Sunday, April 19, 2020
Sunday, March 22, 2020
આનંદનો ઓડકાર
આનંદ શબ્દ પોતાનાંમાં જ ખૂબ આનંદ આપનારો છે એવું વારંવાર લાગ્યા કરે છે. જિંદગીની દોડદોડીમાં નાસભાગ કરતા કરતા ક્યાંક ખોવાય ગયેલો જીવનનો સમાનાર્થી એટલે જ આનંદ. આ જીવન એટલે જ આનંદ અને આનંદ એટલે જ જીવન. હું, તમે અને દરેક જણ આજે આનંદ માણવા માટે જ સતત પુરુષાર્થ કરતા રહીએ અને ભાગતા રહીએ છીએ પણ આનંદ મળતો નથી, કેમ? ગમે તેટલી સુખ-સાહ્યબી અને આરામની સગવડો સાથે જીવતા માણસ પાસે પણ કોઈ કડી ખૂટતી હોય તો એ છે આનંદ. આનંદ ક્યાંય પણ વેચતો મળતો નથી, પણ આનંદને જીવનમાં જન્માવવો પડતો હોય છે.
કોઈપણ કાર્ય કે પ્રવુતિ કરતા કરતા આપણે હંમેશા વિચારતા હોઈએ કે આ કામ પૂર્ણ થઈ જાય પછી તો આનંદ જ આનંદ આવવાનો છે. આ વાતની પતાવટ થઈ જાય પછી તો રાજી થઈ જવાય. તું મારું આ અને આટલું કામ કરી આપ પછી આપણે આનંદ કરીએ. કોઈ મારા માટે કઈ કામ કરી આપે પછી જ મને આનંદ કે રાજીપો થાય આવી વાતો અને વિચારોની આપ-લે સતત આપણી આસ-પાસ જોવા મળતી હોય છે. રોજિંદા જીવનમાં પણ આવી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં જીવનનો આનંદ તો મળતો જ નથી. વાસ્તવિકતા તો એ છે કે ક્યારેય પણ કોઈપણ વ્યક્તિ મને કે અન્યને માટે કોઈ કામ-કાજ કરીને આનંદ ઊભો કરી શકે નહી. આપણો આનંદ, આપણી રાજી-ખુશી અને આપણી મોજ તો આપણા જ અંતરમન માંથી ઉદ્ભવતો હોય છે. ઈશ્વર પણ એમ જ સંકેત કરતો હોય છે કે કે કાઇપણ પ્રવુતિઓ કે કાર્ય કરો એમાં જ આનંદ મેળવવો જોઈએ.
આનંદ અને રાજીપો જેવી લાગણીઓ માણસના જીવનમાં ટોનિક જેવુ કામ કર છે. માણસ મનથી ખુશ કે આનંદમાં હોય તો તે પોતાના દરેક કાર્યને ઉત્સાહથી કરતો હોય છે. કાર્ય કર્યા પછી આનંદ મેળવવાની આશા કરવા કરતા કાર્યની સાથે સાથે જ આનંદ અને ખુશી મળે તેને અનુભવ કરીએ તો તમને જે કઈ પણ અંતર્નાદ થાય તેની તોલે દુનિયાની કોઈ ખુશી આવી શકે નહી, આનંદમાં રહેતા દરેક વ્યક્તિઓ પોતાની આજુબાજુના દરેક વ્યક્તિને પણ આનંદમાં રાખે છે.
આપણા દરેકની આનંદ પામવાની અલગ-અલગ ક્ષણો હોય છે કે આનંદ માટે માણસના વિચારો અને ખ્યાલો પણ અનોખા હોય છે. ઘણાને બીજાને મદદ કારવાથી આનંદ મળે તો બીજા કોઈ એવા પણ હોય જેમને બીજાને સતાવવાથી પણ આનંદ મળતો હોય છે. કોઈને પોતાના પરિવારજનોની ખુશીમાં આનંદ મળતો હોય છે તો ઘણા નિજાનંદી પણ હોય છે અલ-મસ્ત ફકીરની જેમ. સંગીત, કલા, સંસ્કૃતિ અને તહેવારો પણ માણસના જીવનમાં આનંદ લાવતા હોય છે. તો તમે પણ તમારા જીવનમાં આનંદનો ઓડકાર લેવા માટે કોઈ ટોનિક મેળવી લેજો હો !
