ભારત
એટલે વિશ્વવિભૂતીઓનો જનક. વિશ્વને અમન અને શાંતિની ચાહના આપનાર ભારત છે. આવા આપણા
ભારતદેશમાં પ્રાચીન સમયથી જ અલગ-અલગ વિષયોમાં સંશોધન અને શોધખોળો થતી જ રહી છે.
નાલંદા અને તક્ષશિલા જેવી પ્રાચીન વિશ્વવિધાપીઠો એમના જીવંત પુરાવાઓ છે. આવા
ભારતદેશમાં ગણિતના ક્ષેત્રમાં જેમણે પોતાનું નામ અને કિર્તી સુવર્ણઅક્ષરે લખાવી છે
એવા આર્યભટ્ટનો જન્મ ઇ.સ ૪૭૬માં થયો હતો. આર્યભટ્ટ પોતાના સમયના સૌથી સર્વોચ્ય
ગણિતશાસ્ત્રી હતા. આર્યભટ્ટ પોતાના સમયમાં જ શૂન્યયુક્ત દશાંશ સ્થાનમાન અંક
પ્રધ્ધતિના જાણકાર હતા.
આર્યભટ્ટના સમયમાં જ ભૂમિતિ અને ત્રિકોણમિતિનો
પણ સારો એવો વિકાસ અને સંશોધન થયેલો. વર્તુળની જીવા એ સંસ્કૃત શબ્દ જ્યા પરથી
આવેલો છે. ભૂમિતિને ત્યારે ક્ષેત્રમિતિ તરીકે ઓળખવામાં આવતું હતું. ઈસુની આઠમી
સદીમાં આપણા જ પ્રાચીન સંસ્કૃત ગ્રંથો બગદાદના ઇરાકમાં પહોંચી ગયેલા. અરબીભાષાના
અનુવાદકોએ આ ગ્રંથોેનો સંસ્કૃતમાંથી અરબીમાં અનુવાદ કર્યો. પરંતુ જ્યારે ઇસ્લામ
ધર્મનું શાસન સ્પેન સુધી ગયુ ત્યારે આ બધા જ ગ્રંથો પશ્વિમના દેશોમાં ગયા અને
એનાથી યુરોપના યુનાની ગ્રંથોના ગ્રંથાગારો સમૃÚ બન્યા
હતા, એમણે ત્યારબાદ આ ગ્રંથોનું અરબીમાંથી લેટિનભાષામાં રૂપાંતરણ કરાવ્યું.
અંતે આ ગ્રંથોનું જ્ઞાન અંગ્રજો મારફતે ફરીવાર ભારત પરત આવ્યું છે.
આર્યભટ્ટે એક જ ગ્રંથ આર્યભટ્ટીયમ લખેલો છે અને
આ ગ્રંથ વિખ્યાત બન્યો છે. ભારતમાં ખાસ કરીને દક્ષિણભારતમાં એનો ભારે પ્રચાર
થયેલો. પરંતુ આધુનિક સમયમાં એ પ્રાપ્ય થયો ન હતો. ઇ.સ ૧૮૬૪માં મહારાષ્ટ્રના
પ્રખ્યાત વિÚાન ડો. ભાઉ દાજીએ કેરાલામાંથી તાડપત્રીપ પર
લખાયેલી પ્રતો મેળવેલી. આર્યભટ્ટીયમ મૂળગ્રંથ સંસ્કૃત ભાષામાં છે. સૂત્રત્મક અને
પદ્યશૈલીમાં આ ગ્રંથ લખાયો છે. ૧૨૧ Åલોકો ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવેલા
છે. આ ગ્રંથમાં પ્રાચીન ભારતની પરંપરા પ્રમાણે ગણિત અને જ્યોતિષશાસ્ત્ર એમ બંનેની
જાણકારી આપવામાં આવેલી છે.
જ્યોતિષ
ક્ષેત્રમાં પણ આર્યભટ્ટે અત્યંત ક્રાંતિકારી વિચારો આપેલા છે. આર્યભટ્ટે સપષ્ટ
શબ્દોમાં જણાવ્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને નક્ષત્રોના ગોળા સ્થિર
છે. સ્વયં આર્યભટ્ટ પણ વિશ્વના સર્જન અને પ્રલયમાં જરાપણ વિશ્વાસ કરતા ન હતા.
આર્યભટ્ટ કાળને અનાદિ અને અનંત માનતા હતા. આર્યભટ્ટીયમ નામના ગ્રંથમાં તેમની
ગાણિતીય ગણવેષ્ણાઓનો અને એમાં સમયનું જ્ઞાન પણ સં(ક્ષ્ાપ્તમાં આપેલ છે.
ભારતે
ઇ.સ ૧૯૭૫ ની ૧૯મી એપ્રિલના રોજ રશિયાની મદદથી પોતાનો પ્રથમ ઉપગ્રહ અવકાશમાં છોડયો
અને એને આર્યભટ્ટનું નામ આપીને ભારતે આ મહાન ગણિતજ્ઞ અને વિજ્ઞાની તથા મહાન
જ્યોતિષાચાર્યને અંજલિ અર્પન કરી છે. આજના સમયમાં થતા ઘણા બધા સંશોધન કાર્યોમાં
એમના સૂત્રો અને સંશોધનોનો વ્યાપક રૂપે ઉપયોગ થાય છે.
એક ચક્ર
= ૧૨ રાશિ
૧૨ રાશિ
= ૩૬૦ અંશ
૩૬૦ અંશ = ૨૧૬૦૦ કલા અથવા દિવસ
૧ દિવસ = ૬૦ નાડી
૬૦ નાડી = ૩૬૦૦ વિતાડી
૩૬૦૦ વિતાડી = ૨૧૬૦૦ પ્રાણ
No comments:
Post a Comment