સર્જનની સરવાણી-૨૪
- આ જગતમાંથી હું એક જ વાર પસાર થવાનો છું, તેથી જો કશી મમતા
બતાવી શકું તેમ હોઉં કે કોઇ સારું કામ કરી શકું તેમ હોઉં તો લાવ અત્યારે જ કરી લઉં, કારણકે હું બીજીવાર
અહીંથી નીકળવાનો નથી.
- આપણી જાતને પ્રમાણિક બનાવીએ એટલે જગતમાંથી એક
બદમાશ તો ઓછો થયો હોય તેની ખાતરી સાંપડે.
- આપણે કેટલું અલ્પ જાણીએ છીએ તે જાણતા પહેલાં
પણ આપણે કેટલું બધું જાણવું પડે છે.
- આ પળોનો ખ્યાલ રાખજો ; યુગ તો એનું સંભાળી
લેશે.
- આ પૃથ્વી આપણા વડવાઓ આપણે માટે મૂકતા ગયા નથી, પરંતુ આપણા સંતાનો પાસેથી
તે આપણે ઉછીની લીધી છે એમ સમજીને તેની સંપત્તિનો ઉપયોગ કરજો.
- ઉપકારનો બદલો વાળી દેવાની અતિ ઉતાવળ એટલે
કૃતજ્ઞતાનો એક જાતનો અભાવ.
- ઉપવાસ સહેલો છે, પરંતુ સંયમપૂર્વકનો આહાર અઘરો છે અને મૌન સહેલું
છે, પરંતું સંયમપૂર્વક બોલવું અઘરું છે.
- એક મહાપુરુષ એવો હોય છે કે જે દરેક માણસને
તેની લઘુતાનું ભાન કરાવે છે, પરંતુ સાચો મહાપુરુષ તો એ છે કે જે દરેક માણસને તેની મહત્તનું ભાન
કરાવે છે.
- ઘણીવાર આપણે તો વિચારો કરવાનું કષ્ટ વેઠયા
વિના જ અભિપ્રાયો ધરાવવાની સાહ્યબી ભોગવતા હોઇએ છીએ.
- પ્રકાશ ફેલાવવાના બે રસ્તા છે : મીણબત્તી
બનવું અથવા તો એનું પ્રતિબિંબ પાડનાર આરસી બનવું.
No comments:
Post a Comment