Friday, October 30, 2020

સરદાર વલ્લભભાઈ પટેલ

     


          ૩૧મી ઓક્ટોબર 2020 ના રોજ અખંડ ભારતના શિલ્પી, સર્જક, રાષ્ટ્રભક્તિ, સાદગી  અને સેવાની ઉત્તમ ભાવના રાખનારા સરદાર વલ્લભભાઈ પટેલની 145 મી જન્મ જયંતી આપણા મગ્ર દેશમાં ઉજવી રહ્યા છીએ ત્યારે ભારત માતાના વીર સપૂત ના ચરણોમાં શત શત વંદન સાથે આવા આપણા લોખંડી મહાપુરુષની રાજકીય કુનેહ અને મુત્સદ્દીગીરીનું  એક ઉત્તમ ઉદાહરણ એટલે આપણા ૫૬૨ દેશી રજવાડાઓનું વિલીનીકરણ.

       ૩જી જુનની યોજના હેઠળ ૬૦૦થી વધુ રજવાડાઓને ભારત કે પાકિસ્તાનની સાથે જોડાઈ જવાની કે પછી સ્વતંત્રતા સ્વીકારવાની તક આપવામાં આવી હતી. ભારતીય રાષ્ટ્રીયતાવાદીઓ તેમજ આમ જનતાના ઘણા ખરા ભાગને ડર હતો કે જો આ રજવાડાઓનો સમન્વય નહીં થાય તો મોટાભાગનો જન સમુદાય તેમજ પ્રાંતો ખંડિત રહી જશે. કૉંગ્રેસ તેમજ ઉપરી અંગ્રેજ અધિકારીઓનું માનવું હતુ કે રજવાડાઓને ભારતના રાજ્ય સંગઠનમાં સમન્વિત કરવાની કામગીરી સરદાર ઉત્તમ રીતે પાર પાડી શકશે. ગાંધીજીએ સરદારને કહ્યું હતુ કે “રાજ્યોનો મામલો એટલો મુશ્કેલ છે કે માત્ર તમેજ તેને ઉકેલી શકશો.” સરદારની ગણના પ્રમાણિક અને વ્યહવારુ નિર્ણય લેવાની શકિત ધરાવતા મુત્સદ્દી રાજનીતિજ્ઞ તરીકે થતી હતી કે જેઓ મહત્વનું કામ સફળતાથી પાર પાડી શકતા હતા. સરદારે વી.પી.મેનનને, કે જેઓ ઉપરી સરકારી સનદી હતા તેમજ ભારતના ભાગલા વખતે સરદાર સાથે કામ કરી ચુક્યા હતા, રાજ્ય ખાતામાં મુખ્ય સચિવ બની તેમના ખાસ સહયોગી બનવા કહ્યું હતુ. ૬ મે ૧૯૪૭ થી સરદારે રાજાઓની સાથે મંત્રાણા ચાલુ કરી પોતાની વાત રજુ કરી હતી કે જેના થકી રાજાઓ ભારતની બનવાવાળી સરકાર સાથે મંત્રણા કરવા રાજી થાય તથા સંભવિત ઘર્ષણો ઉભા ન થાય તેની તકેદારી લઈ શકાય. 

      સરદારે સામાજીક મુલાકાતો તેમજ અનૌપચારીક વાતાવરણ, જેમકે તેમના દિલ્હી ખાતેના ઘરે જમવા કે ચા માટે બોલાવીને મોટાભાગના રાજવીઓને વાટાઘાટોમાં સામેલ કર્યા હતા. આ મુલાકાતો વખતે તેમણે કહ્યું હતુ કે કૉંગ્રેસ તથા રાજરજવાડાઓ વચ્ચે કોઈ મુળભુત તકરાર છે નહીં, છતાં તેમણે એ વાત ઉપર ભાર આપ્યો હતો કે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭નાં દિવસે રજવાડાઓએ સદ્‌ભાવનાથી ભારતની સાથે સમન્વિત થઈ જવું રહેશે. સરદારે રાજવીઓની સ્વદેશાભિમાનની લાગણીને ઉશ્કેરતા કહ્યું કે તેમણે એક જવાબદારી ભર્યા શાસકની જેમ, કે જેમને પોતાની જનતાના ભવિષ્યની કદર હોય, પોતાના રાજ્યની સ્વતંત્રતામાં સહભાગી થવુ જોઈએ. તેમણે ૫૬૫ રાજવીઓને એ બાબત ઉપર સંમત કર્યા હતા કે તેમની પ્રજાની લાગણીઓ વિરુદ્ધ જઈને ભારતથી સ્વતંત્ર રહેવું તે અશક્ય જણાતું હતું. તેમણે વિલિનીકરણ માટે રાજવી સામે સાનુકુળ શરતો મુકી કે જેમાં રાજવીઓના વંશજો માટે અંગત ખર્ચ મુડીની પણ જોગવાઈ કરાઈ હતી. રાજવીઓમાં દેશપ્રેમની લાગણીને ઉશ્કેરતી વખતે સરદારે જો જરૂર પડે તો બળનો રસ્તો અપનાવાનો વિકલ્પ પણ ખુલ્લો રાખ્યો હતો અને વિલિનીકરણના દસ્તાવેજો ઉપર સહી કરવાની છેલ્લી તારીખ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ની રાખી હતી. ૩ને બાદ કરતા બીજા બધા રજવાડાઓ ભારતમાં વિલીન થઈ ગયા, પણ માત્ર જમ્મુ કાશ્મિર, જુનાગઢ તથા હૈદરાબાદ સરદારની સાથે સંમત નહી થયા.