સર્જનવાણી :
આનંદી-સુખી જીવનનો અર્થ એ નથી કે એમાં કોઈ દુઃખ ના હોય. એનો અર્થ એટલો જ કે તે દુઃખ અર્થપૂર્ણ હોય. માતા બાળકને જન્મ આપે તે દુઃખદ સુખ છે. સીમા પર સૈનિક શહીદ થાય છે કે કારણ કે એ પીડામાં સાર્થકતા છે. સુખ સ્વયંસિદ્ધ ભાવ નથી. જેટલું દુઃખ વધુ, સુખની માત્ર એટલી વધુ. દુઃખ સુખને મીનિંગ આપે છે. માણસ સુખી જીવન માટે નહીં, સાર્થક જીવન માટે સંઘર્ષ કરે છે. આપણે જ્યારે કોઈને 'સુખી રહો' એમ કહીએ છીએ, ત્યારે તેમાં 'અર્થપૂર્ણ જીવો' એવો ભાવ છે.
Saturday, March 21, 2020
મહાન ગણિતજ્ઞ-4 :આર્યભટ્ટ
ભારત
એટલે વિશ્વવિભૂતીઓનો જનક. વિશ્વને અમન અને શાંતિની ચાહના આપનાર ભારત છે. આવા આપણા
ભારતદેશમાં પ્રાચીન સમયથી જ અલગ-અલગ વિષયોમાં સંશોધન અને શોધખોળો થતી જ રહી છે.
નાલંદા અને તક્ષશિલા જેવી પ્રાચીન વિશ્વવિધાપીઠો એમના જીવંત પુરાવાઓ છે. આવા
ભારતદેશમાં ગણિતના ક્ષેત્રમાં જેમણે પોતાનું નામ અને કિર્તી સુવર્ણઅક્ષરે લખાવી છે
એવા આર્યભટ્ટનો જન્મ ઇ.સ ૪૭૬માં થયો હતો. આર્યભટ્ટ પોતાના સમયના સૌથી સર્વોચ્ય
ગણિતશાસ્ત્રી હતા. આર્યભટ્ટ પોતાના સમયમાં જ શૂન્યયુક્ત દશાંશ સ્થાનમાન અંક
પ્રધ્ધતિના જાણકાર હતા.
આર્યભટ્ટના સમયમાં જ ભૂમિતિ અને ત્રિકોણમિતિનો
પણ સારો એવો વિકાસ અને સંશોધન થયેલો. વર્તુળની જીવા એ સંસ્કૃત શબ્દ જ્યા પરથી
આવેલો છે. ભૂમિતિને ત્યારે ક્ષેત્રમિતિ તરીકે ઓળખવામાં આવતું હતું. ઈસુની આઠમી
સદીમાં આપણા જ પ્રાચીન સંસ્કૃત ગ્રંથો બગદાદના ઇરાકમાં પહોંચી ગયેલા. અરબીભાષાના
અનુવાદકોએ આ ગ્રંથોેનો સંસ્કૃતમાંથી અરબીમાં અનુવાદ કર્યો. પરંતુ જ્યારે ઇસ્લામ
ધર્મનું શાસન સ્પેન સુધી ગયુ ત્યારે આ બધા જ ગ્રંથો પશ્વિમના દેશોમાં ગયા અને
એનાથી યુરોપના યુનાની ગ્રંથોના ગ્રંથાગારો સમૃÚ બન્યા
હતા, એમણે ત્યારબાદ આ ગ્રંથોનું અરબીમાંથી લેટિનભાષામાં રૂપાંતરણ કરાવ્યું.
અંતે આ ગ્રંથોનું જ્ઞાન અંગ્રજો મારફતે ફરીવાર ભારત પરત આવ્યું છે.
