું....! 

પુત્ર તરફ જોતા સસરાનો ચહેરો મલક્યો. 

પુત્રવધૂની આંખો હસી. 

એનું રાંધેલું સહુ રોજ જમે છે. દાળ ખારી બનાવવી એવો તો એનો હેતુ ન જ હોયને ? 

સારું લાગે ત્યારે વખાણના બે શબ્દ ભલે બોલતા નથી પણ પીરસાયેલા ભોજનનો સ્વાદ ક્યારેક તમને અનુકૂળ ન પણ હોય એવે સમયે ટીકા કરવા કરતા સ્વાદ સુધારી લેતા આવડે એ પ્રિયજન.

સવાલ અભિગમનો છે, પુત્રવધૂ પારકી નથી, પરિવારની છે. પરિવારે પસંદ કરી છે.

Sunday, January 30, 2022

સર્જનયાત્રાનું મંથન-૪૦

આપણે જ્યારે કોઈ ચીજને સારી કે ખરાબના લેબલ હેઠળ મૂકીએ, પછી આપણું મગજ તેનું વધુ વિશ્લેષણ નથી કરતું.  આપણે એ લેબલને જ સત્ય માની લઈએ છીએ અને લેબલ નીચે છુપાયલા અસલી સત્યને શોધવાનું બંધ કરી દઈએ છીએ. આપણે તુલનાત્મક અથવા સાપેક્ષ (રીલેટિવ) રીતે વિચારીએ છીએ, અને દરેક ચીજોને ખુદના સંદર્ભમાં એટલા માટે જોઈએ છીએ જેથી તે સરળતાથી સમજમાં આવે. મોટાભાગના લોકો ચીજોને બ્લેક એન્ડ વ્હાઇટમાં જોઈને તેને સારી કે ખરાબમાં વર્ગીકૃત કરે છે. એટલે આ બે અંતિમો વચ્ચે તેમનો નિયમિત સંઘર્ષ ચાલ્યા કરે. બીજા અમુક લોકો ચીજોને ગ્રે રંગમાં (અચ્છાઈમાં ખરાબી અને ખરાબીમાં અચ્છાઈ) જોઈને પરિસ્થિતિ પ્રમાણે અનુકુળ થવાનો પ્રયાસ કરે. સૌથી ડાહ્યા એ હોય છે, જે કોઈ વર્ગીકરણ જ ન કરે અને દરેક ચીજમાં સંવાદિતા જુવે.