        સરદારનું પોતાનુ વતન ગુજરાત હોવાને કારણે તેમના માટે જુનાગઢ ખુબ મહત્તવનું હતુ. સર શાહનવાઝ ભુત્તોના દબાણને વશ થઈને ત્યાંના નવાબે પાકિસ્તાનમાં વિલિનીકરણ સ્વીકાર્યું કે જ્યારે તે પાકિસ્તાનથી ઘણું દુર હતું તેમજ ત્યાંની ૮૦ ટકા પ્રજા હિંદુ હતી. સરદારે મુત્સદ્દીગીરી તથા બળનો સમન્વય કરતા નવાબ પાસે માંગણી કરી હતી કે તેઓ પાકિસ્તાન સાથેના વિલિનીકરણને ર‌દ્‌ કરીને ભારત સાથે સમન્વિત થઈ જાય. તેમણે પોતાનો ઈરાદો પુરવાર કરવા જુનાગઢની હકૂમત નીચેના ૩ પ્રદેશોનો તાબો લેવા સેનાને મોકલી હતી. મોટાપાયાના આંદોલનો તેમજ લોક સરકાર, કે જેને ‘આરઝી હુકુમત’ કહેવામા આવી, તેના બન્યા પછી ભુત્તો તેમજ નવાબ બન્ને કરાચી પલાયન થઈ ગયા અને સરદારના આદેશાનુસાર ભારતિય સેના તેમજ પોલીસની ટુકડીઓએ રાજ્યમાં કુચ કરી તાબો લીધો. ત્યાર બાદ લેવાયેલા મતદાનમાં ૯૯.૫ ટકા મતો ભારત સાથેના વિલિનીકરણની તરફેણમાં પડ્યા હતા. જુનાગઢનો તાબો લીધા બાદ ત્યાંની બહાઉદ્દીન કોલેજમાં ભાષણ આપતી વખતે સરદારે હૈદરાબાદ માટેની ઉત્સુકતા વર્ણવી હતી કે જે તેમના મતે ભારત માટે કાશ્મિર કરતાં પણ વધુ મહત્તવનું રાજ્ય હતું. તેમણે કહ્યું હતુ કે:

       “જો હૈદરાબાદ દિવાલ ઉપરના લખાણને અવગણશે તો તેની પરિસ્થિતી પણ જુનાગઢ જેવી થશે. પાકિસ્તાને કાશ્મિરને જુનાગઢની બદલે લેવાનો પ્રયત્ન કર્યો. જ્યારે અમે લોકશાહીથી મામલાને ઉકેલવાનો સુઝાવ કર્યો ત્યારે તેમણે (પાકિસ્તાને) તુરંત જવાબ આપ્યો કે જો આપણે કાશ્મિર માટે તેમ કરશું તો તેઓ તૈયાર છે. અમારો પ્રત્યુત્તર હતો કે જો તમે હૈદરાબાદ માટે તૈયાર હો તો અમે કાશ્મિર માટે તૈયાર છીએ.”

       હૈદરાબાદ બધા રજવાડાઓમાં સૌથી મોટું હતું અને અત્યારના આંધ્ર પ્રદેશ, કર્ણાટક તથા મહારાષ્ટ્રના ભાગોનો તેમાં સામાવેશ થતો હતો. ત્યાંના શાસક નિઝામ ઓસ્માનઅલી ખાં મુસ્લિમ હતા પણ ૮૫ ટકા પ્રજા હિંદુ હતી. નિઝામને સ્વતંત્રતા કે પછી પાકિસ્તાન સાથે સમન્વય જોઈતો હતો. રઝાકર તરીકે ઓળખાતા કાઝી રાઝવી હેઠળના મુસ્લિમ દળો કે જે નિઝામ પ્રત્યે નિષ્ઠા ધરાવતા હતા તેમણે નિઝામ ઉપર ભારત સામે ઉભા રહેવા માટે દબાણ કર્યું હતું અને સાથોસાથ સામ્યવાદી લડાઈખોરો સાથે મળીને ભારતની ભુમી ઉપર વસતા લોકો ઉપર હુમલાઓ કર્યા હતા. લડાઈ ટાળવાના લોર્ડ માઉન્ટબેટનના અત્યંત પ્રયાસ બાદ હયાતીમાં આવેલા સ્ટેન્ડ સ્ટિલ (જેમ છો તેમ) કરાર છતા નિઝામ દરખાસ્તો ઠુકરાવીને પોતાનું વલણ બદલતા રહ્યા. સપ્ટેમ્બર ૧૯૪૮માં સરદારે મંત્રીમંડળની બેઠકમાં ભાર પુર્વક કહ્યું હતું કે ભારતે વધારે સહન ન કરવું જોઈએ અને તેમણે નેહરુ તથા ચક્રવર્તિ રાજગોપાલાચાર્ય ને લશ્કરી કાર્યવાહી માટે મનાવી લીધા હતા. તૈયારીઓ બાદ, જ્યારે નેહરુ યુરોપની યાત્રા ઉપર હતા ત્યારે કાર્યવાહી પ્રધાનમંત્રી તરીકે સરદારે ભારતીય સેનાને હૈદ્રાબાદને ભારતમાં સમન્વિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. આખી યોજનાને ઓપરેશન પોલોનું નામ આપવામાં આવ્યું કે જેમાં હજારો રઝાકાર દળના સભ્યો મરણ પામ્યા, પણ જેના અંતે હૈદરાબાદનું ભારતમાં સંપુર્ણપણે વિલણીકરણ થઈ ગયું. લોર્ડ માઉન્ટબેટન તથા નેહરુનો બળ નહી વાપરવા પાછળનો હેતુ હિંદુ – મુસ્લિમ હિંસા ટાળવાનો હતો, પણ સરદારનો ભારપુર્વક મત હતો કે જો હૈદરાબાદને તેનો અઢંગા ચાળા ચાલુ રાખવા દીધા હોત તો સરકારની પ્રતિષ્ઠાને હાની પહોંચી હોત અને હિંદુ કે મુસ્લિમ કોઈ તેના રાજમાં સુરક્ષિતતાનો અનુભવ ન કરત. નિઝામને હરાવ્યા બાદ સરદારે તેમને રાજ્યના ઔપચારિક પ્રમુખ તરીકે રહેવા દઈ તેમની સાથે વાટાઘાટો કરી હતી.

