દર વર્ષે આવતા તહેવારોની સાથે સાથે માણસ પોતાના જીવનને જાણવા કે સમજવાનો પ્રયત્ન પણ કરતો હોય તો એ તહેવાર ની ઉજવણી સાર્થક થાય છે. માત્ર પોતાના જ વિચારો કરવાને બદલે આસપાસના લોકોની સાથે સાથે જરૂરિયાત મંદ સુધી આપણી સંવેદના પહોંચાડીએ તો દિવાળી જેવા પર્વનું મહત્વ સિદ્ધ થયું કહેવાય છે. આવા તહેવારોમાં આપણે પણ દર વર્ષે જુદા જુદા પ્રકારના સંકલ્પો લેતા હોઈએ છીએ. કંઈક નવીનતા જીવનમાં ઉમેરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. હું પણ દર વર્ષે કેટલીક વાતો નવી વિચારી અને પોતાની ડાયરીઓમાં ઉતારતો હોઉં છું, આ વર્ષે એમ થાય છે કે આવી કેટલીક વાતોને પોતાના મિત્રો સાથે વહેંચીએ. અહીંયા ઉતારેલા કેટલાક સંકલ્પો છે જે સૌને બંધબેસતા હોય તો સ્વીકારવા અન્યથા આપણે તો એટલામાં જ રાજી !!
2. સતત શાણપણ સાથેના વાંચન થકી પોતાના વિચારોને સમૃદ્ધ કરી અને વિચારોને અનુસરવા પ્રયત્નશીલ.
3. પોતાની જાતને સતત અપગ્રેડ કરતા રહેવાનું છે.
4. સતત ને સતત નાવિન્યતા સભર શીખવાનો અભિગમ કેળવવાનો અને પોતાની જાતનો વિસ્તાર કરવો.
5. સ્વયમની નબળાઈઓ જેવી કે ક્રોધ અતિ વિચારો, વ્યગ્રતા, અજંપો, વગેરે પર કાબુ મેળવવા માટે શાંત થવાનો તથા મૌન રહેવાનો પ્રયત્ન સતત કરવો.
6. સ્વ નિયંત્રણ એક ગુણ છે, જીવન સરળ નથી પરંતુ જો હિંમત હોય તો તે આનંદદાયક બની શકે છે.
7. સમય કાઢીને મહિને એકવાર પોતાની જાત સાથે આખો દિવસ વિતાવવા માટે દૂરના સ્થળનો પ્રવાસ કરવો અને એકલા જ જવું અને જાતને મળવું તથા સ્વની ખોજ કરવી.
8. ડાયરી લેખન સાથે સાથે વાંચનનો પ્રસાદ પણ લખવો તેમજ વહેંચતો રહેવા માટે નિયમિત અને જાગૃત પણે પ્રયત્ન કરવો.
9. પોતાના નિજાનંદ માટે ગમે તેમ કરીને સમય કાઢવો, અને વાંચન સાથે ફિલ્મો જોવી, પ્રવાસ કરવો, મિત્રોને મળવું, સંગીત સાંભળવું અને સ્વની ખોજ કરવી અને બીજાને સાંભળીને સમજવાનો પ્રયત્ન કરવો.
10. સારા સ્વસ્થ માટે નિયમિત ચાલવાનો શિવ સંકલ્પ, યોગ પ્રાણાયામ સાથે હળવી કસરતો કરવી તેમજ પોતાના ખાન પાન પર નિયંત્રણ રાખવા કટિબદ્ધ.
11. નિયમિતતા, પ્રમાણિકતા, સાતત્યતા, સત્ય, પ્રેમ, કરુણા, આદર, વિશ્વાસ, આનંદ, ઉમંગ, ઉત્સાહ, જેવા ગુણો કેળવવા અને આચરણમાં ઉતારવા.
No comments:
Post a Comment