આર્યભટ્ટે એક જ ગ્રંથ આર્યભટ્ટીયમ લખેલો છે અને
આ ગ્રંથ વિખ્યાત બન્યો છે. ભારતમાં ખાસ કરીને દક્ષિણભારતમાં એનો ભારે પ્રચાર
થયેલો. પરંતુ આધુનિક સમયમાં એ પ્રાપ્ય થયો ન હતો. ઇ.સ ૧૮૬૪માં મહારાષ્ટ્રના
પ્રખ્યાત વિÚાન ડો. ભાઉ દાજીએ કેરાલામાંથી તાડપત્રીપ પર
લખાયેલી પ્રતો મેળવેલી. આર્યભટ્ટીયમ મૂળગ્રંથ સંસ્કૃત ભાષામાં છે. સૂત્રત્મક અને
પદ્યશૈલીમાં આ ગ્રંથ લખાયો છે. ૧૨૧ Åલોકો ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવેલા
છે. આ ગ્રંથમાં પ્રાચીન ભારતની પરંપરા પ્રમાણે ગણિત અને જ્યોતિષશાસ્ત્ર એમ બંનેની
જાણકારી આપવામાં આવેલી છે.
જ્યોતિષ
ક્ષેત્રમાં પણ આર્યભટ્ટે અત્યંત ક્રાંતિકારી વિચારો આપેલા છે. આર્યભટ્ટે સપષ્ટ
શબ્દોમાં જણાવ્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને નક્ષત્રોના ગોળા સ્થિર
છે. સ્વયં આર્યભટ્ટ પણ વિશ્વના સર્જન અને પ્રલયમાં જરાપણ વિશ્વાસ કરતા ન હતા.
આર્યભટ્ટ કાળને અનાદિ અને અનંત માનતા હતા. આર્યભટ્ટીયમ નામના ગ્રંથમાં તેમની
ગાણિતીય ગણવેષ્ણાઓનો અને એમાં સમયનું જ્ઞાન પણ સં(ક્ષ્ાપ્તમાં આપેલ છે.
ભારતે
ઇ.સ ૧૯૭૫ ની ૧૯મી એપ્રિલના રોજ રશિયાની મદદથી પોતાનો પ્રથમ ઉપગ્રહ અવકાશમાં છોડયો
અને એને આર્યભટ્ટનું નામ આપીને ભારતે આ મહાન ગણિતજ્ઞ અને વિજ્ઞાની તથા મહાન
જ્યોતિષાચાર્યને અંજલિ અર્પન કરી છે. આજના સમયમાં થતા ઘણા બધા સંશોધન કાર્યોમાં
એમના સૂત્રો અને સંશોધનોનો વ્યાપક રૂપે ઉપયોગ થાય છે.
એક ચક્ર
= ૧૨ રાશિ
૧૨ રાશિ
= ૩૬૦ અંશ
૩૬૦ અંશ = ૨૧૬૦૦ કલા અથવા દિવસ
૧ દિવસ = ૬૦ નાડી
૬૦ નાડી = ૩૬૦૦ વિતાડી
૩૬૦૦ વિતાડી = ૨૧૬૦૦ પ્રાણ
Tuesday, February 25, 2020
Friday, February 21, 2020
મહાન ગણિતજ્ઞ-3 : થેઈલ્સ
નમસ્કાર
ગણિતના રસિકોને અને ગણિત જેમને ખુબ જ વ્હાલું હતું તેમજ જેમના ઘરના આંગણા ઉપર “
જેમને ભૂમિતિનું જ્ઞાન ન હોય તેમણે મારા ઘરે આવવું નહિ ” એમ લખેલું હતું એવા
પ્લેટોને યાદ કરીને આજે આપણે મહાન ગણિતજ્ઞ થેઇલ્સ વિશે જાણીએ...