Tuesday, October 27, 2020

સર્જનની સરવાણી-૯

        

        વર્તમાન સમયમાં જયારે આપણા બાળકોનો સંબંધ જીવંત  શિક્ષણ-પ્રણાલી સાથે તૂટી ગયો છે એવામાં આપણે સૌ ઓનલાઇન શિક્ષણના નામે એને સાંધવાનો પ્રયત્ન કરતા હોઈએ એમ લાગે છે. એ વર્ગખંડમાં ગુંજતી કિલકારીઓ અને શાળાના મેદાન પર હસતા-રમતા તેમજ કુદકા મારતા બાળકોની મસ્તી ખોવાઈ ગઈ હોય એવું લાગે છે. આવા માહોલમાં ઘરે પણ બાળકો માતા-પિતાની સાથે વધુમાં વધુ સમય પસાર કરતા કરતા એમના સમયની અવનવી રમતો રમતા રમતા જીવનનો સુવર્ણ સમય પસાર કરી  રહ્યા હોય એમ વર્તાય છે.આવા સમયે નવી અને જૂની પદ્ધતિઓ વચ્ચે સરખામણી થવી સ્વભાવિક છે. 

        આપણે દરેક કોઈને કોઈ શિક્ષણ પદ્ધતિમાંથી પસાર થયા હોઈએ છીએ. આજનું શિક્ષણ મારી દ્રષ્ટિએ વાહ શિક્ષણ છે. આહ શિક્ષણ તો ગયું. જેણે આહ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, તેઓ જ જાણે છે કે નિશાળે જતા કેટલો ડર લાગતો હતો અને જો ના જઈએ તો ટીંગા-ટોળી કરીને લઇ જાય તેમજ  જઈએ તો ઢીબી પણ નાખે. એવા માહોલમાં પણ શિક્ષકોના ડરના કારણે શિક્ષણ પાક્કું થતું. લાકડીનો માર હોય કે ના હોય પણ થપ્પડનો જાદુ તો હતો. શિક્ષકો સાવ ગુસ્સાવાળા જ હતા તેવું પણ નહોતું, પરંતું જો તેમના કહ્યા પ્રમાણે કામ ના થાય તો આવીજ  બન્યું જાણો . એ શિક્ષકો સ્વભાવે  ખૂબ માયાળુ પણ હતા. ગુરૂમાતા તો તેમનાથી પણ વધારે માયાળુ હોય એવું બનતું. બહારગામથી ભણવા આવતા બાળકો વરસાદના કારણે ઘેર ના જઈ શક્યા હોય તે દિવસે ગુરૂમાતા જ સગા અને સ્નેહી બની જતા. ગુરુમાતા એવા બાળકોને તેમના ઘેર રાખે, પોતાના સંતાનોની જેમ જમાડે અને કાળજી પણ લે. માતા પિતાને શક્ય હોય તો સંદેશો મોકલી આપે બાકી નિરાંત હતી. તે દિવસોમાં પણ માતા-પિતા સમજી લે કે ગુરુ એ સાચવી લીધા હશે.

        આજના શિક્ષણ ને હું વાહ શિક્ષણ એટલા માટે કહું છું કારણકે વર્તમાન સમયમાં બાળકોની વાહ-વાહી કરવાનું પ્રમાણ વધારે છે. શિક્ષકો વિદ્યાર્થીઓને દુઃખ એ પછી માનસિક હોય કે શારીરિક કોઈ પણ પ્રકારની તકલીફ પણ ના લાગે તેમ સાચવીને ભણાવે છે. વિદ્યાર્થીઓ પણ જાણે શિક્ષકોને વ્યવસ્થાનો ભાગ સમજી તેમની ફરજ તેઓ પુરી કરી રહ્યા છે તેવું માને છે. અત્યારે જાણે Give and take ની ભાવના વિકસી હોય એમ લાગે છે. શિક્ષકો પોતાનાથી બનતી કોશિશ કરે કે વિદ્યાર્થી ભણે, જો ન જ ભણે તો તેના નસીબ. આપણે પણ આવી વ્યવસ્થામાં વધારો કરવા માટે  શિક્ષણ પ્રક્રિયામાં શિક્ષકો વિરુદ્ધ જ કાયદો  લાવ્યા. આવા કાયદાની બીક શિક્ષકને બતાવવામાં આવે છે અને વાલીઓ પણ બાળકોને ભવિષ્યમાં નોટો છાપવાનું મશીન સમજતા હોય એમ ગણતરના બદલે માત્ર ને માત્ર ટકાવારી પર જ ધ્યાન આપે છે.

સર્જનવાણી: શિક્ષકનું ઘર સાધારણ હોય છે પરંતુ  શિક્ષક ક્યારેય પણ સાધારણ હોતો નથી.

Tuesday, October 20, 2020

સર્જનની સરવાણી-૮

 


        जब कृष्ण अपने अवतार काल को पूर्ण कर गौलोक जाने को तत्पर हुए, तब उन्होंने उद्धव को अपने पास बुलाया और कहा प्रिय उद्धव मेरे इस अवतार काल में अनेक लोगों ने मुझसे वरदान प्राप्त किये, किन्तु तुमने कभी कुछ नहीं माँगा, अब इस समय कुछ मांगो | मैं तुम्हे देना चाहता हूँ । तुम्हारा कुछ भला कर मुझे भी संतुष्टि होगी । उद्धव ने इसके बाद भी स्वयं के लिए कुछ नहीं माँगा | वे केवल अपने मन की उन शंकाओं का समाधान चाहते थे जो उनके मन में कृष्ण की शिक्षाओं और उनके कृतित्व को देखकर उठ रही थीं |

         उन्होंने भगवान् श्रीकृष्ण से पूछा – भगवन महाभारत के घटनाक्रम में अनेक बातें मैं नही समझ पाया, आपके उपदेश कुछ अलग रहे, जबकि आपका व्यक्तिगत जीवन कुछ अलग तरह का दिखता रहा | क्या आप मुझे उनका कारण समझाकर मेरी ज्ञान पिपासा को शांत करेंगे ?

