વર્તમાન કોરોના કાળ બાદ જ્યારે પરિસ્થિતિ પૂર્ણ સ્થિર થવા પ્રયત્નશીલ છે ત્યારે એક શિક્ષક તરીકે સતત એ વિચાર આવ્યા કરે છે કે શું શિક્ષણની વ્યાખ્યાઓ બદલાઈ જશે ? સંસ્કાર, વિનય, વિવેક જેવી બાબતો માત્ર માત્ર શાળાઓનો જ ભાગ હતી ? બાળકો સાથેનું વાત્સલ્ય અને પ્રેમ, હૂંફ અને કરુણા જેવા સદગુણો બાળકને માતા-પિતા કરતાં વધારે કોણ સારી રીતે કેળવી શકે ? શિક્ષણમાં માત્ર ધોરણવાર નક્કી થયેલા અભ્યાસક્રમને ભણાવી દેવાથી બાળક એ વધુ બધું જ ગ્રહણ કરે છે એવી માન્યતા કોણે વિકસાવી ? દરેક બાળક સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે, સ્વતંત્ર રીતે વિચારી શકે છે ત્યારે તેને પૂરતી મોકળાશ આપવાથી તે સારા નરસાનો ભેદ ભાવ સારી રીતે પારખી શકે છે. માણસ સંપૂર્ણ બને એવી કેળવણીની વાતો સેમિનાર કે ઓનલાઇન સંવાદો જેવા ઘણા કાર્યક્રમો કેટલા થાય છે તેમાં વારંવાર સંભળાય છે, ત્યારે એક જ વિચાર થાય કે તેમાં ભાગ લેતા દરેક માંથી કેટલા લોકોએ સાંભળ્યા બાદ પોતાના જીવનમાં કે પોતાના બાળકો કે પરિવારમાં એ બધા વિચારોને વહેંચવાનો પ્રયત્ન કરે છે. જો આ વિચારોની વાવણી યોગ્ય રીતે થાય તો સમજી શકાય કે શિક્ષણનો ઉદ્દેશ સાર્થક થઈ શકે છે.
No comments:
Post a Comment