એક જમાનામાં આકાશમાં નિરીક્ષણ કરવા માટે દુરબીન જેવા આદ્યુનિક સાદ્યનો નહોતા એવાં સમયે એક માણસ આકાશદર્શન કરવામાં એટલો તલ્લીન બની ગયો હતો કે તેણે રસ્તામાં આવેલો ખાડો પણ દેખાયો નહિં, અને ખાડામાં પડી ગયો. ત્યારે રસ્તામાં એક ડોશીમાંએ તેને કહ્યું કે “ તમારા પગ પાસે શું છે તે ન જોઈ શકો તો આકાશદર્શન કરવાથી કાંઇ મળવાનું નથી. આવી પ્રચલિત વાયકાઓ અનુસાર જે માણસ ખાડામાં પડી ગયો હતો તેનું નામ હતું થેઇલ્સ.
થેઇલ્સ
પોતે મિલિટ્સનો વેપારી હતો. આ મિલિટ્સ એટલે અત્યારનું તુર્કી રાષ્ટ્ર છે. ગામના
જાહેર કામોમાં તે ખુબ જ રસ લેતો . એ સમયે તેણે ઇજીપ્તની મુલાકાત લીધી ત્યારે તેણે
ત્યાં વેપારધંધાની સાથે ભૂમિતિનો અભ્યાસ પણ કર્યો. તેની તેજસ્વીતાને કારણે તેણે
ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતું. તેઓ એ સમયના બુધ્ધિમાન વ્યકિત કહેવાતા. તે માનતા
હતા કે પૃથ્વીની ઉત્પતિ પણ કોઇ
કુદરતી ઘટનાને કારણે થયેલી હોવી જોઇએ.
એમણે ધરતીકંપ અંગે સંશોધનો કરીને જણાવ્યું કે આ એક કુદરતી ઘટના છે. તેમણે ગ્રહ્યણ અંગે પણ ઘણી જ સચોટ આગાહીઓ કરેલી. ૧૮ વર્ષ અને ૧૧ દિવસે ફરીને ગ્રહણ ફરી આવે છે એવું એમણે જણાવ્યું હતું. તેઓ ગ્રીસના મહાન વિચારક પણ હતા અને તેમણે ગણિત ક્ષેત્રે ઘણી સાબિતીઓ આપી હતી. ઉદાહરણ તરીકે “વ્યાસથી વર્તુળના બે સમાન ભાગ થાય છે ”
(આ લેખન સંપાદન માટે વિકિપીડિયા અને શ્રી ભાલચંદ્રજાની સાહેબના પુસ્તક-વિશ્વના
મહાન ગણિતશાસ્ત્રીઓ નો આધાર લેવામાં આવ્યો છે.)
Thursday, February 13, 2020
વિશ્વ માતૃભા,ષા દિવસ 2020 - માતૃભાષાનું ગૌરવ
મિત્રો
આપણી આ અજનબી દુનિયામાં દરેક ગામ, શહેર અને પ્રદેશની સાથે અલગ-અલગ દેશમાં પણ અલગ-અલગ ભાષાઓ બોલાય છે. આ
ભાષાઓનું પોતાનું અનેરુ સૌદર્યં હોય છે અને પ્રદેશના લોકોના જીવનમાં તે જીવની જેમ
વણાયેલી હોય છે. આપણા ગુજરાતની જ વાત કરીએ તો અહીંયા પણ ગામે-ગામે બોલી બદલાય છે.
“બાર ગામે બોલી બદલે, તરુવર બદલે શાખા” એ કહેવત પણ આપણા ગુજરાતી સાહિત્યમાં જ સમાયેલી છે.
તો આવો આપણે આ અંકમાં વાત કરવી છે ગુજરાતી ભાષાની અને ગુજરાતી ભાષાની ગરિમાની...