        श्री कृष्ण बोले“उद्धव मैंने कुरुक्षेत्र के युद्धक्षेत्र में अर्जुन से जो कुछ कहा, वह भगबद्गीता थी | आज जो कुछ तुम जानना चाहोगे और उसका मैं जो उत्तर दूंगा, वह उद्धव गीता के रूप में जानी जायेगी । इसी कारण मैंने तुम्हें यह अवसर दिया है । तुम बेझिझक पूछो ।”

उद्धव ने पूछना शुरू किया – हे कृष्ण, सबसे पहले मुझे यह बताओ कि सच्चा मित्र कौन होता है ?

कृष्ण ने कहा – “सच्चा मित्र वह है जो जरूरत पड़ने पर मित्र की बिना मांगे मदद करे ।

        “उद्धव – कृष्ण, आप पांडवों के आत्मीय प्रिय मित्र थे। आजाद बांधव के रूप में उन्होंने सदा आप पर पूरा भरोसा किया। कृष्ण, आप महान ज्ञानी हैं, आप भूत, वर्तमान व भविष्य के ज्ञाता हो । किन्तु आपने सच्चे मित्र की जो परिभाषा दी है, क्या आपको नहीं लगता कि आपने उस परिभाषा के अनुसार कार्य नहीं किया ? आपने धर्मराज युधिष्ठिर को द्यूत (जुआ) खेलने से रोका क्यों नहीं ?ठीक है, आपने उन्हें नहीं रोका, लेकिन आपने भाग्य को धर्मराज के पक्ष में भी नहीं मोड़ा, आप चाहते तो युधिष्ठिर जीत सकते थे | आप कम से कम उन्हें धन, राज्य और खुद को भी हारने के बाद तो रोक सकते थे |

        उसके बाद जब उन्होंने अपने भाइयों को दांव पर लगाना शुरू किया, तब तो आप सभाकक्ष में पहुँच सकते थे । आपने वह भी नहीं किया। उसके बाद जब दुर्योधन ने पांडवों को सदैव अच्छी किस्मत वाला बताते हुए द्रौपदी को दांव पर लगाने कोप्रेरित किया, और जीतने पर हारा हुआ सब कुछ वापस कर देने का लालच दिया, कम से कम तब तो आपहस्तक्षेप कर सकते थे | अपनी दिव्य शक्ति के द्वारा आप पांसे धर्मराज के अनुकूल कर सकते थे । इसके स्थान पर आपने तब हस्तक्षेप किया, जब द्रौपदी लगभग अपना शील खो रही थी, तब आपने उसे वस्त्र देकर द्रौपदी के शील को बचाने कादावा किया |

        लेकिन आप यह यह दावा भी कैसे कर सकते हैं – उसे एक आदमी घसीटकर हॉल में लाता है, और इतने सारे लोगों के सामने निर्वस्त्रकरने के लिए छोड़ देता है,एक महिला का शील क्या बचा ? आपने क्या बचाया है? अगर आपने संकट के समय में अपनों की मदद नहीं की तो आपको आपाद बांधव कैसे कहा जा सकता है?आपने संकट के समय में मदद नहीं की, तो क्या फायदा है? क्या यही धर्म है?

इन प्रश्नों को पूछते पूछते उद्धव का गला रुंध गया और उनकी आँखों से आंसू बहने लगे । ये अकेले उद्धव के प्रश्न नहीं हैं । महाभारत पढ़ते समय हमारे मनोमस्तिष्क में भी यह सवाल उठते हैं |

 उद्धव ने हम लोगों की ओर से ही श्रीकृष्ण से उक्त प्रश्न किये |

        हंसते हुए भगवान कृष्ण बोले -” प्रिय उद्धव यह सृष्टि का नियम है कि विवेकवान ही जीतता है | उस समय दुर्योधन के पास विवेक था, धर्मराज के पास नहीं । यही कारण रहा कि धर्मराज पराजित हुए । “उद्धव को हैरान परेशान देखकर कृष्ण आगे बोले – “दुर्योधन के पास जुआ खेलने के लिए पैसे और धन तो बहुत था, लेकिन उसे पासों का खेल खेलना नहीं आता था, इसलिए उसने अपने मामा शकुनि का द्यूतक्रीडा के लिए उपयोग किया | यही विवेक है।

        धर्मराज भी इसी प्रकार सोच सकते थे और अपने चचेरे भाई से पेशकश कर सकते थे कि उनकी तरफ से मैं खेलूंगा । जरा विचार करो कि अगर शकुनी और मैं खेलते तो कौन जीतता ? पांसे के अंक उसके अनुसार आते या मेरे अनुसार । चलो इस बात को जाने दो । उन्होंने मुझे खेल में शामिल नहीं किया, इस बात के लिएउन्हें माफ़ किया जा सकता है । लेकिन उन्होंने विवेक शून्यता से एक और बड़ी गलती की । उन्होंने मुझसे प्रार्थना की, कि मैं तब तक सभा कक्ष में न आऊँ, जब तक कि मुझे बुलाया न जाए | क्योंकि वे अपने दुर्भाग्य से खेल मुझसे छुपकर खेलना चाहते थे । वे नहीं चाहते थे कि मुझे मालूम पड़े कि वे जुआ खेल रहे हैं |

        इस प्रकार उन्होंने मुझे अपनी प्रार्थना से बाँध दिया | मुझे सभाकक्ष में आने की अनुमति नहीं थी | इसके बाद भी मैं कक्ष के बाहर इंतज़ार कर रहा था कि कब कोई मुझे बुलाता है । भीम, अर्जुन, नकुल और सहदेव सब मुझे भूल गए और केवल अपने भाग्य और दुर्योधन को कोसते रहे । अपने भाई के आदेश पर जब दुस्साशन द्रोपदी के बाल पकड़कर घसीटता हुआ सभाकक्ष में लाया, वह अपनी सामर्थ्य के अनुसार जूझतीरही, तब भी उसने मुझे नहीं पुकारा | उसकी बुद्धि तब जागृत हुई, जब दुस्साशन ने उसे निर्वस्त्र करना प्रारंभ किया | जब उसने स्वयं पर निर्भरता छोड़कर ‘हरि, हरि, अभयम कृष्णा, अभयम’ की गुहार लगाई, तब मुझे उसके शील की रक्षा का अवसर मिला । जैसे ही पूझे पुकारा गया, मैं अविलम्ब पहुंच गया। अब इस स्थिति में मेरी गलती बताओ ?” 

