Wednesday, October 14, 2020

ડો.કલામ વંદના

              અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા રાષ્ટ્રપતિ, મિસાઈલ મેન, જેમનાં જીવનની દરેક ક્ષણ અને પ્રત્યેક પળ ભારત દેશના અ  ને વિશ્વમાં વસતા તમામ લોકો માટે વિજ્ઞાનનો  જીવનમાં સુખ અને શાંતિ માટે ઉપયોગ થાય તેમજ પોતાનાં વ્યસ્તતા ભરેલા સમયે પણ બાળકો અને યુવાનો સાથે ચર્ચા કરવામાં એવાં તો તલ્લીન થઈ જતા કે બાળકોના તેઓ પ્યારા પ્રેસિડેન્ટ બની ગયા. જેમણે વિજ્ઞાનની સાધના થકી જ પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ અપનાવ્યો એવાં મારા અને આપણા દેશમાં વસતા હજારો લોકોનાં પ્રેરણામૂર્તિ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી ડો.એ.પી.જે અબ્દુલ કલામ સાહેબની જન્મજયંતિ નિમિત્તે એમનાં ચરણોમાં શત શત વંદન.
            ડો.કલામ સાહેબે પોતાનું સમગ્ર જીવન ભારતમાતાની સેવા કરવા માટે અને ભારતદેશના સર્વતોમુખી વિકાસ માટે જ સમર્પિત કરી દીધું હતું. તેમના નેતૃત્વમાં ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી હતી અને એમના જ મિશન અને વિઝનના કારણે  આજે ભારત વિશ્વની પાંચ મહાસત્તાઓ સમકક્ષ બની શક્યું છે. તેમણે હંમેશા બાળકો અને યુવાનોને પોતાના પ્રેમ અને લાગણીથી તરબોળ રાખ્યા હતા. જ્યારે પણ સમય મળે ત્યારે તેઓ યુવાનોને ભણાવતા અને જ્ઞાન સંપાદન કરાવતા હતા. તેમના જીવનના અંતિમ સમયમાં પણ તેઓ યુવાનોને વ્યાખ્યાન આપતા હતા, જે તેમની એ સર્વશ્રેષ્ઠ શિક્ષક તરીકેની ગરિમા સમજાવે છે.

No comments:

Post a Comment