ભગવાન
રામ કહેતા એમ આપણને સૌને પોતાની માં, માતૃભૂમિ અને માતૃભાષાનું ગૌરવ અને અભિમાન હોવું જોઇએ અને તેનું
સન્માન પણ કરવું જોઈએ. કોઇ પણ વ્યકિતના વિકાસમાં પણ તેની ભાષા અને ભાષા પરનું
પ્રભુત્વ ખુબ જ મહત્વ રાખે છે. ભાષાનું ગૌરવ એ રાષ્ટ્રના ગૌરવ સમાન છે. આપણી
ગુજરાતી ભાષા છેક નરસિંહ મહેતા અને તેમના સમય કરતા પણ જુની છે. આ ગુજરાતી ભાષાને
ગરિમા મળે તેના માટે જ પ્રેમાનંદ નામના કવિએ પોતાની પાઘડી ઉતારી હતી. અરે એક
અંગ્રેજ કવિ ફાર્બસ ગુજરાતી ભાષા માટેના પ્રેમના કારણે ગુજરાતવાસી થયા હતા અને ઈ.સ
૧૮૪૮ માં ગુજરાત વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કરી હતી જે વર્તમાન સમયમાં ગુજરાત
સાહિત્યસભા તરીકે ઓળખાય છે. તો આવી આપણી સોનેરી ભાષાને આપણે જીવંત રાખીએ અને બીજી
બધી ભાષાઓ ભલે આપણે શીખીએ પરંતુ આપણી જનની ભાષાને ન ભુલીએ અને તેને માન-સન્માન
આપીએ.
આપણા
ભારતદેશમાં તો બધા જ અલગ-અલગ રાજયોમાં અલગ-અલગ ભાષાઓ બોલાય અને આ ભાષાના વૈભવને
કારણે જ ભારત વૈવિધ્યસભર વારસો ધરાવે છે. આ દરેક ભાષની પોતાની આગવી ઓળખ અને આગવી
છટા્ છે તેમજ દરેક ભાષની અલગ-અલગ સુંદર રચનાઓ પણ છે. આપણી રાષ્ટ્રભાષા હિન્દી પણ
દેવનાગરી લીપીમાંથી ઊતરી આવેલી છે જેને દેવતાઓની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. આપણે
હંમેશા આપણી માતૃભાષાનું સન્માન કરવું જોઇએ અને આપણા બાળકોને પણ શિક્ષણ
માતૃભાષામાં જ મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.
માતૃભાષામાં ભણેલો-ગણેલો વ્યકિતએ પોતાના ગૌરવની
સાથે-સાથે પોતાના રાષ્ટ્રનું પણ ગૌરવ કરશે. આપણી ભાષા,સંસ્કૃતિ ,પરંપરાઓ,બોલીઓ,કળાઓ થકી જ આપણું
ઘડતર થાય છે. આજે તો વિશ્વની મહાસત્તાઓ કહી શકાય તેવા અમેરિકા,ચીન,રશિયા,જર્મની,ફ્રાંસ જેવા દેશો પણ
તેમના બધા જ વ્યવહારો,વાત-ચીત,વ્યાપાર,શિક્ષણ કે અન્ય મહત્વની બાબતો તેમજ ત્યાં આવતા પ્રવાસીઓ માટે પણ તેમની
જ ભાષાઓ જેવી કે ચાઇનીઝ,જર્મન,અંગ્રેજી શીખીને આવે અથવા તો શીખી જાય તેવો આગ્રહ રાખે છે. આ દેશો
તમની શિક્ષણ-પ્રણાલીમાં પણ ત્યાંની માતૃભાષાનો ઉપયોગ કરવા પર ભાર મૂકે છે. તો આવો
આપણે પણ તેમની જેમ જ આપણી ભાષાનું મહત્વ સમજીને તેને અપનાવીએ અને હંમેશા તેનું
ગૌરવગાન કરીએ. જય જય ગરવી ગુજરાત.
ભાષા
મારી ગુજરાતી છે !!
માતા છે ગુજરાતની ધરતી, વતનની એ માટી છે,
એ માટીમાં મૂળ છે મારા, ભાષા મારી ગુજરાતી
છે !
આપણે એને સાચવી જાણીએ, આપણને સાચવતી એ,
ધૂળ નથી છે કુળ એ આપણું, ભાષા મારી ગુજરાતી છે !
(ફોટો સૌજન્ય: મૌલિકવિચાર.કોમ-ગૂગલ ઇમેજ સાભાર )




































