        उद्धव बोले कान्हा आपका स्पष्टीकरण प्रभावशाली अवश्य है, किन्तु मुझे पूर्ण संतुष्टि नहीं हुई, क्या मैं एक और प्रश्न पूछ सकता हूँ ? कृष्ण की अनुमति से उद्धव ने पूछा – इसका अर्थ यह हुआ कि आप तभी आओगे, जब आपको बुलाया जाएगा | क्या संकट से घिरे अपने भक्त की मदद करने आप स्वतः नहीं आओगे ?

        कृष्ण मुस्कुराये -” उद्धव इस सृष्टि में हरेक का जीवन उसके स्वयं के कर्मफल के आधार पर संचालित होता है। न तो मैं इसे चलाता हूँ, और न ही इसमें कोई हस्तक्षेप करता हूँ । मैं केवल एक ‘साक्षी’ हूँ। मैं सदैव तुम्हारे नजदीक रहकर जो हो रहा है उसे देखता हूँ । यही ईश्वर का धर्म है।

“‘वाह वाह, बहुत अच्छा कृष्णा।

तो इसका अर्थ यह हुआ कि आप हमारे नजदीक खड़े रहकर हमारे सभी दुष्कर्मों का निरीक्षण करते रहेंगे; हम पाप पर पाप करते रहेंगे, और आप हमें देखतेरहेंगे । आप क्या चाहते हैं कि हम भूल करते रहें, पाप की गठरी बांधते रहें और उसका फल भुगतते रहें ? उलाहना देते हुए उद्धव ने पूछा ।

        कृष्ण बोले –”उद्धव, तुम शब्दों के गहरे अर्थ को समझो । जब तुम समझकर अनुभव कर लोगे कि मैं तुम्हारे नजदीक साक्षी के रूप में हर पल हूँ, तो क्या तुम कुछ भी गलत या बुरा कर सकोगे ? तुम निश्चित रूप से कुछ भी बुरा नहीं कर सकोगे । जब तुम यह भूल जाते हो और यह समझने लगते हो कि मुझसे छुपकर कुछ भी कर सकते हो, तब ही मुसीबत में फंसते हो । धर्मराज का अज्ञान यह था कि उसने माना कि वह मेरी जानकारी के बिना जुआ खेल सकता है | अगर उसने यह समझ लिया होता कि मैं प्रत्येक के साथ हर समय साक्षी रूप में उपस्थित हूँ तो क्या खेलका रूप कुछ और नहीं होता ?

        “भक्ति से अभिभूत उद्धव मंत्रमुग्ध हो गये और बोले – प्रभु कितना गहरा दर्शन है, कितना महान सत्य ! प्रार्थना और पूजा पाठ से ईश्वर को अपनी मदद के लिए बुलाना तो महज हमारी भावना और विश्वास है । जैसे ही हम यह विश्वास करना शुरू करते हैं कि उसके बिना पत्ता भी नहीं हिलता, हमें साक्षी के रूप में उनकी उपस्थिति महसूस होने लगती है | गड़बड़ तब होती है, जब हम इसे भूलकर दुनियादारी में डूब जाते हैं |

        सम्पूर्ण श्रीमद् भगवद् गीता में श्रीकृष्ण ने अर्जुन को इसी जीवन दर्शन का ज्ञान दिया है। सारथी का अर्थ है मार्गदर्शक | अर्जुन के लिए सारथी बने श्रीकृष्ण वस्तुतः उसके मार्गदर्शक थे | वह स्वयं की सामर्थ्य से युद्ध नहीं कर पा रहा था | लेकिन जैसे ही उसे परम साक्षी के रूप में उनका एहसास हुआ, ईश्वर की चेतना में विलय हो गया ! यह अनुभूति थी, शुद्ध, पवित्र, प्रेममय, आनंदित सुप्रीम चेतना की !

સર્જનવાણી - तत-त्वम-असि ! वह तुम ही हो !!

Wednesday, October 14, 2020

મનુભાઈ પંચોળી "દર્શક" વંદના

 


        મનુભાઈ રાજારામભાઈ પંચોળી "દર્શક" આપણાં ગરવી ગુજરાતનાં જાણીતા કેળવણીકાર, નવલકથાકાર,નાટ્યકાર, નિબંધકાર, કેળવણીકાર તથા સમાજસેવક હતા. તેમનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૧૪ના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લામાં આવેલા પંચાશીયા ગામે થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ તીથવા-લુણસર ગામમાં તથા માધ્યમિક શિક્ષણ વાંકાનેર નગરમાં લીધું હતું. તેમણે આ દરમ્યાન નવમા ધોરણમાં અભ્યાસ કરતી વખતે ઈ.સ. ૧૯૩૦ ના મીઠાના કાયદાની લડતમાં ભાગ લેવા ગાંધીજીથી પ્રેરાઇને પોતાનો અભ્યાસ પડતો મૂક્યો હતો. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઈને અભ્યાસત્યાગ કર્યા પછી તેઓ આઝાદી મળી ત્યાં સુધી સ્વાતંત્ર્યલડતમાં સક્રિય રહ્યા હતા અને તેથી એમને જેલવાસ પણ થયો હતો. આજે એમના જમદિવસ નિમિત્તે દર્શકદાદાના ચરણોમાં સાહિત્યવંદના. 

