Wednesday, May 1, 2019

ચાલો કરીએ સર્જન અને લાવીએ પરિવર્તન

   

        જય ભારતમાતા સાથે આપ સર્વ વાચકમિત્રોને એ જણાવતા આનંદ થાય છે કે આપની સમક્ષ આજે હું એક નવા જ દ્રષ્ટિકોણ સાથે માનવ ઘડતરના જીવનમૂલ્યોને સાર્થક કરવા માટે એક નવીન બ્લોગ સાઈટ શરૂ કરવા જઈ રહ્યો છું. શિક્ષકનો જીવ હોવાથી કેળવણી વિશે સતત કાંઈ ને કાંઈ વિચારો આવ્યા જ કરે અને એ વિચારોને આપ સૌની સમક્ષ રજૂ કરવાનો એક અવસર આ બ્લોગ થકી મળ્યો છે. વર્તમાન શિક્ષણ પ્રણાલીને કોઈ આડઅસર ન થાય પરંતુ તેમાં કાંઈક બદલાવ કરવાના ઉદેશ્ય સાથે જ કોઈ નવીનત્તમ પ્રયાસ કરવાની પ્રેરણા મને લોકભારતી સણોસરા તરફથી પ્રાપ્ત થઇ છે. 

          હવે મૂળ મુદ્દાઓ વિશે વાત કરીયે તો આજની પ્રણાલીના શિક્ષણથી બાળકના ભણતરની સાથે તેનું ઘડતર પણ થાય અને તેને જીવનલક્ષી કેળવણી મળે તેમજ નૈતિક મૂલ્યોને જાણીને બાળક કે શિક્ષાર્થી પોતાના જીવનને એક ઉત્તમ, નીતિવાન, વાણી અને વર્તનમાં વિવેકની સાથે સાથે વડીલો માટે આદર અને નાનેરાંઓ પ્રત્યે સ્નેહ કેળવે એવા ગુણો તેમાં વિકસે એના માટે તેને આપણા જ ઋષિમુનિઓના જીવનચરિત્રો વિશે જાણકારી હોવી જોઈ. તેને આપણા દેશમાં તેમજ વિશ્વમાં થઇ ગયેલા તેમજ  અત્યારે હયાત હોય તેવા વૈજ્ઞાનિકો, દાર્શનિકો, ટેક્નોક્રેટ્સ, મહાન વિભૂતિઓ, જુદા-જુદા ક્ષેત્રના નિષ્ણાતો વિશે પણ જાણકારી અને જ્ઞાન હોવું જરૂરી છે. આ બધી જ બાબતોને આ બ્લોગ માં સમાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. દરેક વખતે કાંઈને કાંઈ રસપ્રદ વિગતો મળતી રહેશે.

              અંતમાં એટલું જ કહીશ કે ગુજરાતી મારી માતૃભાષા હોવાથી તેના માટે વિશેષ લગાવ થવો સ્વભાવિક જ છે તેમજ ગુજરાતી માટેનો મારો પ્રેમ હંમેશા જળવાઈ રહેશે. આપણે સૌ સાથે મળીને ગુજરાતી ભાષાને વધુ સક્ષમ અને વધુ સુગમ્યની સાથે સાથે ખુબ જ વધારે સુલભ બનાવવાની દિશામાં આગળ વધીયે અને મને આશા છે કે આપ સૌ પણ આપણી ભાષાનું ગૌરવ કરીશું અને તેને આપણા જીવન સાથે વાણી લેવાનો પૂરો પ્રયત્ન કરીશું. જય જય ગરવી ગુજરાત.


No comments:

Post a Comment