     ઇ. સ ૧૯૩૩માં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં ગૃહપતિ તરીકે કારકિર્દીનો આરંભ કર્યો અને ૧૯૩૮ થી આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં અધ્યાપક અને ત્યારબાદ ૧૯૫૩ થી સણોસરમાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે સેવાઓ આપી.તેમજ ત્યાંનાં નિયામક અને મૅનેજિંગ ટ્રસ્ટી પણ બન્યા હતા. ૧૯૪૮માં ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન બન્યા અને ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી ગુજરાત વિદાનસભાના સભ્ય અને એ દરમિયાન ૧૯૭૦માં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી રહ્યા તેમજ  ૧૯૮૦ સુધી રાજ્ય શિક્ષણ સમિતિના સભ્ય તરીકે સેવાઓ આપી અને ગુજરાત રાજ્યમાં કેળવણીની જ્યોત જલાવી. 

       આ દરમ્યાન પણ તેમણે પોતાનું સાહિત્ય લખવાનું કાર્ય ચાલુ રાખ્યું અને સાહિત્યજગતને ઉત્તમ પુસ્તકોની ભેટ આપી. એમની કૃતિઓમાં ઝેર તો પીધા છે જાણી જાણી, સોક્રેટિસ, વિશ્વશાંતિની ગુરુકિલ્લી, ભેદની ભીંતયુંને આજ મારે ભાંગવી, મારી વાચનકથા, બંધન અને મુક્તિ જેવી અનેક કૃતિઓ થકી ગુજરાતી સાહિત્યને ઉજાસ અર્પણ કર્યો. એમણે વિવિધ ક્ષેત્રોમાં કરેલા અમૂલ્ય યોગદાન બદલ એમને પદ્મભૂષણ, રણજિતરામ સુવર્ણચંદ્રક, ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર, સાહિત્ય અકાદમી સન્માન સહિત અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા હતા.

                                              મનુભાઈના શબ્દો.. 

      ભણાવવું એટલે શું? ભણાવવું એટલે જ્ઞાન આપવું અને સાથે મર્દાનગી પણ આપવી. આજે શિક્ષણનું મુખ્ય કામ અન્યાય સામે લડવાનું શિખવવાનું છે. આપણાં શિક્ષણમાંથી, સાહિત્યમાંથી એવી તાકાત જન્મવી જોઈએ કે જેથી સામાન્ય માણસ ઊઠીને ઊભો થાય અને અન્યાય-નિવારણ માટે લડત આપે. શિક્ષણનું ખરું કામા છે. ભણેલો માણસ શૂરવીર હોય, સેવા પણ કરતો હોય. સેવામાં મર્દાનગી પ્રગટ થવી જોઈએ, સામાન્ય માણસમાં નૂર પ્રગટવું જોઈએ. શિક્ષણ, સાહિત્ય અને સેવાએ જે કરવાનું છે તે આ કાર્ય છે. શિક્ષણ ખાતર શિક્ષણ નહી, સાહિત્ય ખાતર સાહિત્ય નહી અને તેવી જ રીતે માત્ર સેવા ખાતર જ સેવા નહી પરંતુ ત્રણેયમાંથી શક્તિ પ્રગટ થવી જોઈએ, માણસ બેઠો થવો જોઈએ. આવી તાકાત જો ન નિપજતી હોય તો શિક્ષણ-સાહિત્ય અને સેવા બધુ જ નકામું છે. (મનુભાઈ સાથે વિચારયાત્રા માંથી આભારસહ )


સર્જનવાણી વર્તમાનકાળ યજ્ઞભૂમિ છે, કારણકે ત્યાં ભૂત અને ભવિષ્યનું-બંનેનું મિલન થાય છે. ભૂત તેના વારસા સાથે, ભાવિ તેની આશાઓ સાથે તથા સંભવો સાથે વર્તમાનભૂમિ પર ઊભા છે -દર્શક  

ડો.કલામ વંદના

              અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા રાષ્ટ્રપતિ, મિસાઈલ મેન, જેમનાં જીવનની દરેક ક્ષણ અને પ્રત્યેક પળ ભારત દેશના અ  ને વિશ્વમાં વસતા તમામ લોકો માટે વિજ્ઞાનનો  જીવનમાં સુખ અને શાંતિ માટે ઉપયોગ થાય તેમજ પોતાનાં વ્યસ્તતા ભરેલા સમયે પણ બાળકો અને યુવાનો સાથે ચર્ચા કરવામાં એવાં તો તલ્લીન થઈ જતા કે બાળકોના તેઓ પ્યારા પ્રેસિડેન્ટ બની ગયા. જેમણે વિજ્ઞાનની સાધના થકી જ પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ અપનાવ્યો એવાં મારા અને આપણા દેશમાં વસતા હજારો લોકોનાં પ્રેરણામૂર્તિ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી ડો.એ.પી.જે અબ્દુલ કલામ સાહેબની જન્મજયંતિ નિમિત્તે એમનાં ચરણોમાં શત શત વંદન.
            ડો.કલામ સાહેબે પોતાનું સમગ્ર જીવન ભારતમાતાની સેવા કરવા માટે અને ભારતદેશના સર્વતોમુખી વિકાસ માટે જ સમર્પિત કરી દીધું હતું. તેમના નેતૃત્વમાં ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી હતી અને એમના જ મિશન અને વિઝનના કારણે  આજે ભારત વિશ્વની પાંચ મહાસત્તાઓ સમકક્ષ બની શક્યું છે. તેમણે હંમેશા બાળકો અને યુવાનોને પોતાના પ્રેમ અને લાગણીથી તરબોળ રાખ્યા હતા. જ્યારે પણ સમય મળે ત્યારે તેઓ યુવાનોને ભણાવતા અને જ્ઞાન સંપાદન કરાવતા હતા. તેમના જીવનના અંતિમ સમયમાં પણ તેઓ યુવાનોને વ્યાખ્યાન આપતા હતા, જે તેમની એ સર્વશ્રેષ્ઠ શિક્ષક તરીકેની ગરિમા સમજાવે છે.

Tuesday, October 13, 2020

સર્જનની સરવાણી-૭

         

       જીવન એટલે સતત ચાલતી વિચારોની ઘટમાળ અને આ ઘટમાળમાં આવતા ઘણા વિચારો જીવનને ઉન્નત બનાવી શકે છે પરંતુ જો જીવનની ઘટમાળ ડામાડોળ થઈ જાય તો આ વિચારો જીવનનો સર્વનાશ કરી નાખે છે. ઘણા પ્રસંગો આપણી આસ-પાસ બનતા હોય જેમાં આપણે શરૂઆતના તબ્બકે જોતાં એમ લાગે કે આવી વ્યક્તિમાં માનવતા જેવુ કઈ છે જ નહી પરંતુ ઊંડાણથી એ વાતને જોવામાં આવે તો હકીકત આપણી આંખો ઉઘાડનારી હોય છે. જોઈએ આ વાતને સમજાવતો એક નાનકડો પ્રસંગ.. 

        એકવારની વાત છે, કોઈ પરિવારમાં એક માં દીકરો જ રહેતા હતા. દીકરાના પિતાનું ઘણા સમય પહેલા જ અવસાન થઈ ગયું હોવાથી પરિવારમાં માત્ર માં-દીકરો જ હતા. માં દીકરાના પ્રેમની તો શું વાત કરવી. એક ફૂલ ચડે અને બીજું ફૂલ ઉતરે એમ ખૂબ જ સ્નેહ અને આનંદથી દીકરો માંની સેવા ચાકરી કરવામાં કોઈ પણ પ્રકારની ખોટ વાર્તાવા દેતો નહી. આવો માં-દીકરાનો પ્રેમ જોઈને આસ-પાસમાં પણ સૌ દીકરાને ખૂબ જ આશીર્વાદ આપતા. 

         આ દીકરો કોઈ સારી એવી ખૂબ જ મોટી કંપનીમાં ઊંચા હોદ્દા પર નોકરી કરતો હતો. કામ-કાજના અર્થે તેને ઘણીવાર બહારગામ જવાનું બનતું અને ત્યારે પણ તે પોતાની ફરજ ચૂકતો નહી. એક્વારની વાત છે કે જ્યારે કંપનીના માલિકે ખુશ થઈને તેને વિદેશમાં ટ્રેનિંગ લેવા જવા માટે વાત કરી. દીકરા એ ઘરે આવીને માં ને બધી વાત કરી અને માં દીકરાએ મળીને નક્કી કર્યું કે જેટલા દિવસ દીકરો વિદેશ જાય ત્યાં સુધી માં શહેરનાં છેવાડે આવેલા વૃદ્ધાશ્રમમાં રોકશે. આવી પરિસ્થિતિમાં પણ માં પોતાના સગા-સંબંધીઓને કોઈ તકલીફ આપવા માંગતી નહોતી એટલે દીકરા પાસે વૃદ્ધાશ્રમમાં જગ્યા નોંધાવી અને બધી ગોઠવણ થઈ ગઈ. 

       થોડા દિવસો બાદ દીકરાને વિદેશ જવાનો સમય થઈ ગયો અને દીકરાએ વ્યવસ્થિત રીતે સગવડતા સાથે માં ને વૃદ્ધાશ્રમમાં મૂકી અને વિદેશ જતો રહ્યો. માં તો સદાય પોતાના વ્હાલા દીકરાના મંગળની કામના કરતી કરતી આશ્રમમાં સમય વિતાવવા લાગી. ક્યારેક એમના દીકરાનો ફોન પણ આવતો અને માં દીકરો થોડીવાર વાતોથી મન હળવું કરી લેતા. સમયને જતાં કયાં વાર લાગે છે. ચપટી વગાડતા જ ચાર મહિના જેવો સમય પસાર થઈ ગયો અને  દીકરો દર વખતે જણાવતો કે બહુ જ થોડા સમયમાં આવીને તે પોતાની માં ને લઈ જશે.માં પોતાના દીકરાની રાહ જોવા લાગી. આજે મારો દીકરો આવશે, કાલે મારો દીકરો આવશે એમ વાતો કરતાં કરતાં માં રાહ જોતી જાય અને વિહવળ બનીને ચાતક નજરે પોતાના દીકરાની રાહ જોતી જાય છે. 

         પરંતુ બનવાજોગ કઈક નોખું જ ધાર્યું હશે એમ વાટ જોતાં જોતાં ચાર વરસનો સમય પસાર થઈ ગયો. આશ્રમમાં પણ બધા વાતો કરે કે કેવો નિષ્ઠુર દીકરો છે કે આટલો સમય વીતવા છતાં પોતાની માં ની જરા સરખી પણ ખબર અંતર પૂછવા માટે આવ્યો નથી કે ક્યારેય એને પોતાની માં સાંભરતી જ નહી હોય. સાચે જ કલિયુગ આવી ગયો છે કે જેમાં સંબધો માત્ર કાગળ પર જ રહી જવા પામ્યા છે. આવી વાતો સાંભળીને માં નું હૈયું વલોવાઈ જતું. અને એક દિવસ આ દીકરાની માં વૃદ્ધાશ્રમમાં જ મૃત્યુ પામી. 

            ત્યાંનાં વ્યવસ્થાપકે ક્લાર્કને સૂચના આપી કે એમના દીકરાને હવે તો જાણ કરો અને જણાવો કે એમની માં નો અંતિમસંસ્કાર તો આવીને કરી જાય ત્યારે કલાર્કે એ વ્યવસ્થાપકને વાત કરી કે સાહેબ, એમનો દીકરો તો બે વરસ પહેલા જ લોહીના કેન્સરને કારણે મૃત્યુ પામ્યો છે. જ્યારે એમનો દીકરો એમણે આશ્રમમાં મૂકવા માટે આવ્યો ત્યારે જ એમણે આ વાત મને જણાવી હતી અને પોતાની માં ને આ વાત ન જણાવવાનું વચન મારી પાસે માંગેલું કારણકે એ દીકરો પોતાની અંતિમ અવસ્થામાં ખૂબ જ પીડા અને તકલીફ ભોગવવાનો છે એની એવી તકલીફ આ માં સહન નહી કરી શકે એટલે જ એ પોતાની માં ને અહિયાં મૂકી ગયો હતો. આ સાંભળીને વ્યવસ્થાપક અને કલાર્ક બંનેની આંખોમાં આંસુઓની ધારાઓ વહેતી હતી. 

સર્જનવાણી : માં તે માં બીજા બધા વગડાના વા 

Tuesday, October 6, 2020

સર્જનની સરવાણી-૬

         


       જીવન એટલે ઈશ્વરની આપણને આપવામાં આવેલી અમૂલ્ય ભેટ અને આ ભેટને પ્રેમ-વિશ્વાસ અને આત્મીયતા થકી જ ઉત્તમ રીતે સ્વીકારી શકાય છે. આપણા જીવનમાં આપણે ઘણા બધા માનવીય સંબંધો થકી જોડાયેલા હોઈએ છીએ, જેમાં વિશ્વાસ નામની હોડી પર બેસીને આ સંસાર સાગર પાર કરી શકાય છે, જોઈએ આ વાતને સમજાવતી એક નાનકડી વાર્તા.. 

         એક વાર બે ઊંચી ઇમારતોની વચ્ચે બાંધેલા દોરડા પર લાબો વાંસ પકડી એક નટ બજાણિયો ચાલી રહ્યો હતો. તેણે પોતાના ખંભા પર પોતાના દીકરાને બેસાડી રાખ્યો હતો. સૈંકડો-હજારો લોકો શ્વાસ રોકીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. હળવા પગલાથી, તેજ હવાથી ઝઝૂમતો નટ પોતાની અને પોતાના દિકરાની જિંદગી દાવ પર લગાવીને તે કલાકારે દોરડા પરનુ અંતર પૂરું કરી લીધું. ભીડ આહ્લાદથી ઉછળી પડી અને તાલીઓના ગડગડાટ સાથે સીટીઓ વાગવા લાગી. 

        લોકો તે કલાકારનો તેના દીકરા સાથે ફોટો ખેંચી રહ્યાં હતા, તેની સાથે સેલ્ફી લઈ રહ્યાં હતા. તેનાંથી હાથ મલાવી રહ્યાં હતા અને તે કલાકાર માઇક પર આવ્યો. 

ભીડ ને બોલ્યો: શું આપને વિશ્વાસ છે કે આ હું ફરીથી પણ કરી શકુ છું.

ભીડ એકી અવાજે બોલી: હાં-હાં તમે કરી શકો છો. 

તેણે પૂછ્યું: શું આપને વિશ્વાસ છે ? 

ભીડ બોલી ઉઠી: હાં પૂરો વિશ્વાસ છે, અમે તો શરત પણ લગાવી શકીયે છીએ કે તમે સફળતાપૂર્વક તે ફરીથી પણ કરી શકો છો. 

કલાકાર બોલ્યો: પૂરે-પૂરો વિશ્વાસ છે ને ?

ભીડ બોલી, હાં-હાં પૂરો વિશ્વાસ છે.

કલાકાર બોલ્યો, ઠીક છે તો કોઈ મને પોતાનો દિકરો દઈ દો, હું તેને મારા ખંભા પર બેસાડીને દોરડા પર ચાલીશ. આટલું બોલતાની સાથે જ ખામોશી, એકદમ શાંતિ, સન્નાટો ફેલાઈ ગયો!

કલાકાર બોલ્યો: કેમ બધા લોકો ડરી ગયા. હમણાં તો આપને વિશ્વાસ હતો કે હું કરી શકું છું. અસલમાં આપનો આ વિશ્વાસ (belief) છે, મારામાં વિશ્વાસ (trust) નથી! બન્ને વિશ્વાસોમાં ફરક છે સાહેબ ! આ જ કહેવાનું છે, ઈશ્વર છે, એ તો વિશ્વાસ (belief) છે, પરંતુ ઈશ્વરમાં સંપૂર્ણ વિશ્વાસ (trust) છે નહી !!! જો ઈશ્વરમાં પૂર્ણ વિશ્વાસ છે તો ચિંતા, ક્રોધ, તણાવ કેમ !!!

સર્જનવાણી : હંમેશા એક જ યાદ રાખવાનું ભગવાન મારી સાથે છે અને આ વિશ્વાસ હોવો જોઇએ.

Thursday, October 1, 2020

મહાત્મા મોહન આજે પણ એટલા જ પ્રસ્તુત છે !!!


મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી એક એવું નામ કે જે ભારતભૂમિ સાથે એવી રીતે વીંટળાઇ ગયું છે કે તેમનું જીવન જ આપણને સર્વને કઈક ને કઈ પ્રેરણા આપ્યા જ કરે છે. તેમનું નામ અને કામ માત્ર ભારતમાં જ નહી પરંતુ સમગ્ર વિશ્વ માટે પરિવર્તન સર્જનાર છે ત્યારે આપણા ભવ્ય ભારત દેશની આ વિરલ વિભતી સમાન આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની  આજે ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે એક નાનકડી રચના થકી બાપુને સ્મર્ણાંજલિ આપવનો પ્રયાસ....

મોહન આજે પણ એટલા જ પ્રસ્તુત છે!

સત્ય કેરી મશાલમાં ને અહિંસા કેરા આવજમાં,
જીવનના દરેક ગીતમાં મોહન આજે પણ એટલા જ પ્રસ્તુત છે!

વેરથી વેર નહી શમે અહી, એમાં પ્રેમની કઈં વાત તો કરીએ,
એકબીજા સાથેના હકારમાં મોહન આજે પણ એટલા જ પ્રસ્તુત છે!

સ્વચ્છતા અભિયાનમાં ને પ્લાસ્ટિકના પ્રતિબંધમાં,
યોગના અનુરાગ્માં મોહન આજે પણ એટલા જ પ્રસ્તુત છે!
 
વિતી ગઇકાલમાં, આજમાં ને આવતીકાલમાં પણ,
જીવનના દરેક સંઘર્ષમાં મોહન આજે પણ એટલા જ પ્રસ્તુત છે!